SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ ★ * કેટલાકે પદ્માવતીજી માતાનો પરિચય માંગ્યો. દેવ તો અનિમેષ નયનવાળાં હોય છે તો પછી આંખનું હલનચલન કેમ સંભવી શકે? માતાજીના પૂજનો ખૂબ ભણાવાય છે તો પૂજનનો વિધિ કે પ્રથા નવી છે કે જૂની? આજે માતાજીના હજારો ઉપાસકોમાં પદસ્થ મુનિરાજો તથા સેંકડો સાધુ-સાધ્વીજીઓ પણ છે, છતાં આવા અજોડ ચમત્કાર માત્ર આપની પાસે જ માએ કેમ બતાવ્યો? અને વરસોના ઇતિહાસમાં ન બન્યો હોય તેવો ચમત્કાર અઢી અઢી કલાક સુધી ચાલ્યો તો તેનાં કારણો જણાવી શકશો ખરા? * કેટલાક આચાર્યો, મુનિરાજો માતાજીના પૂજન સામે વિરોધભાવ રાખે છે તો તેનું શું કારણ? અહીં ઉપરની બીજી-ત્રીજી બે જ બાબતનો ખુલાસો કરું કે દેવોનાં શરીર બે પ્રકારનાં હોય છે. (૧) (વધારણીય વૈક્રિયશરીર એટલે મૂલશરીર અને (૨) વૈક્રિય. જે ભવધારણીયમાંથી બીજું બનાવે તે ઉત્તરવૈક્રિયથી ઓળખાય છે. અનિમેષનેત્રનો નિયમ ભવધારણીય શરીર માટે છે, ઉત્તરવક્રિય. શરીર માટે નહીં, એટલે મટકાના ચમત્કારને કશો બાધ નથી. પૂજનના વિરોધની બાબતમાં કશું જ તથ્ય નથી. ઉલટું વિરોધ કરીને પોતાનું અજ્ઞાન છતું કરે છે. પદ્માવતીજીનું પૂજન સો વરસ પહેલાં ભણાવાતું હતું. અનેક કારણોવશ વચ્ચે વચ્ચે પુજન ભણાવવાનો યોગ ન બને તે પ્રવૃત્તિ બાવા ન મળે. પરંતુ એના પુજાની હસ્તલિખિત પ્રત અનેક જ્ઞાનભંડારામાં કાં પહેલાં તો જે ગરમાં કાર્યાલક્ષી ઊભા થયેલા સંજોગોએ ચાંપૂન ફરી પાછું ચાલું કરાવ્યું. ડો. સી. રાલુ થઇ જાય. આ કાળમાં ઉ બાકી પૂજન નવું નથી પણ પુરાણું છે. ઘણા ભંડારોમાં સેંકડો વરસ જૂની પૂજનવિધિની પ્રતો છે. 43 જાતજાતનાં માધ્યમો ઉપર ૨૦ લાખથી વધુ સંખ્યામાં પ્રચાર પામેલી માતાજીની આકૃતિઓ પદ્માવતીજીની નાની–મોટી સાઇઝની ધાતુની જાતજાતની મૂર્તિઓ, હાથીદાંતની, ચંદનની તથા જુદાં જુદાં માધ્યમો ઉપર ૨૫ વર્ષમાં જે મૂર્તિઓ અનેક ઘરોમાં પહોંચી ગઇ તેની સંખ્યા અંદાજે બે લાખથી ઓછી નહીં હોય. એલ્યુમિનિયમ ઉપર, કાગળ ઉપર પ્રિન્ટીંગ, પેપરકટીંગ, ઘાસ વગેરે દ્વારા બનેલાં કલર ચિત્રો, બુકલેટ પંચાંગમાં વરસોથી છપાતા ફોટા વગેરેની સંખ્યા ૧૫ લાખથી વધુ થવા જાય છે. ઓફસેટમાં મોટી પ્રિન્ટો લગભગ ૧૫ લાખ થઇ હશે. પ્રગટપ્રભાવી મા માટે આટલી મોટી પ્રસિદ્ધિનો ન કલ્પી શકાય તેવો ઇતિહાસ જૈનસંઘમાં દેશ-પરદેશમાં સર્જાઇ ગયો છે. મા પદ્માવતીજી ૨૧મી સદીમાં ગોખલામાંથી સ્વતંત્ર મંદિર–દેરીઓમાં બિરાજતા થઈ ગયા પ્રાચીનકાળમાં પદ્માવતીની શિલ્પમૂર્તિઓ ભરાવવાની પ્રથા કેવી હતી તે અંગે કંઇ નોંધ લેવાય --> * [ ૭૫૧]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy