SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત જલદી માણી ળ શકાય એવી અનોખી ઘઢળાની પ્રસ્તાવના ARABHASHAH મ વિ. સં. ૨૦૪૬ ઇ.સત્ ૧૯૯૦ AA AAAA સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્ય શ્રીમ વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજે બતાવેલા ચમત્કારો માંગરોળમાં દેરાસરના કમ્પાઉન્ડમાં મુખ્ય એક દેરાસર છે. તેની જોડે એક ઉપાશ્રય છે. એ ઉપાશ્રયની સામેની બાજુએ લાઈબ્રેરીનું મુકામ છે. સ્વ. પૂજ્યપાદ્ ગુરુદેવ આચાર્ય શ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ્ આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણા સપરિવારનો તા. ૨૩-૩-૭૮ ગુરુવારે માંગરોળમાં પ્રવેશ થયો. તે દિવસથી તેઓશ્રીની લથડેલી તબિયતના કારણે લાઈબ્રેરીનાં મુકામમાં ભોયતળિયાના રૂમમાં જ રાખવામાં આવ્યા હતા. તા. ૩૧-૩-૭૮ સં. ૨૦૩૪ના ફાગણ વદિ સાતમ, શુક્રવારની સવારે ટૂંકી માંદગી ભોગવી કાળધર્મ પામ્યા એટલે ( સ્વર્ગવાસી બન્યા, પરલોક સીધાવ્યા. તે દિવસે બપોરે જ્યારે ત્રણ વાગ્યા ત્યારે, દેરાસરના ઉપરના ભાગમાંથી ચંદનની Y, આછી વૃષ્ટિ શરૂ થઈ. પછી તે ત્યાંથી આગળ વધીને ચોકમાં ફેલાણી, પછી ધીમે ધીમે Cડ શહેરના વિસ્તારોમાં આગળ વધી. પૂજ્ય ગુરુદેવનું શબ ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું હતું. અગ્નિસંસ્કાર બીજે દિવસે બપોરના બે વાગે રાખવામાં આવ્યો હતો. મૃતકની હાજરી હોય છે, અને ચંદનની વૃષ્ટિ થાય એટલે સામાન્ય જનસમૂહ સ્વાભાવિક રીતે જ આ ચંદનની ઘટનાને તે સ્વર્ગસ્થ ગુરુદેવના પ્રભાવ તરીકે સમજે-ગણે એ સાહજિક હતું. સૌ જોવા ઊમટ્યા.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy