SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ સોભાગ :-- મારું વહાલું? એક ટંક હોય તો સમજ્યા પણ આ તો આખા એક વરસના / દુષ્કાળનો કાળ, એને કઈ રીતે પહોંચાય? બારોટ :– નગરશેઠ, ચાંપસી મહેતા! તમે કેમ ચૂપ છો? વાં. મહેતા – બારોટ! શું કહું? તમારી સ્વાભાવિક વાતનું આટલી હદ સુધીનું ગંભીર પરિણામ આવશે એની મને તો કલ્પના જ ન હતી. બારોટ :– (ગદ-ગદ કંઠે)..બુદ્ધિમાન! વિવેકની મૂર્તિ મહેતા? પ્રાતઃસ્મરણીય મહારાજ | યુધિષ્ઠિર નહોતા જાણતા કે, કેવળ વિનોદને ખાતર રમતા જુગારનું પરિણામ '': ભયાનક આવશે, શૌર્ય સાહસ અને પતિવ્રતાની જ્યોતિદેવી કિકેયી’ નહોતી જાણતી કે શ્રીરામનો વનવાસ પોતાના જ વૈધવ્યનું મુખ્ય કારણ બની સમસ્ત લંકાપુરીનો વિનાશ નોંતરશે, નથી રહેતી સમયપર, બુદ્ધિમાનની બુદ્ધિ, બગડતી જાય છે, ગુણધામની ને જ્ઞાનીની બુદ્ધિ, ક્યાંઈ મૃગ સુવર્ણના, પેદા થતા જગમાં નથી. માઠા સમયે બગાડી, સીતાજીની બુદ્ધિ, (રડી પડે છે) પુરુષોત્તમ શ્રીરામ, અને મહાસતી ભગવતી સીતાજીનો એ સમય એક દષ્ટાંત તરીકે છે, ટીકા અગર આક્ષેપ નથી.-લેખક]. ચાં. મહેતા – બારોટ..ધીરજ રાખો! (૨) બારોટ – શેઠ, હું નથી સમજી શકતો કે આમાં કુદરતની શું રમત છે? જો મને નહીં બચાવો. અગર મારાં વાક્યો સત્ય નહીં કરી બતાવો તો સમસ્ત વણિક કોમની છે આબરૂ પર પાણી ફરી વળશે, મારી ફજેતી થશે, વાણિયાઓની “શાહ” અટક / બાદશાહ હંમેશને માટે છીનવી લેશે, ને મને મારશે. પાનાચંદ – અલ્યા ભાટ? બોલકણો તો ભારે, તને બોલતાં ભાન નહીં રહ્યું અને હવે ગભરાય છે? ચાં. મહેતા – પણ હવે શું થાય? આ તો નાક અને શાખની વાત આવી. મહેતા – ત્યારે કરો આ બાબત પર વિચાર કે હવે કયા રસ્તે જવું અને શું કરવું? (ચાંપસી મહેતા...વિચાર કરી....) ચાં. મહેતા – ઠીક છે, ત્યારે મહાજનો, લખો મારા તરફથી (૩૧) એકત્રીસ દિવસ. સમસ્ત ગુજરાતને ખોરાકી હું આપીશ. હવે કરો ટીપ તૈયાર અને દરેક મહાજન શ્રાવક પોતપોતાની પવિત્ર ફરજ સમજી યથાયોગ્ય મદદ કરશે એવી હું આશા રાખું છું.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy