SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ રજૂ થતાં પત્રો અંગે નોધ- જૈન સાધુનો સહજ સ્વભાવ છે કે, કાગળ ઉપર તિથિ લખે તો વાર ન હોય અને સાલ તો ભાગ્યેજ લખે જેથી પત્રો કઈ સાલના છે તે જાણી શકાય નહિ. સાલવાર ક્રમ ગોઠવવો હોય તે પણ ગોઠવી શકાય નહિ. આ પત્રો માટે પણ એ જ સ્થિતિ છે. શિક્ષણસંઘની પત્રિકા દ્વારા જેમની પાસે જાહેરમાં પ્રગટ કરવા યોગ્ય, કોઈ પ્રેરણાત્મક કે , ભાવાત્મક પત્રો હોય તો મોકલી આપવા અમોએ ટહેલ નાંખી, પણ ટહેલનો પ્રતિસાદ ન મલ્યો, . પછી અમોએ તેઓશ્રીના પ્રધાન શિષ્યરત્ન પૂ. આ. શ્રી યશોદેવસૂરિજીને ભાર દઈને વિનંતી કરી કે સ્વર્ગસ્થ દાદાગુરુ સાથેના તથા યુગદિવાકર સાથેના અથવા આપની સાથેનો પત્ર વ્યવહાર મેળવી 6 શકાય તો ગ્રન્થની મહત્તામાં વધારો થશે. આપના ગુરુદેવના સંગ્રહમાં જો હોય તો આપ થોડો , પરિશ્રમ લઈ તપાસ કરશો તો કદાચ પત્રો મળી આવે. અમારી હાર્દિક વિનંતીથી તેઓશ્રીને પોતાની , પાસેથી, મુંબઈ, વડોદરા, પાલીતાણા વગેરે સ્થળના જ્ઞાનમંદિરમાં તપાસ કરાવતાં થોડાં પત્રો મલી હૈ આવ્યાં. પૂજયશ્રીની પણ કલ્પના ન હતી કે આટલા બધાં પત્રો મળી આવશે. પણ સદભાગ્ય [s બહુમૂલ્ય પત્રો મલ્યાં. આ બધાં જ પત્રો પૂ. યુગદિવાકર ગુરુદેવશ્રીએ શિષ્ય ઉપર સ્વહસ્તે જ છે લખેલાં મળી આવ્યાં. આ પત્રો ગુરુ શિષ્ય વચ્ચે કેવો અતૂટ આત્મીય સંબંધ હતો. શરણાગતિ અને સમર્પણ ભાવથી એક શિષ્ય, ગુરુદેવનાં હૃદય, મન અને બુદ્ધિ ઉપર યાવત્ તેઓશ્રીના સમગ્ર જીવનમાં થી કેવા છવાઈ ગયા તેમજ શિષ્ય ઉપર ગુરુદેવના વાત્સલ્યનો ઝરો કેવો અખલિત વર્ષા કરી રહ્યો {S હતો? કેવો અભેદ ભાવ વર્તતો હશે, તેનું વિરલ આહલાદક અને મધુર દર્શન જોવા મળશે. શાસ્ત્રીય કે તાત્ત્વિક વિવેચન કે ચર્ચા વિચારણાને જણાવતા પત્રો કોઈ મલ્યા નથી. પત્રની આગળ મૂકેલી પત્ર અંગે સ્પર્શતી નોંધો-અવતરણ કે સમીક્ષા અંગે થોડી વાત પૂ.આ.શ્રી વિજય મોહનસૂરિજીના સંઘાડાના પૂ. આ. શ્રી ધર્મસૂરિજી મહારાજે, એમાંય વિશેષ . કરીને યશોવિજયજી મહારાજે ઝઝુવે રૂપે કેવા કેવા ભાગો ભજવ્યા અને સંઘાડા સાથે ઓતપ્રોત “ મુનિજીએ મુંબઈ ચેમ્બરના ઉપાશ્રય ખાતે મૂકી રાખેલ એક ટૂંકમાં ચિત્રકલા, ફોટોગ્રાફર, કિંમતી હસ્તલિખિત છે પ્રતિઓ, ડાયરીઓ, નિર્વાણ મહોત્સવ નિમિત્તે ભારત સરકારના વિવિધ ખાતાઓ જોડે થએલા પત્ર વહેવારની ફાઈલો. રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, શિક્ષણમંત્રીના પત્રો, ચારેય ફિરકાના આગેવાનોના પત્રો તથા બીજા પત્રોની ! ફાઈલો પણ હતી. શિલ્પ સ્થાપત્યની કિંમતી નેગેટીવ પ્રિન્ટો બધું હતું. ટૂંકમાં સંગ્રહને નષ્ટ કરી નાંખવાની દુર્બુદ્ધિથી કોઈએ એમાં જાણીને પાણી ભરાવી દીધું. મહિનાઓ સુધી તે પાણી તેમાં રહ્યું, એટલે બહુમૂલ્ય કિંમતી સંગ્રહ સડી ગયો, નષ્ટ થઈ ગયો. પૂજ્યશ્રીને જાણીને પારાવાર દુઃખ થયું કયા મહાનુભાવને આવી દુબુદ્ધિ સૂઝી હશે! પણ જો તે સંગ્રહ સલામત રહ્યો હોત તો તેમાંથી પણ પૂજયશ્રીનાં થોડાં પત્રો મલી આવત! (.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy