SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ . જીવો દેહરૂપ નહિ પણ જીવતાં જ્યોતિ સ્વરુપે છતાં સંપૂર્ણ દષ્ટા તરીકે રહેલા છે. જેનધર્મમાં તે જીવના માસ ત્યારે જ થાય છે કે, જીવ સારા નરસાં તમામ કર્મોનો ક્ષય કરી સદાને માટે વિદેહી બની પોતાના આત્માને સંપૂર્ણ કમરહિત કરી નાંખે ત્યારે, જીવ એક પલકારામાં અવશ્ય મોક્ષ છે. ચાલ્યા જાય છે અને જેનધર્મની દૃષ્ટિએ મોક્ષે ગયેલા આત્માઓને કદી જન્મ લેવા આ સંસારમાં રે રોડ પુનઃ આવવાનું હોતું નથી. સંસારના તમામ દુઃખોનો અંત આવે એ માટે આત્મા મોક્ષની સાધના રેડ કરે છે, પછી એને સંસારમાં ખેંચી લાવે એવું કોઇ કમ-કારણ વિદ્યમાન રહેતું નથી. એ મોક્ષસ્થાનથી એટલે ઉદ્ઘકાશથી નીચે ઉતરતાં અફાટ આકાશમાં જ ઉત્તમ કોટિના વિવિધ પ્રકારના દેવોનાં સ્થાનો અને તેના અસંખ્ય વિમાનો હોય છે. તે પછી નીચે આવતાં સૂર્ય- ચન્દ્ર વગેરેનો જ્યોતિપલોક આવે છે. એથી નીચે ઉતરતાં અત્યારનો મનુષ્યલોક જે ધરતી ઉપર જો આપણે બેઠાં છીએ એ સ્થાન આવે છે. આ ધરતીના કેન્દ્રમાં મેરુપર્વત રહેલો છે, જે લાખો 3 માઇલ દૂર છે જેને આપણે જોઈ શકતા નથી. આપણે જે રહીએ છીએ એ ધરતીની નીચે હજારો - માઇલ નીચે જઇએ ત્યારે નીચે વર્તતી સાત નરક-પૃથ્વી પૈકીની પહેલી નરક પૃથ્વી આવે છે. તે છે: તે પછી અબજોના અબજો માઇલ સુધી અવકાશમાં બીજી છે નરક પૃથ્વીઓ રહેલી છે. ભયંકર - પાપો કરનારા જીવોને ત્યાં ઉત્પન્ન થયા પછી જીવને અપાર દુઃખના અનુભવ કરવા પડે છે. એ તે સ્થાન તરીકે નરકના સ્થાનની જે પ્રસિદ્ધિ છે તે આપણી ધરતીની નીચે જ આવેલી છે. જેનું વર્ણન છે આ ગ્રન્થમાં આપેલું છે. આ સંસાર ચાર ગતિમાં સંકળાએલો છે. ૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિર્યંચગતિ અને ૧ ૪. નરકગતિ. આપણી ધરતીની ઉપર રહેલા આકાશમાં અબજોના અબજો માઇલ સુધીના વિસ્તારમાં બે પ્રકારના દેવો વસેલા છે. ૧. વૈમાનિક ૨. જ્યોતિષ, અને બીજા બે પ્રકારના દેવો 3. એટલે ભવનપતિ તથા વ્યત્તર આ બંને પ્રકારના દેવો આપણી ધરતીની ઘણા નીચે પહેલી નરકની - પૃથ્વીની અંદર, ઉપરના ભાગે વચમાં રહેલા છે. દેવોને આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. આ મંત્રસાધના દ્વારા કે સામેથી દેવની કૃપા થાય તો જ તેનું દર્શન થઈ શકે છે. આકાશના દેવો ઘણી જ તે ઉંચી કક્ષાના હોય છે અને એમની શક્તિ-તાકાત બધી રીતે નીચેના દેવો કરતાં અનેક ગણી વધારે તો ન હોય છે, કેમકે તેવું પુણ્ય બાંધીને જગ્યા છે માટે તીર્થંકરદેવને મેરુપર્વત ઉપર અભિષેક કરવા છે ભગવાનને ખોળામાં લઈને પ્રારંભમાં જે ઈન્દ્ર બેસે છે તે ઉપરનો સૌધર્મઇન્દ્ર હોય છે. ચોવીશ આ તીર્થંકરના યક્ષ-યક્ષિણીઓ તથા ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, કિન્નર, ગાંધર્વ વગેરે જાતજાતનાં 5 સારાં, હલકાં બધી જાતનાં દેવ-દેવીઓ જેઓ મનુષ્યલોકમાં આવીને સારાં-નરસાં ફળો આપે છે, તે બધા દેવ-દેવીઓ આપણી ધરતી નીચે આવેલી (પ્રાય:) વ્યત્તર નિકાયનાં હોય છે. જ્યોતિષીદેવોનાં વર્ણન પ્રસંગે રાત્રિ-દિવસ કેમ થાય છે, તેનું કાળમાન, સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, 25 નક્ષત્ર અને તારાને લગતું વર્ણન કરશે. જે આજની વૈજ્ઞાનિક માન્યતા સાથે જરાપણ મેળ ખાય તે તેમ નથી. દેવગતિ પછી આ ગ્રન્થમાં મનુષ્યગતિનું વર્ણન કરશે જેમાં પ્રાસંગિક ગ્રન્થાન્તરથી જંબૂદ્વીપ સહિત અઢીદ્વીપનું પણ થોડું વિસ્તારથી વર્ણન કરશે. : =============[ ૪૧ ] :pe eeeeeeeeeeeeeeeeeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy