SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ હું માટે પૂ. પં. શ્રી વીરવિજયજી મહારાજે ભગવતી શ્રી પદ્માવતીજીની સાધના ખાસ કરી હતી અને હું ? એમની કૃપાથી જ શ્રેષ્ઠ રચના કરી શક્યા. તે વાતનો તેમને ચોસઠપ્રકારી પૂજા પછીના આપેલ કળશ કાવ્યમાં ઉલ્લેખ કર્યો છે. પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં સર્જાયેલો અભૂતપૂર્વ ચમત્કાર : પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં વિ. સં. ૨૦૪૮માં ફાગણ સુદિ બારસે ધર્મવિહારના ચોકમાં શું બિરાજમાન શ્રી પદ્માવતીજી જેમની પ્રતિષ્ઠા થયે માત્ર પાંચેક વર્ષ થયાં છે તે ભગવતીજીએ રાતના ૐ નવ વાગે સેંકડો નહિ પણ હજારો યાત્રિકો દહેરાસરમાં ભવ્ય આંગીના દર્શનાર્થે આવી રહ્યા હતા છે ત્યારે માતાજીએ એકાએક ‘આંખ બંધ-ઉઘાડ' કરવાનો પ્રારંભ કર્યો, જે ચમત્કાર લગભગ રાતના ( ૧૧૫ સુધી એટલે કે રાા કલાક સુધી ચાલ્યો હતો. ઓછામાં ઓછા દશેક હજાર માણસો પોતાની નરી આંખે આ ચમત્કાર જોઈને ભારે આનંદમાં આવી ગયા હતા. પ્રજાનો-યાત્રિકોનો ખુશીપાનો 4કોઈ પાર ન હતો. આ ચમત્કાર સાહિત્યમંદિરમાં કરવાનું કારણ મારી ઉપસ્થિતિ જ હતી. કોઈપણ ચમત્કાર પ્રાયઃ અડધા કલાકથી વધુ ભાગ્યેજ ચાલે છે પણ અહીં અઢી-અઢી કલાક સુધી આ ચમત્કાર ચાલ્યો એમાં કેટલાંક કારણો હતાં. આવો ચમત્કાર જૈનસંઘમાં અમારી સમજણ મુજબ ક્યારેય પણ થયો હોય તેવું જાણવા મળ્યું નથી. જૈનેતરના મંદિરોમાં પણ કોઈ દેવીએ આવો ચમત્કાર સજર્યો હોય તેવું પણ જાણ્યું નથી. આ એક અભૂતપૂર્વ અને અજોડ ઘટના હતી. આવો અણધાર્યો જબરજસ્ત ચમત્કાર એકાએક સર્જી સહુને આશ્ચર્યના સાગરમાં ડુબાડનાર માતાજીના ચમત્કારના વાર્ષિક દિને માતાજી પ્રત્યે ભક્તિભાવ દાખવી પૂજન આદિ કરવું જોઈએ. જેથી છે સવારે ૧૦થી ૧૨ વાગ્યા સુધી સંક્ષિપ્ત પૂજન, ગુણગાન, ગીતો અને ભક્તિનો પોગ્રામ રાખ્યો હતો. બીજીવાર બીજા જ વર્ષે પાછો બતાવેલો ચમત્કાર : કારણ ગમે તે હશે પણ બીજા વર્ષે એટલે સં. ૨૦૪૯માં ફાગણ સુદિ બારસના દિવસે . રાતના ફરી પાછો ૧૦થી ૧રા સુધી આંખ બંધ-ઉઘાડનો મિત્કાર સજર્યો. જાણીને હું સ્તબ્ધ બની ગયો. માતાજી આટલી બધી કૃપાવર્ષા શા માટે કરી રહ્યા છે અને તેની પાછળના સંકેતો . છે શું છે તે વિચારતાં એવું સમજાયું છે કે, મા પ્રજાને કહેવા માગે છે, ચેતવવા માગે છે કે આ ૐ કાળમાં વ્યક્તિમાં, સમષ્ટિમાં અનેક તકલીફો, કષ્ટો, ચિંતાઓ, વ્યથાઓ અને પ્રશ્નો એટલા બધા . ઉપસ્થિત થઈ ગયા છે કે જેથી માણસ ત્રાહિમામ્ પોકારે છે. તેવી પરિસ્થિતિમાં ભગવાન શ્રી ? પાર્શ્વનાથની થોડી સાધના-ઉપાસના, સાથે સાથે મારો જાપ વગેરે કરશો તો તમારા પુણ્ય પ્રમાણે તમને યથાશક્તિ સહાયક બનીશ. મુંબઈ–વાલકેશ્વર પદ્માવતીજીનું પ્રધાન સ્થાન : વિ. સં. ૨૦૦૭માં મુંબઈ-વાલકેશ્વરમાં માતાજીની અલૌકિક મૂર્તિની પ્રતિષ્ઠા થયા બાદ છે હજારો લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેઓ હજારો લોકોનું શ્રદ્ધાનું સ્થાન બની ગયા. હું - 320-- ~-~~-૩૪%e+૯૩૬ [ ૭૪૮] ®--- --૩- e-૨ -
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy