SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ Z SSSSSSSSSSSSSSSS - T અને અભેદ આત્મીયતા હતી, એટલે જ મુનિજી ઉપર અટલ શ્રદ્ધા એવી કે છેલ્લો આખરી અભિપ્રાય એમનો લેવાનો અને જે આપે તે અમલમાં મૂકવાનો. સાચી વાત એ હતી કે પૂર્વજન્મની કોઈ લેણ-દેણ, અનેરો સમર્પણભાવ, તદ્દન નિઃસ્વાર્થ, નિખાલસ, નિરપેક્ષ ભાવની ભક્તિ, પોતાના અંગતસ્વાર્થ કે હિત સાધવાનો કે ગુરુથી વધારે માન-પાન મેળવવાની ભાવનાથી સદાએ દૂર રહીને, સંઘાડા અને વડીલોને નજર સામે રાખીને સાધક-બાધક, હિતાહિતનો વ્યાપક રીતે શીઘ્ર વિચાર કરી, શીઘ્ર નિર્ણય આપવાની કોઠાસૂઝ શક્તિ. આ બધી બાબતોના કારણે દરેક કાર્યો (પ્રાયઃ) સફળતાને વરતાં હતાં. ત્રણેય ગુરુદેવો જીવનપર્યન્ત મુનિજીને શિષ્ય છતાં વડીલ ભાવે જોતા. ભારોભાર આદરમાન, વાત્સલ્યભાવ જાળવતા અને પ. પૂ. આ. શ્રી વિજયમોહનસૂરિજીના કાળધર્મ પછી તો મુનિજીના બંને ગુરુદેવોએ મુનિજીને હતા એથી વધુ કેન્દ્રીય બનાવી દીધા હતા. * બંને ગુરુદેવો જાહેર પ્રશ્ન, જાહેર બાબત કે સામાજિક પ્રશ્ન ઉપર અથવા પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ, પૂ. સાગરજી મહારાજશ્રી વગેરે મહાન આચાર્યો કે સાધુઓ ઉપરના, સમુદાયની વ્યવસ્થાને લગતા લખાતા પત્રો અથવા પોતે લેખો લખ્યા હોય તો તે, પ્રાયઃ તરત જ યશોવિજયજીના હાથમાં ચેક કરવા આપવામાં આવતા, તેમની નજર તળે કાઢ્યા પછી જ પોસ્ટમાં રવાના થતા. વરસો સુધી આ પ્રથા રહી. એમાં ગુરુ છતાં કશી નાનપ ન સમજતા. હ્રદય એક હોય ત્યાં જ આ અનુભવાય! અરે! પોતાના બંને ગુરુદેવો ગમે તેવું કોઈ કામ કરવા માગતા હોય તો પણ મુનિજીને જાણ કર્યા સિવાય કરવાનું રાખ્યું જ ન હતું, એટલે પ્રથમ મુનિજીને જાણ કરે અને જો તે કામ યોગ્ય ન લાગતું હોય અને મુનિજી વિનયપૂર્વક ‘કરવું ઠીક નહીં લાગે' એટલું જ કહે એટલે આનંદથી (પ્રાયઃ વિશેષ સવાલો ઉઠાવ્યા વિના) બંધ કરી દે. ક્યારેક ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય કરે, બબ્બે વખત તો ઉપધાન વગેરે જેવાં નક્કી થઈ ગએલાં મહાન કાર્યો લાભાલાભને ખાતર મુનિજીએ ના પાડી એટલે બંધ રાખ્યાં હતાં. આવી તો ઘણી ઘણી ઘટનાઓ–પ્રસંગોનો ઉલ્લેખ કરી શકાય. અહીં આપેલા પત્રો અમારી ઉપરોક્ત વાતની બરાબર ખાત્રી કરાવશે. આમ તો આ બાબતનો સાક્ષી સમગ્ર સંઘાડો અને સમગ્ર જૈન સમાજ છે. મુનિજી કહે છે કે પત્રો છાપવા એ પણ જરૂરી હોય છે એવા ખ્યાલો જૂના વખતમાં હતા નહિ, એટલે ડઝનબંધ પત્રો ફાડી નાંખ્યાં અને રાજકીય સંપર્ક સાથેનાં પત્રો તથા પૂજ્યશ્રી સાથેનાં પત્રો કોઈ ભાગ્યશાળી જીવે મુંબઈમાં ટૂંકમાં જાણી જોઈને પાણી નાંખી સડાવી દીધા. નહીંતર તેઓશ્રીના ધર્મ-પ્રેમ સંબંધોને વધુ જાણી શકાત. અહીં પ્રગટ થતાં પત્રો આડા-અવળાં મૂકેલાં હતાં, પણ તપાસ કરતાં પૂજ્યશ્રીના વિચારો-ભાવનાઓ, હ્રદયની મહાનતા વગેરેને વ્યકત કરતાં થોડાં મળી આવ્યાં, સાપેક્ષ ભાવે કહીએ તો આ પત્રો ખરેખર સંઘની, સમાજની કે સંઘાડાની મિલકત જેવા છે. આપણે એ પત્રોને જોઇએ. - - 5 | ૭૩૪] ====== $ $ ક - T ૯ '''
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy