SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ( પ્રવેશ-૩ ) સ્થળ-અમદાવાદમાં બેગડાનો મહેલ ખાના બેગડો :– ખાન : [મહમદશાહ, બેગડો વિચારમગ્ન બેઠેલ છે. એક બાજુ હોકો વગેરે જે સાહિત્ય પડેલ છે. ત્યાં સાદુલખાન-આવે છે.] જહાંપનાહ! છેલ્લા બબ્બે વર્ષથી, વરસાદના અભાવે ગુજરાતની સર જમીન પર દુષ્કાળ તેમજ આફતનાં વાદળો ઉતરી પડ્યાં છે. ન મળે ઘાસચારો કે ન મળે અન્નનો દાણો. આ પરિસ્થિતિવશાતું ગુજરાતમાં પશુધનનો તો તદ્દન નાશ જ થઈ ગયો છે. ઠેરઠેર માણસોનાં ટોળે ટોળાં અનાજની બૂમ મારતાં રખડી રઝળી રહ્યાં છે. ચારે કોર ભયંકર ભૂખમરો વ્યાપી રહ્યો છે. . બજારોના એકબીજાના વ્યવહારો તૂટી પડ્યા છે. ભલભલી આસામી મોળી પડી રહી છે. હા! છેલ્લા કેટલાક વખતથી હું પણ એ જ વિચાર કરી રહ્યો છું કે આજે અમદાવાદ શહેરની સ્થિતિ પણ ભયંકર છે. ચારે બાજુ ક્યાં ક્યાં મદદ અને ઇન્સાનીયતથી ઇન્સાફ આપવો, એ જ સમજાતું નથી. આપ નામદાર : આવા કટોકટીના પ્રસંગે જો રાજ્યનો ખજાનો અને અનાજના ભંડારો ખૂલ્લા મૂકીને લોકોને નહીં જીવાડો તો ભારે કલંક લાગશે. [સ્વગત] ઠીક યાદ આવ્યું. મગરૂર ચાંપસી મહેતો, અને મૂર્ખ બંબ બારોટ પર વેર / લેવાનો આ પ્રસંગ બહુ જ કિંમતી છે. (પ્રગટ) નામદાર બાદશાહ સલામત, ઘણા જ વિચારોને અંતે હું એક નિર્ણય પર આવ્યો છું અને તે એ જ કે , આપણે આવતીકાલે ચાંપાનેર જઈ બંબ બારોટ તેમજ ત્યાંના વાણિયા મહાજનને ભેગું કરી બોલાવીને આ બાબતસર... બરાબર છે બરાબર, ત્યાં ગયા પછી સર્વ કંઇ થઈ રહેશે. ત્યારે આવતી કાલે, આપણે જવા માટે હું સર્વ તૈયારી કરાવરાવું છું. હું રજા લઈશ. ખુદા હાફીજ (બેઉનું જવું) (પ્રવેશ-૪) સ્થળ-ચાંપાનેરમાં દરબાર. : [મં. બેગડો. સા. ખાન, અમીરો, ગૃહસ્થો... વગેરે વગેરે બેઠેલા છે એક તરફ મહાજન, તથા બંબ બારોટ પણ બેઠેલો છે. તે ડ ડ = [ ૯૦ ] ક ડકડી = = = ડ ડ ડ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy