SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાભાવિક રીતે જ મુશ્કેલ બની જાય. વળી આજકાલની પ્રેસોની સર્જાએલી પારાવાર મુશ્કેલીઓના કારણે કાર્યો પૂર્ણ કરવાનું કામ મુશ્કેલ બની ગયું છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ જેવું કે તેવું, સારું કે નરસું, ગમતું કે અણગમતું પણ સહુના સદ્ભાગ્યે આ વિશેષાંકનું કાર્ય મોડું મોડું પણ સમાપ્તિને પામ્યું એનો મોટો સંતોષ માનવો રહ્યો! આજથી સાતેક વર્ષ ઉપર પૂજ્યપાદ યુગદિવાકર આચાર્યશ્રીજીના મુંબઇવાસી ગુણાનુરાગી અનન્ય ભક્તજન શ્રી કાંતિલાલ સુખલાલ જેઓ ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક છે. તેમને ભક્તિભાવથી વિચાર આવ્યો કે આવા મહાન શાસનપ્રભાવક અને જૈનસંઘનું શ્રેય-કલ્યાણ કરવામાં અપ્રતિમ ફાળો આપનારા જ્ઞાની ગુરુદેવનો શ્રદ્ધાંજલિ અંક કાઢવો જ જોઇએ, અને શિક્ષણસંઘની પત્રિકાના જ વિશેષાંકરૂપે તે બહાર પાડવો એવો વિચાર કર્યો, તે પછી પત્રિકાના પ્રધાન સંચાલક, વરસાથી પ્રાણ બનેલા, અઠંગ કાર્યકર્તા ધર્માત્મા શ્રી ચીમનભાઇ પાલીતાણાકરે પ્રસ્તુત વિચારને પ્રોત્સાહન આપ્યું અને અન્ય કાર્યકરોએ પણ સંમતિ આપી. તે પછી શિક્ષણ સમિતિ તરફથી સહકાર્યકરોની સંમતિ મેળવી એમને જુદા જુદા લેખકો, વાચકોને પૂજ્યપાદ યુગદિવાકરશ્રી પ્રત્યે શ્રદ્ધાંજલિના રૂપમાં લેખરૂપે કંઇકને કંઇક પ્રાસાદી મોકલી આપવા વિનંતી કરી. તે ઉપરાંત શિક્ષણસંઘની પત્રિકાના શ્રદ્ધાંજલિ અંકમાં વંદનારૂપે ફાળો આપવા અપીલ પણ કરી. તે વખતે તેમની ધારણા લગભગ ૩૦૦ પાનાંનો અંક કાઢવાની હતી. જૈનસંઘમાં, જૈનસમાજમાં દ્રવ્યાનુયોગના ઊંડા અને પ્રખર જ્ઞાની-વિદ્વાન તરીકે, જૈનશાસન અને જૈનધર્મના મહાન પ્રભાવકપુરુષ તરીકે પૂજ્ય ગુરુદેવનું એક વિશિષ્ટ સ્થાન હતું. તેમની લેખનશૈલી પણ વિશિષ્ટ હતી. હજારો લોકોનું આત્મકલ્યાણ થાય એ માટે મુંબઇની સ્થિરતા દરમિયાન ચિરસ્મરણીય, અભૂતપૂર્વ ધાર્મિક ઉત્સવો, સામાજિક કાર્યો અને જૈનશાસનમાં બીજાં અનેક નાનાં-મોટાં જે કાર્યો થયાં તે, તથા પૂજ્યશ્રીએ પોતાના અમોઘ ઉપદેશ અને પ્રખર પ્રભાવથી મુંબઇ શહેરને અનેક જિનમંદિરો તથા ધર્મસ્થાનોથી મંડિત કર્યું તેની વિગતો, સાધર્મિક બંધુઓ માટે અનેક યોજનાઓ કરી. જૈન ઉપાશ્રયો, પાઠશાળાઓ, આયંબિલખાતા વગેરેનાં પણ નિર્માણ કરાવરાવ્યાં. આ બધાને ધ્યાનમાં રાખીને પૂજ્ય આચાર્ય મહારાજાઓએ, સાધુ-સાધ્વીઓ વગેરેએ પૂજ્ય યુગદિવાકરશ્રીજીના જ્ઞાન, વિજ્ઞાન, સંયમી જીવન, લેખનકાર્ય, શાસન પ્રભાવકતા તથા સંયમ સાધનાની અનુમોદના-પ્રશંસા કરતા, ભાવભીની ભાવાંજલિ આપતા લેખો, કવિતાઓ મોકલી આપ્યા હતા, તે બધું આમાં મુદ્રિત કરવામાં આવ્યું છે. આ લેખો-કવિતાઓ દ્વારા જે શ્રદ્ધાંજલિ આપી તેમાં પૂજ્ય યુગદિવાકરશ્રીજી પ્રત્યે, પૂજ્યશ્રીજીનાં જીવન પ્રત્યે, કાર્યો પ્રત્યે સમાજમાં કેવો અહોભાવ વર્તતો હતો તેનું દર્શન જોવા મળે છે. એક સંઘાડાના આચાર્યશ્રીજી માટે બીજા સંઘાડાના આચાર્યો, મુનિરાજો ભાવભીની શ્રદ્ધાંજલિ આપે ત્યારે સહુ ગૌરવ અનુભવે અને પરસ્પરનો આદર, પ્રેમ, મૈત્રી, પ્રમોદભાવ અને ગુણીયલ દૃષ્ટિ જોઇને અનેરા આનંદ સાથે અનુમોદના થાય તે સ્વાભાવિક છે. ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ તે ઉપરાંત તેઓશ્રીના તેજસ્વી જીવનના વિવિધ પાસાઓ ઉપર ચતુર્વિધસંઘના ચારેય અંગો તરફથી તથા જૈનસમાજના કેટલાક અગ્રણીઓ, લેખકો, શિક્ષકો, પંડિતો તરફથી પૂજ્યશ્રીજીના [ ૬૯૨ ]********* ܀܀
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy