SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ 小小小小小小小小小小 એ શહેરમાંથી જાહેર જનતાનો દેરાસરમાં પ્રવાહ શરૂ થયો. હું તો લાઈબ્રેરીના પહેલા મજલે ગમગીન 3) હૈયે વ્યવસ્થામાં રોકાયો હતો. મને પણ “ચંદનની વૃષ્ટિ ચાલુ થઈ ગઈ છે, લોકો જોવા ખૂબ ઊમટ્યા - જ છે.” એ સમાચાર કેટલાક ભાઈઓ આવીને કહી ગયા. એ વખતે મારા પૂજય તારક ગુરુદેવ સ્વ. ) છે આ.શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ વગેરે તમામ સાધુઓ હું જ્યાં હતો તેની સામેના ઉપાશ્રયના by મુકામમાં હતા. નીચેથી મારી પાસે અવારનવાર ભાઈઓ મને વરસતી ચંદનની વૃષ્ટિની વાત કરી જતા, આપ પધારો અને જુઓ એમ પણ કહેતા, તે વખતે કારણ ગમે તે હશે પણ મારા મનમાં એકાએક જોરદાર કુતૂહલ કે આશ્ચર્ય પેદા ન થયું. એમાં સંભવ છે કે ભૂતકાળના મારા કેટલાક આ અનુભવો પણ કારણભૂત હશે, એટલે હું નીચે ન ગયો, ન એ અંગે કોઈની સાથે બીજી પૂછપરછ કે વાત કરી, કે ન મેં કશી ઇન્તજારી દર્શાવી. લોકોની અધીરાઈ વધી. તમામ સાધુ-સાધ્વીજીઓ જોવા હાજ૨, ન હાજરમાં માત્ર એક હું, એટલે આ વાત કેટલાકને મન રહસ્યમય બની. કેટલાક કહે મહારાજશ્રીને અમે બે વાર કહી આવ્યા છીએ અને હમણાં આવી જશે વગેરે. કેટલાક એમ . છે બોલ્યા કે ગામ જોવા આવ્યું પણ યશોવિજય મહારાજ કેમ પધાર્યા નહીં? શું કારણ હશે? એટલે " કેટલાક ભાઈઓ પુનઃ મારી પાસે આવ્યા, તરત જ મારી પાસે ટ્રસ્ટીભાઈઓ પણ આવ્યા. મને 1 ચંદનની વૃષ્ટિ જોવા નીચે આવવા માટે આમંત્રણ આપ્યું. બધા લોકો ઇચ્છે છે કે હવે આપ પધારો છે. તો સારું! હું સૌને એક જ જવાબ આપતો કે ‘તમે તમારે જુઓ હું આવું છું.' ત્યાં તો એક ભાઈ ઝડપથી આવ્યા અને મને કહે સાહેબ! હવે તો દેરાસરમાં અંદરના ભાગે અને ગભારામાં પણ છાંટા પડવા શરૂ થઈ ગયા છે હવે તો પધારો! વખતે એ બંધ થઈ જશે તો જોવા નહીં મળે. મેં એ વાત સાંભળી લીધી અને હાથથી સંકેત કરી કહ્યું કે ધીરતા રાખો! એકાએક નીચે ન જવા પાછળ જે કારણ હતું તે એ હતું કે આ ચંદનની વૃષ્ટિ-છાંટણા પાછળ સ્વર્ગસ્થ ગુરુદેવનો કંઈક સંકેત છુપાએલો છે કે કેમ? એની જયાં સુધી મને પ્રતીતિ ન થાય અને હું ત્યાં જાઉં તો તે વખતની ત્યાંની જનતાની ગિરદી જોતાં કદાચ માત્ર મારી હાજરી જ, રીઝલ્ટની વાત તો પછી પણ લોકોની ચમત્કારની માન્યતાને ટેકો આપનારી થઈ પડે એ ખાતર મેં ધીરજ રાખી હતી. વળી મારી નજર સામે ભૂતકાળના અનુભવોની વાત ખડી થઈ. તે વાત એ હતી કે, છે. અમદાવાદ એલીસબ્રીજ તરફ આવેલ દશાપોરવાડ જૈન સોસાયટીમાં મારી તબિયતને કારણે હું દેરાસરની સામે જ આવેલા ધર્માત્મા ચોકસી શ્રી ચીમનલાલ સકરચંદના બંગલામાં આરામ માટે 3 રહેલો, ત્યાં કેટલાક સમય બાદ જોવા મળ્યું કે મહિનામાં એ બંગલાની અગાસીનો ભાગ લગભગ ૨ છે રોજ ચંદનની વૃષ્ટિથી રાતના કે દિવસના છવાઈ જતો. તે કહો કે પછીના વરસોમાં બીજાં કેટલાક / દેરાસર-ઉપાશ્રયના રસ્તા ઉપરના ભાગોમાં પણ ચંદનના છાંટા જોવાના પ્રસંગો પણ બનેલા, તે , વખતે એની પાછળ કોઈ દેવિક કારણની કલ્પના કરી શકાય એવું કોઈ પણ કારણ વિદ્યમાન ન ) હતું. એટલે આ બધા અનુભવો ઉપરથી નિશ્ચિત વાત હતી કે આકાશમાં પૃથ્વીના રજકણ જળ/ વાયુ વગેરે સંયોગના કારણે પીળા રંગના સંચિત થતાં પગલોના કારણે તે ચંદનની વૃષ્ટિનો જન્મ થતો હોવો જોઈએ. અને આવી વૃષ્ટિ તો અનેક સ્થળોએ અનેક વખત પડતી પણ હોય છે. પીળા રે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy