SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘાડાના તથા અન્ય ગચ્છ કે સમુદાયના પૂજ્ય સાધ્વીજીઓએ હૃદયના ઊંડા ભાવભક્તિથી ભાવભીના જે સંદેશાઓ મોકલ્યા તે પણ અહીં છાપ્યા છે. આ માટે અમો સહુ ધન્યવાદ આપવા સાથે ગૌરવ અનુભવીએ છીએ. આ શ્રદ્ધાંજલિ અંકના ૩૨ ફર્મા શ્રી કાંતિભાઈના નિકટના પરિચિત કલ્યાણ માસિકના તંત્રીશ્રી ધર્માત્મા કીરચંદભાઇએ ખૂબ લાગણીથી છાપી આપ્યા છે. અલબત્ત આ અંકનું મુદ્રણ અને આયોજન લગભગ ચાલુ માસિકપત્રોના ઢબે રાખેલું હોવાથી વાચકોને મુદ્રણ વગેરે સંતોષજનક નહી લાગે. સૌથી વધુ ખટકતી વાત પ્રૂફરીડીંગમાં દાખવેલી અતિ નબળાઇ, એમ છતાં બીજી રીતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી ઘટે કે આ ગ્રન્થ એ અભિનંદન ગ્રંથ નથી પરંતુ શ્રદ્ધાંજલિ અંક છે, એ ખ્યાલમાં રાખીને મુદ્રણાદિકની ક્ષતિઓ ક્ષમ્ય ગણવી રહી. યદ્યપિ અતિવિષમ સંજોગોના લીધે આ ગ્રંથનું બાહ્ય સૌંદર્ય ઉપસાવી શકાયું નથી પણ એનું આંતિરક વિગતોનું આકર્ષણ ઘણું હોવાથી એ પૂરતો સંતોષ અને આનંદ માણવો રહ્યો! હવે ૩૨ ફર્માને અંતે આ અંકની સમાપ્તિ કરવી કે પૂજ્યપાદશ્રી યુગદિવાકરશ્રીના વિવિધ પ્રસંગો--ઘટનાઓ ઉમેરીને ગ્રંથનું કદ વધારવું ? અમને એમ થયું કે આ અંક સંસ્થા અભિનંદન ગ્રંથરૂપે નહીં પણ પૂજ્યપાદશ્રીનાં કાર્યો અને ઘટનાના સંગ્રહરૂપે બહાર પાડી રહી છે ત્યારે તેઓશ્રીના જીવનની બીજી ઘટનાઓ આપવા જેવી હોય તો આપી દેવી એ યોગ્ય છે, જેથી પૂજ્યપાદશ્રીજીના જીવન અને કાર્યોને લોકો વધુ સારી રીતે સમજી શકે. કેમકે પૂજ્યપાદશ્રીજીનું સુવિસ્તૃત સળંગ * જીવન લખાયું નથી એટલે પ્રગટ થયું નથી. આ સંજોગોમાં આ શ્રદ્ધાંજલિ અંકમાં પૂજ્યશ્રીજીના જીવન, કવન, પ્રભાવકપણાને તથા મહાનતાને સ્પર્શ કરતી યથાશક્તિ વિગતો, હેવાલો અને નોંધો આપવી એ ધ્યેય નક્કી કરી આ વિશેષાંકમાં ઓછી જરૂરી કે વધુ જરૂરી, નાની કે મોટી ઘણી ઘણી વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાંજલિ અંકનો પરિચય આ અંકમાં પ્રથમ ૧ થી ૧૭ પૃષ્ઠમાં વિવિધ વર્તમાનપત્રો અને પુસ્તકોમાં પ્રગટ થયેલા પૂજય ગુરુદેવના જીવનપ્રસંગો આપ્યા છે, અને આ અંક પાંચ વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યો છે. પહેલા વિભાગમાં ૧ થી ૧૩૬ પૃષ્ઠ છે. તેમાં પૂ. આચાર્ય મહારાજાઓએ, પૂ. મુનિરાજોએ, પૂ. સાધ્વીજી મહારાજોએ તથા અન્ય વ્યક્તિઓએ જે લેખો તથા ગીતો દ્વારા સ્વ. ગુરુદેવને ભાવભીની જે શ્રદ્ધાંજલિ આપી તે બધા લેખો અને ગીતો વગેરે સાહિત્ય સામગ્રી પ્રસ્તુત કરી છે. બીજો વિભાગ ૧૩૭ થી ૨૨૪ પૃષ્ઠ સુધીમાં આપ્યો છે. તેમાં મુંબઇમાં પૂજ્ય ગુરુદેવના કાળધર્મ બાદ જૈનાચાર્યો, જૈન સાધુઓ, સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ, જૈનસંઘો, ટ્રસ્ટો, વિવિધ સંસ્થાઓ વગેરે તરફથી જે જે શોક સંદેશાઓ આવ્યા હતા તે (અક્રમપણે) છાપ્યા છે. * પૂજ્યશ્રીનું જીવનચરિત્ર પ્રગટ થવાની તૈયારીમાં હોવા છતાં પ્રગટ થઇ ન શકયું તે અંગેની વિગત પ્રસ્તુત નિવેદનમાં અંતમાં આપી છે. *** [ ૬૯૩ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy