SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ********************** ******** ******************************** મનુષ્યલોકના વર્ણન પ્રસંગે જંબુદ્વીપને ફરતા એક પછી એક અસંખ્ય દ્વીપ સમુદ્રો આ ધરતી ઉપર અબજો માઇલ સુધી કેવી રીતે રહેલા છે તેનો આછો ખ્યાલ આપશે. આ સંગ્રહણીમાં મહત્ત્વનો વિભાગ જો કોઇ હોય તો સૂર્ય-ચન્દ્રનો અધિકાર છે. જો કે સંગ્રહણીમાં તો આને લગતી ગાથાઓ ૧૦-૧૨ જ છે, પરન્તુ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ વગેરે ગ્રન્થો દ્વારા મેં સૂર્ય-ચંદ્રના મંડળો, તેની તમામ જાતની વ્યવસ્થાનું વર્ણન ખૂબ વિસ્તારથી જણાવ્યું છે. આ વિભાગ જ સહુથી વધુ પેજ (૧૦૦ પાનાં) રોકે છે. પહેલી આવૃત્તિમાં આ વિભાગ માટે ઘણા આચાર્યો તેમજ જંબૂદ્વીપ અને ખગોળ શાસ્ત્રના અથાગ અભ્યાસી ધર્મસ્નેહી મુનિરાજ શ્રી અભયસાગરજી વગેરે સાધુઓ, મુનિરાજો તરફથી ઘણા અભિનંદન મલ્યા હતા. ત્યારપછી સાતે સાત નરક અને તેમાં રહેતા નારકીઓનું વિસ્તારથી વર્ણન છે. તિર્યંચગતિમાં એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના વિવિધ પ્રકારનું તથા નિગોદના જીવોનું, શરીર, આયુષ્ય, પ્રકારો વગેરેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. ચક્રવર્તીનું, સિદ્ધશિલાનું, વાસુદેવનું વર્ણન, ઉત્સેધાંગુલની, પ્રમાણાંગુલની વ્યાખ્યા, આયુષ્યના પ્રકારો, પર્યાપ્તિના પ્રકારો, વિવિધ પ્રકારનાં શરીરો વગેરેનું સ્વરૂપ, આમ નાની મોટી ઘણી ઘણી વ્યાખ્યાઓને સંગ્રહણીમાં ગુંથી દેવામાં આવી છે. વધુ માટે આ પછી આપેલો ગ્રન્થ પરિચય વાંચો. * * * મૂલ ગ્રન્થની શરૂઆત ક્યાંથી? આ ગ્રન્થના પ્રારંભમાં મેં થોડી મંગલાચરણની ચર્ચા ગ્રન્થાન્તરથી કરી. તે પછી આઠમા પૃષ્ઠથી પહેલી ગાથા શરૂ થાય છે. આ ગાથાના અર્થમાં જૈનધર્મની દૃષ્ટિએ સમય-કાળનું સ્વરુપ કેવું જાણવા જેવું છે, તે કેટલું બધું ઉપયોગી છે? સમયથી લઇ પુદ્ગલ પરાવર્તનું સંક્ષિપ્ત સ્વરુપ ગ્રન્થાન્તરથી ઉપયોગી વિગતો પ્રમાણભૂત ટીપ્પણીઓ સાથે આપ્યું છે. * પહેલી આવૃત્તિમાં સંક્ષિપ્ત અર્થ સાથે સંગ્રહણીની ૩૪૯ ગાથાઓ છાપી હતી. બીજી આવૃત્તિમાં સંગ્રહણીનું કદ ઘણું વધી જવાથી તે વિભાગ રદ કર્યો હતો પણ ત્રીજી આવૃત્તિમાં સંક્ષિપ્ત અર્થ સાથે સંગ્રહણીની ૩૪૯ ગાથાઓ છાપી છે. * મૂલ અને ભાષાંતરનો શબ્દકોષ છપાવવા વિચાર હતો, પણ તે સમયના અભાવે રદ કરેલ છે. * હિન્દી ભાષી પ્રાંતોની ફરિયાદ હતી કે ગુજરાતી સાધુઓ હિન્દીમાં પુસ્તકો છપાવતા નથી. તેથી અમો જૈન તત્ત્વજ્ઞાનથી વંચિત રહીએ છીએ. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાતી અનુવાદનું હિન્દી કરાવી તેની પ્રથમાવૃત્તિ પ્રકાશિત કરાવી છે. *********************************** * આ પુસ્તકની આવૃત્તિ અંગ્રેજી ભાષામાં કરવી છે પણ અંગ્રેજીમાં જૈન તત્ત્વજ્ઞાનના શબ્દો ન હોવાથી ભાષાંતર કેમ કરી શકાય? એ પ્રશ્ન છે એટલે એ પ્રયાસ હાલ સ્થગિત રાખ્યો છે. આ અતિપરિશ્રમ સાધ્ય કાર્ય છે. અંગ્રેજીમાં ધૂની લગાવીને કામ કરનારા ક્યાં છે? ***************** [**] *************** *******************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy