SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ આ મૂર્તિ મારા હસ્તક તૈયાર થઈ અને પૂજ્ય ગુરુદેવો સહ અમોએ પ્રતિષ્ઠા કરાવી. વાલકેશ્વરમાં 4 બિરાજમાન થયા પછી મુંબઈમાં કેટલાંક આકર્ષક પ્રભાવશાળી નિમિત્તો ઊભાં થયાં, એના કારણે છે માતાજીના ઉપાસક અનેક સાધુઓ, સાધ્વીજીઓ અને ભક્તોને માતાજીના અનેક અનુભવો થતા ? રહ્યા છે, જેના કારણે ૨૫ વર્ષની અંદર જયપુરના મૂર્તિ ઘડનારા કલાકારોએ આપેલી માહિતી $ મુજબ આખા દેશમાં નાની-મોટી થઈને હજારેક મૂર્તિઓ પદ્માવતીજીની બિરાજમાન થઈ ગઈ છે. જે આ આરસની મૂર્તિઓ પાંચ ઈંચથી લઈને ૨૧ ઈચ સુધીની બનેલી છે અને ૪૧ તથા ૫૧ ઈચની ૧૦ મોટી મર્તિઓ લગભગ બે ડઝનથી વધારે બિરાજમાન થઈ છે. પથ્વી પાણીનો સંગમ થાય ત્યાં બિરાજમાન થવાની મા ભગવતીજીની ઈચ્છા હતી, તે સ્થળ વાલકેશ્વરમાં મળી ગયું. મૂર્તિનો આકાર છે પણ તેમને મનગમતો હતો તે રીતે કરાવ્યો છે, જેથી મા ભગવતીજી ખૂબ રાજીપો અનુભવે છે. છેલ્લાં ૨૫ વર્ષમાં વાલકેશ્વર ટાઈપની મૂર્તિઓ આ દેશની ચારે દિશામાં લગભગ બેસી ગઈ. ' જેમાં મદ્રાસ, કલકત્તા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે પ્રદેશો ગણાવી શકાય. દેશના પ્રાંતોની # દૃષ્ટિએ જોઈએ તો દિલ્હી, પંજાબ, બંગાલ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, આંધ્ર, મધ્યપ્રદેશ વગેરે ગણાવી શકાય. (ઓરિસ્સાની ખબર નથી.) પરદેશમાં નજર નાંખીએ છે તો અમેરિકામાં સિદ્ધાચલમાં, યુરોપમાં, લંડનના લેસ્ટરમાં તથા સાંભળવા પ્રમાણે આફ્રિકા અને જાપાનમાં પણ હશે. મા ભગવતીજી સાથેના મારા અંગત અનુભવો, પરચાઓ, કેટલીક રહસ્યમય બાબતો તેમજ વાલકેશ્વરમાં મલબાર હિલ એ જબરજસ્ત પૃથ્વીતત્ત્વ અને જોડાજોડ સમુદ્ર એ અપાર જલતત્ત્વ અને બંનેના સંગમ સ્થાને થયેલી શક્તિની સ્થાપના ખૂબ પ્રભાવિત બને છે. જાણીતા જૈનધર્મના અનોખા પ્રભાવક, વિદ્વાન પ્રવકતા, મારા ધર્મસ્નેહી આચાર્યશ્રી સુશીલકુમારજીને અમેરિકામાં જૈનધર્મના પ્રચાર માટે પાયો નાંખવો હતો. એ માટે મારો અભિપ્રાય અને વિચારો જાણવા તેઓ મને પાલીતાણા બે-ત્રણ વખત મળી ગયેલ. જેનધર્મના પ્રચાર કેન્દ્ર માટે સિદ્ધાચલમ્ જેવું સ્થાન ઊભું કરવું હતું. ત્યારે મેં એમને એક સલાહ ભાર દઈને આપી હતી કે આપ લોકોને જૈનધર્મી બનાવશો ખરા પણ તે પછી એ લોકોને આત્મિક-આધ્યાત્મિક સંતોષ માટે શું કરશો? ત્યારે તેમને કહ્યું કે આપ સૂચવો. ત્યારે મેં કીધું કે આપે જિનમંદિર ઊભું કરવું જ પડશે. તૈયાર થયેલા આપના ભક્તો-શિષ્યોને ખીલે બાંધવા છે હશે તો દેરાસર વિના નહીં ચાલે. હજારો લોકોને આકર્ષવા માટે પણ તે કરવું પડશે. મારી વાત તેમના ! મનમાં વસી ગઈ અને તેમને કહ્યું કે બીજી વખત આવીશ ત્યારે વિશેષ વાત કરીશ. બીજી વાર આવ્યા ત્યારે જિનમંદિર બાંધવાના નિર્ણયની વાત કરી અને એ માટે મારો સહકાર પણ માંગ્યો. તે વખતે મેં કહ્યું કે ભાવિની મહાન યોજના પાર પડે એ માટે આપ ભગવાન શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી પદ્માવતીજીની મૂર્તિ ત્યાં પધરાવજો. એ વાત તેમને તરત જ ગમી ગઈ. એ વખતે મારી પાસે નવીન શૈલીમાં કરાવેલા ભગવાન શ્રી પાર્શ્વનાથ તથા મારી પસંદગીના બનાવેલા પદ્માવતીજીની ધાતુની મૂર્તિ હતી તે આચાર્યશ્રી લઈ ગયા અને સિદ્ધાચલમમાં પ્રારંભમાં નાનું મંદિર બંધાવ્યું ત્યાં બિરાજમાન કર્યા. ત્યારપછી સિદ્ધાચલના સર્જન કાર્ય વગેરેમાં ઘણી અનુકૂળતા થવા લાગી. અહી એક અંગત વાતનો બહુ જ ટૂંકો નિર્દેશ કરું કે મંત્ર, તંત્ર અને શક્તિનાં (દેવીઓનાં) કેટલાંક તેજસ્વી રહસ્યો પ્રભાવ જાહેર માટે ગોપનીય હોય છે, જે પ્રગટ કરવાનાં હોતાં નથી કેમકે સાધક અને શક્તિ વચ્ચે રહેલા દેશકાલાનુલક્ષી કેટલાંક નિયંત્રણો સાધકના અને સહુના હિતમાં સ્વીકારવા જ પડે છે. તે રીતે છે પ્રભાવ પ્રદર્શન માટે પણ કેટલાક આદેશોનો અમલ કરવો અનિવાર્ય હોય છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy