SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 法米法法米法米法米米米米米米米米米米米米米米迷米米米米米米米米米米米 ક દિગમ્બર સંપ્રદાયમાં સંગ્રહણીની જેમ તિનો પUત્તિી વગેરે ગ્રન્યો છે. જે ભાષાંતર સાથે તે દિ પ્રગટ થએલા છે. - પહેલી આવૃત્તિનું પ્રકાશન અનંતા આત્માઓને મોક્ષ પ્રાપ્તિમાં કારણરૂપ શત્રુંજય 26 મહાતીર્થની પવિત્ર ભૂમિ ઉપર અને તીર્થાધિરાજ સુદેદીપ્યમાન મુખમુદ્રાવાળી ભગવાન શ્રી શ્રધભદેવની તેજસ્વી અને પ્રભાવક છત્રછાયામાં વિ. સં. ૧૯૯૫માં પાલીતાણામાં ચંપાનિવાસની 26 ધર્મશાળામાં થવા પામ્યું હતું. જોગાનુજોગ બીજી આવૃત્તિનું પ્રકાશન પણ આ જ પવિત્ર ભૂમિ પર ઉપર થવાનો યોગ બન્યો હતો અને ત્રીજી આવૃત્તિનું પ્રકાશન પણ એ જ ભૂમિ ઉપર થશે એ - પણ એક સુભગ સંયોગ છે. તીર્થાધિરાજની અમોઘ કૃપા અને કલિકાલમાં કલ્પદ્રુમ જેવા પુરિસાદાનીય ભગવાનશ્રી પાર્શ્વનાથ તથા જાગૃતજ્યોતિ મા ભગવતી શ્રી પદ્માવતીજી તથા મારા ત્રણેય તારક પરમ ઉપકારક ગુરુદેવો આ બધાયની કૃપા વર્ષાના કારણે ભલે ઘણું મોડું મોડું પણ પ્રકાશન થવા પામ્યું તે બદલ સહુને ભાવપૂર્વક નતમસ્તકે નમસ્કાર કરું છું. અમારા સમુદાયના ધર્મશાસનપ્રભાવક શતાવધાની આ. શ્રી જયાનંદસૂરિજી આદિ મુનિરાજો જેઓ એક યા બીજી રીતે સહાયક બન્યા હશે તેઓ પણ ધન્યવાદાઈ છે. ભાષાંતરમાં શાસ્ત્રના કે ગ્રન્થકારના આશય વિરુદ્ધ અજાણતાં કે પ્રેસદોષથી કંઈ લખાઈ ગયું હોય તો જ્ઞાનીઓ પાસે ક્ષમા માગું છું. સહુ કોઈ આ ગ્રન્થનું અધ્યયન કરી સમ્યમ્ જ્ઞાન દર્શન ચારિત્રના જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરો એ જ શુભકામના! આ આવૃત્તિમાં ખાસ ખાસ વિશેષતા શું છે? ૧. આ આવૃત્તિની અનુક્રમણિકા વિશિષ્ટ પ્રકારે તૈયાર કરવામાં આવી છે. આ જાતની કે વિશેષતા બીજે ક્યાંય તમને (પ્રાય:) જોવા નહીં મળે. સામાન્ય રીતે વાચકોને અનુક્રમણિકાનું કોઇ મહત્ત્વ નથી હોતું પણ આ અનુક્રમણિકા જોશો તો તમને જરૂર ગમશે. ઘણીવાર સરળ, સ્પષ્ટ : અનુક્રમણિકા ગ્રન્થ ભણવા માટે પ્રેરણાત્મક બની જાય છે. ૨. આ આવૃત્તિ છપાઈ ગયા બાદ ચારેક વર્ષ પછી સૂર્ય, ચન્દ્રનાં મંડળો અને ગ્રહો વગેરેની ૧૬૪ આઇટમોની યાદી નવી ઉમેરવામાં આવી હતી. તે ગ્રન્થના પૃષ્ઠ નંબર ૨૮૦ પછી તેના પાનાં જોડવામાં આવ્યાં હતા, પણ ત્રીજી આવૃત્તિમાં પૃષ્ઠ નંબર જુદા આપ્યાં નથી. પરંતુ ૨૫૧ 2 થી ૨૫૬ સુધીના પાનામાં ૧૬૪ આઈટમો આપી છે. આ છ પાનાંની નોંધ અભ્યાસીઓને કે એ પહેલીવાર જોવા મળશે. ખગોળના અભ્યાસીઓને ઘણી રીતે ઉપયોગી થશે એવી શ્રદ્ધા છે. આ ૩. ગ્રીના અત્તમાં ૩૪૪-૩૪૫ આ બંને ગાથાનું વિવેચન પુસ્તકનું કદ વધી જાય અને છે વિદ્યાર્થીઓને બહુ લાંબું ભાષાંતર ભારે પડશે એ હેતુથી પહેલી આવૃત્તિમાં ભાષાંતર મર્યાદિત રાખ્યું
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy