SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ છે. રંગના ચાંદલાના કારણે ભલે તે ચંદનની કહેવાતી હોય પરંતુ હકીકતમાં સુગંધ વગરની દૃષ્ટિએ છે જોઈએ તો ચંદન કહેવું એ વિધાન ઉતાવળીયું બની રહે. હું માત્ર શ્રદ્ધાવાદી સાધુ નથી, તેમ માત્ર , બૌદ્ધિકવાદી પણ નથી પરંતુ મિશ્રવાદી છું, એટલે મારા તર્કહીન કે બુદ્ધિહીન અતિશયોકિતના ) છેઅલંકારથી હું હંમેશા દૂર રહ્યો છું. હું એમ માનું છું કે ખોટી રીતે કોઈનું પણ મહત્ત્વ વધારવું કે એ ગુનો છે. એમાંય જયારે પોતાના જ પૂજ્યોની બાબત હોય ત્યારે તો ખૂબ જ ખ્યાલ રાખવા એ જરૂરી હોય છે. લાગણીવશ ભક્તિવશ દોરવાઈ જવાયું તો પાછળથી સત્ય બહાર આવતાં કે વડીલોની જ લઘુતા કરવાનું પાપ લાગે છે અને ટીકાપાત્ર તથા હાંસીપાત્ર થવાય અને અસત્યનું છે પાપ લાગે તે વધારામાં, ધર્મને ઉત્તેજન ન આપી શકાય તો ભલે, પણ મારા નિમિત્તે એ કે 'મને . ઉત્તેજન ન મળી જાય, હું કોઈને ન્યાય ન આપી શકું તે મંજૂર પણ હું કોઈને અન્યાય ન કરે છે બેસું એનો સતત ખ્યાલ રાખતો આવ્યો છું એટલે હું નીચે દેરાસરમાં જોવા ન ગયો તે ને ? એ j ગયો, કેટલીક સમજદાર વ્યકિતઓને મારું નીચે ન જવું એ બહુ ખટકતું હોવાથી એક બીજું ગ્રુપ , છે. મારી પાસે આવ્યું અને તેમણે સામો મને સવાલ કર્યો કે આ વૃષ્ટિ જે ઘઈ એની પાછળ આપનું " તો કોઈ બીજું મંતવ્ય છે? પૂછનાર વ્યક્તિઓ જવાબદાર હોવાથી હું જવાબ આપું તે પહેલાં મન . એક સ્કૂરણા થઈ અને મેં લોકોને કહ્યું કે રવ. ગુરુદેવ જો આ લાઈબ્રેરીની જગ્યામાં કાળધર્મ પામ્યા છે એ છે તો આ મકાનની અગાશીમાં છાંટા છે કે કેમ? એની પણ ચોકસાઈ કરી લેવી જોઈએ, એટલ / મેં અગાસી ખોલાવી, મારી સાથે એ ભાઈઓ પણ ઉપર આવ્યા, અગાસી જઈ, ચંદનના છાંટા છે. અલબત્ત હતા પણ પ્રમાણમાં તે વિશેષ ન હોવાથી હું જોઈને પાછો નીચે ઉતર્યો. મારી પ્રતિભાવ છેશું છે? તે સમજવા મારી સામે જોઈ રહ્યા. મેં કશો પ્રતિભાવ દર્શાવ્યો નહિ ત્યારે સૌ ભાઈઓએ તેમ મને પૂછ્યું, સાહેબ! શું લાગે છે? જવાબમાં મેં કહ્યું અત્યારે ખાસ કાંઈ કહેવું નથી એમ કહીને . મેં પડદો પાડ્યો પણ આવનારાઓની આ રહસ્યમય બાબતની તેજારી એવી હતી કે મારી પાસે છે ફાઈનલ જજમેન્ટ સાંભળવાની તીવ્ર અપેક્ષા તેઓની આંખમાં દેખાતી હતી. બીજી બાજુ દેરાસરમાં પ્રેક્ષકોનો ધસારો એકદમ ચાલુ રહ્યો હતો. ત્યારપછી એક કલાક વીતી ગયા બાદ મેં મારા પૂજય ગુરુદેવને કહ્યું કે હું બે દિવસ પહેલાં જ અગ્નિસંસ્કાર કઈ જગ્યાએ કરવો એ નક્કી કરી આવ્યો છું, એમ છતાંય આપશ્રી પણ પધારી ! છે જોઈ લો તો મારા આત્માને સંતોષ થાય. તે વખતે પૂજય ગુરુદેવે કહ્યું કે તું જગ્યા પાસ કરી આવ્યો છે છે પછી મારે કાંઈ જોવા આવવાની જરૂર નથી. અને મને કહ્યું કે તારી પસંદગી કે પ્રવૃત્તિ હંમેશા ી, સમજપૂર્વકની હોય છે પછી મારું શું કામ છે? પણ મેં કહ્યું કે મારા મનના સંતાપ ખાતર પધારો! " પૂજયશ્રીનો કાયમ માટે મારા પ્રત્યે જે સદ્ભાવ હતો તેના કારણે હું જ્યારે વિશેષ આગ્રહ કરું ત્યારે વગર ચર્ચા કે વગર દલીલે મારી વાત સાથે સ્વાભાવિક રીતે લગભગ સહમત થઈ જાય એટલે કે મને તેઓશ્રીએ કહ્યું કે સૂર્યાસ્ત થવાની તૈયારી છે એટલે આપણે પાણી ચૂકાવીને (પીને) જઈએ પછી અમે પાણી ચૂકાવીને સાંજના સાત વાગ્યે ત્રણ-ચાર સાધુઓ અને ૮-૧૦ શ્રાવકો સાથે છે. ઉપાશ્રયથી બહારની વંડીએ જવા નીકળ્યા, જેમાં હું પણ હતો. ગુરુદેવ માથે કામળી ઓઢીને ડાળીમાં ; છેબેઠા. ગુરુદેવે પોતાના જમણા હાથે ડોળીનું દોરડું પકડી રાખ્યું. અમે ચારે સાધુઓ તથા આઠ5) દશ શ્રાવકો સાથે ચાલ્યા, પસંદ કરેલી જગ્યા સોએક ફૂટ છેટે રહી ત્યારે એકાએક એક શ્રાવકની છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy