SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ $> <> <>><+> બીજાના સાંભળેલા સંખ્યાબંધ સફળ અનુભવો એટલા બધા વિશાળ સંખ્યામાં છે કે જેની નોંધ લેવાનો કે પ્રસિદ્ધિ આપવાનો આજે મને સમય નથી, પરંતુ શકય હશે તો ભાવિમાં માતાજીની સ્વતંત્ર પુસ્તિકા તૈયાર કરવા ભાવના છે, પણ હવે સમયનો અભાવ, શારીરિક પ્રતિકૂળતા કેટલો સાથ આપશે તે જ્ઞાની જાણે! મહારાષ્ટ્રમાં મુંબઈ-વાલકેશ્વર જૈનશાસનની રખેવાળી માતાજીનું ધામ સારૂં બન્યું છે, તેમ ગુજરાતમાં હજુ ધામ ઊભું થઈ શક્યું નથી. વાલકેશ્વરના પદ્માવતીજીની સ્ટાઈલની મૂર્તિમાં બંને છેડે થોડો સુધારોવધારો કરીને પૂના પાસે લોનાવાલામાં વલવન ગામમાં શ્રી પદ્માવતીજીનું નવું શિલ્પ કંડારવામાં આવ્યું છે. જૈનસંઘમાં માતાજીના વરસી રહેલા પ્રભાવના કારણે અનેક સ્થળે પદ્માવતીજીની મૂર્તિ બિરાજમાન થઇ અને થતી રહી છે. દહેરાસરમાં મૂલનાયક ભગવાન ગમે તે હોય પણ સંધને એમ થાય કે પદ્માવતી મા જોઇએ-જોઇએ જ. જૈનસંઘમાં (પ્રાયઃ) પહેલીજવાર લક્ષ્મીજીની થએલી સ્થાપના અને તેના અનુકરણની ચાલેલી હારમાળા : આ પ્રસંગે એક વિશિષ્ટ વાતનો ઉલ્લેખ જણાવું તો અનુચિત નહીં લાગે. તે એ કે વાલકેશ્વરમાં પદ્માવતીજીની સાથે સાથે અનિવાર્ય સંયોગોના લીધે તેમની બંને બાજુએ સરસ્વતીજી અને લક્ષ્મીજીની સ્થાપના કરવામાં આવી છે. જૈનસંઘમાં જૈનમંદિરોમાં સરસ્વતીની સ્થાપના કરવાની થોડી પ્રથા તો જોવા મળે છે પરંતુ જૈનસંઘમાં ૨૫૦૦ વર્ષના ઇતિહાસમાં લક્ષ્મીજીની સ્થાપના આજ સુધી કોઇએ કરી હોય તેવું જાણ્યું નથી. અનિવાર્ય સંયોગોમાં મારા દ્વારા જૈનશાસ્ત્ર સંમત મહાલક્ષ્મીજીની સ્થાપના પહેલીજવાર થવા પામી. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં વાલકેશ્વરમાં સ્થાપના થયા બાદ મારા દ્વારા કોઇપણ થયેલી શિલ્પ-સ્થાપના વગેરે પ્રત્યે લોકોને મન એવી જોરદાર અને ઊંડી શ્રદ્ધા કે તેનું અનુકરણ કર્યા વિના રહે નહિ, તેથી મુંબઇના બીજા મંદિરોમાં અને ગુજરાતમાં ઘણે સ્થળે આ ત્રણે મૂર્તિઓની સ્થાપના થવા પામી છે. શાસનદેવની મારા ઉપર એટલી બધી કૃપા અને જૈનસંઘની મારા પ્રત્યે કોણ જાણે એક એવી સચોટ શ્રદ્ધા અને । શુભભાવના । પ્રવર્તે છે કે મારા હસ્તક જે કંઇ પાષાણશિલ્પો, ધાતુશિલ્પો કે ચિત્રો વગેરે જે કંઇ સામગ્રી તૈયાર થાય એ સંપૂર્ણ શાસ્ત્રોક્ત, જરૂરી અને અમલ કરવા લાયક જ હોય તેથી તેનું અનુકરણ અન્ય ફિરકાના સાધુઓએ, સંઘોએ, વ્યક્તિગત રીતે અનેક વ્યક્તિઓએ વિશાળ પ્રમાણમાં કર્યું. દેશમાં જે હજારો મૂર્તિઓ માતાજીની બિરાજમાન થઇ ગઇ તે બધીએ (પ્રાયઃ) વાલકેશ્વર ટાઇપની જ બિરાજમાન થઇ. જે રૂપ માતાજીને મનગમતું હોય, તે જ જાતની મૂર્તિ બનાવરાવી હોય એટલે તે કોને ન ગમે? આ એક અસાધારણ કહી શકાય તેવી આશ્ચર્યજનક બાબત છે વાચકોના પ્રશ્નો પાલીતાણા-સાહિત્યમંદિરમાં ચમત્કાર થયા પછી રૂબરૂ અને પત્રો દ્વારા ઘણા પ્રશ્નો પુછા રહ્યા છે, એમાં -- - [ ૭૫૦ ! > v>
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy