SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વિભાગ ૨૨પમાં પૃષ્ઠથી શરૂ થઈને ૨૯૭માં પૃષ્ઠમાં પૂર્ણ થાય છે. તેમાં શરૂઆતના ચાર પૃષ્ઠમાં ‘તારમાં પ્રતિબિંબિત અંતરના તાર' આ હેડીંગ નીચે આવેલા તારોની નામાવલી આપી છે. છે તે પછી મુંબઈ વગેરે સ્થળના અનેક વર્તમાનપત્રો, દૈનિકપત્રો, સાપ્તાહિકો, માસિક વગેરેમાં છે જે રિપોર્ટ પ્રગટ થયા હતા તે, તે પછી મુંબઈ મમ્માદેવીના મેદાનમાં પૂ. આ શ્રી વિજય છે જયાનંદસૂરિજી મહારાજની અધ્યક્ષતામાં અનેક જૈનાચાર્યોની હાજરીમાં ૫૦ હજારની માનવમેદની વચ્ચે યોજાયેલી વિરાટ શોકસભાની વિગતો, પાછળથી મળેલી શ્રદ્ધાંજલિઓ તથા પ્રેરક લેખો, તે તે પછી પૂજ્ય ગુરુદેવના કાળધર્મ બાદ પૂજ્યશ્રીની મુંબઈ-પાયધુની ગોડીજીના દહેરાસરથી ચેમ્બર સુધીની ૨૧ કિલોમીટર લાંબી નીકળેલી બે લાખ માણસોના માનવસાગરથી ઊભરાતી જંગી, વિરાટ, અજોડ અને ઐતિહાસિક પાલખીયાત્રાના ભવ્ય હેવાલો, પાછળથી આવેલી શ્રદ્ધાંજલિની વિગતો, આવેલા શોકસંદેશાના જવાબરૂપે પાલીતાણા અને મુંબઈથી પૂજય ગુરુદેવો દ્વારા પાઠવવામાં કે આવેલી પત્રિકાઓ, તેમાં પાલીતાણા તથા મુંબઇથી અપાયેલો હૃદયંગમ જવાબ, પાલીતાણામાં પૂ. { આચાર્યશ્રી યશોદેવસૂરિજીની નિશ્રામાં યોજાયેલ સ્વ. યુગદિવાકર ગુરુદેવની ગુણાનુવાદ સભા, તે કે પછી સ્વ. ગુરુદેવના કાળધર્મ નિમિત્તે મુંબઈ શહેરના અનેકાનેક મંદિરોમાં તથા પાલીતાણા તેમજ અન્ય શહેરોમાં પ્રભુ ભક્તિ નિમિત્તે થયેલાં ભવ્ય ઉત્સવો, મુંબઈ-ભાયખલામાં પચાસેક હજારની ન માનવમેદની વચ્ચે પૂજય ગુરુદેવની થયેલી અભૂતપૂર્વ, એતિહાસિક આચાર્યપદવીનો રોમહર્ષકછે રોમાંચક હેવાલ વગેરે વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચોથો વિભાગ–આ વિભાગ પૃષ્ઠ નંબર ૨૯૮ થી ૩૭૨ સુધીમાં પૂર્ણ થાય છે. તેમાં 3 પ્રથમ ભારતના સંરક્ષણ પ્રધાન શ્રી વાય. બી. ચૌહાણે દિલ્હી જતાં મુંબઈ–વાલકેશ્વરમાં લીધેલા છે આશીર્વાદ, તે પછી મુનિશ્રી યશોવિજયજીએ પૂજય યુગદિવાકરશ્રીજીને સમર્પણ કરેલ બૃહસંગ્રહણી ગ્રંથનું પાનું, ગુરુ-શિષ્ય (પૂ. યુગદિવાકર આચાર્યશ્રીજી તથા સાહિત્યકલારત્ન મુનિશ્રી કે યશોવિજયજી) વચ્ચે લખાએલા કેટલાક પત્રો અને ઘટનાઓ, મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણસંઘે પૂજય યુગદિવાકરશ્રીજીના સત્કાર-સન્માન માટે યોજેલા સમારંભ અંગેની પ્રેરક ઘટના, જંગી ઉજમણાંના છે ભવ્ય હેવાલ, મુનિશ્રી યશોવિજયજી તથા મુનિ જયાનંદવિજયજીને આપેલ પદપ્રદાનનો હેવાલ, માનનીય શ્રી વાય. બી. ચૌહાણના આશીર્વાદનો એક પ્રસંગ, મુંબઈ-ગોડીજીમાં સ્થાપેલી જગગુરુ આ જૈન સંસ્કૃત પાઠશાળા, સાધર્મિક બંધુઓના ઉત્કર્ષ માટે પૂજ્ય ગુરુદેવે લખેલા સચોટ ત્રણ લેખો તથા સાધર્મિક ભકિત અંગે કરેલાં ભવ્ય આયોજનો, મુંબઈ-લાલબાગ ભૂલેશ્વરમાં ઊભી થયેલી જંગી ધર્મશાળા તથા ભોજનશાળાના ઉદ્ઘાટનના ભવ્ય હેવાલો, મુનિશ્રી યશોવિજયજી તથા એક સુશ્રાવકની રોમાંચક ઘટના, ગોડીજીના ઉપાશ્રયના શિલાલેખની પ્રેરક ઘટના, વાલકેશ્વરમાં મારે ધામધૂમથી થયેલું પૂજ્યશ્રીનું વરસીતપનું પારણું, પૂજય યુગદિવાકરશ્રીની આચાર્યપદવીની કંકોત્રીની વિશેષતા, ગીતો તથા ઉક્તિઓ, મુંબઈ-લાલબાગ જૈનધર્મશાળાના ઉદ્દઘાટનનો પ્રસંગ, પૂજા યુગદિવાકરશ્રીજીને આચાર્યપદવી લેવા માટે વિનંતી કરતાં ભાવનગરના જૈનપત્રના તંત્રીશ્રીના બે પત્ર, પૂજ્યશ્રીજીના ઉપદેશથી તેમજ પૂ. આચાર્યશ્રી યશોદેવસૂરિજીના સહકારથી પાલીતાણામાં કે ઊભી થયેલ શત્રુંજય હોસ્પિટલ, શ્રમણીવિહાર તથા ધર્મવિહાર વગેરેના સમાચારો, ૫. - યુગદિવાકરશ્રીજીના ૩૫માં વર્ષે અમૃત મહોત્સવની વઢવાણમાં થયેલી ઉજવણી, મુંબઇમાં ઊભા
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy