SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ 小小小小小小小小小小小小小小小小 બની સંઘાડા ઉપર કેવા છવાઈ ગયા હતા? પોતાના સંઘાડાના યોગક્ષેમ માટે તથા તે વધુ તો ઉદાત્ત બને એ માટે, કેવા સજાગ પ્રહરી બની ઉપયોગી અને ઉદાત્ત વિચારો દર્શાવતા, કુશળ ( નિર્ણયો આપતા અને તેથી તેઓશ્રીના ત્રણેય ગુરુદેવોને મુનિજી તરફથી કેટલો બધો સંતોષ હતો તે, અને બીજું બધું ઘણું અહીં પ્રગટ થતાં પત્રો આગળ મૂકેલી નોંધો તમને જણાવશે. આ બધી નોંધો આત્મશ્લાઘા માટે મૂકવામાં નથી આવી પરંતુ ગુરુ-શિષ્ય વચ્ચેના આંતરિક ભાવો અને અન્ય પ્રસંગોની બીજાઓને સારી રીતે સરળતાથી જાણ થાય અને તેઓએ પણ છે પોતાના ગુરુઓ કે વડીલો સાથે કેવું અતિ નમ્રભાવે વિનય વિવેકપૂર્વક રહેવું જોઈએ, (S ગુરુઓના હદય જીતવા કેવું આત્મસમર્પણ કરવું જોઈએ તેનો બોધપાઠ કે પ્રેરણા મળે એ માટે ટૂંકમાં જ જરૂરી નોંધો આપવી પડી છે. આવી નોધો આપવી કે કેમ? એ બાબતમાં . અમો સહુ દ્વિધામાં હતા. કેમકે ખુદ પૂજ્ય મુનિજી જ દ્વિધામાં હોવાથી તેઓશ્રીનું અંતઃકરણ / નિર્ણય કરી શકતું ન હતું. પરંતુ બીજી બાજુ આવી અંગત, ઘરગથ્થુ, આંતરિક અને ઐતિહાસિક ઘટનાઓ ભાગ્યેજ બહાર આવતી હોય છે, ત્યારે આ બધી બાબતો કાળના ગર્ભમાં વિલીન થઈ જાય એના કરતાં તે જીવંત રહે, એ બહુ જ જરૂરી છે એવો વિચારશીલ, બુદ્ધિશાળી વ્યક્તિઓનો અભિપ્રાય મલ્યો. આ પત્રોનો લાભ સહુને મળવો જ જોઈએ, સાથે જણાવ્યું કે પત્રની સમજ મળે માટે ભૂમિકા બરાબર આપજો, એકલા પત્રો છાપવાથી ). વાચકોને વિશેષ કોઈ ખ્યાલ નહીં આવે અને પ્રગટ કરવાનો હેતુ સરશે નહિ. વાત તદ્દન 6 યોગ્ય અને સાચી હતી એટલે પછી ઠીક ઠીક રીતે લાંબી-ટૂંકી નોધો લખવી પડી. પત્રોમાં લખાએલી ઘટનાઓ સિવાયની પાર વિનાની ઘટનાઓ અને પ્રસંગો, મુનિજીના જીવનમાં કેટલાંએ બન્યા છે કે હશે એ તો તેઓશ્રીની જીવનકથા લખાય, કાં તેઓશ્રી સ્વયં આત્મકથા લખે, તો જ હૃદય, બુદ્ધિ, નીતિ, પ્રામાણિકતા, શાસ્ત્રીયતા, સમાજ અને સમુદાય, રાષ્ટ્ર, લોકકલ્યાણ વગેરેને સ્પર્શતી ઘણી ઘણી બાબતો જાણવા મલે, પણ એ બનશે કે નહિ, બનશે તો કયારે બનશે? એ બધું અધ્યાહાર હોઈ, અમોએ અમારી બુદ્ધિથી, ખૂબ તટસ્થ ભાવે, મર્યાદામાં રહીને જ સંયમ રાખીને લખાએલી નોંધો મૂકી છે. આ નોંધો પ્રધાનપણે શિષ્યની ગૌરવગાથા અને પારાયણ કરનારી છે એવું પણ કોકને લાગે, પણ એ લાગવું આજે સ્વાભાવિક છે. દરેક વાચકોના દૃષ્ટિબિન્દુ જુદા, વિચારો જુદા, એટલે આ નોધોનું લખાણ સહુને ગમશે જ એવું કેમ કહેવાય? વળી બીજી વાત એ પણ છે કે હંસ અને કાગના જન્મજાત રાહ જુદા જ હોય છે. એટલે એની ઉપેક્ષા જ હોય! પણ જેઓ આવા પત્રો એ જૈનસમાજની મૂડી છે, એક ઐતિહાસિક સંગ્રહ છે, સાધુ સંસ્થાના ગુરુ શિષ્ય એ એક પ્રતીકરૂપ હોવાથી તે દ્વારા સાધુ જીવનની આટલી બધી આંતરિક વિગતો એક સાથે ક્યાંથી જાણવા મલે? આવું સમજનારાઓ આ નોધો-પત્રોની રજૂઆતને જરૂર [. આવકારશે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy