SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ શ્ન મૂર્તિઓ લગભગ ૨૦૦ થી વધુ મંદિરો વગેરે સ્થળે બિરાજમાન થઈ ચૂકી છે. ફ્રાન્સના 4 યોગસાધકે પહાડ ઉપર પોતાના આશ્રમમાં પોતાની પસંદગીની પદ્માવતી પધરાવી છે. મોટા $ તાંત્રિકોના સાધના રૂમમાં પણ વાલકેશ્વરની મૂર્તિના ફોટા સ્થાન પામ્યા છે. અમેરિકા, લંડનના મંદિરોમાં પણ મૂકાવાની છે. જૈનધર્મમાં શક્તિપૂજા મર્યાદિત હતી પણ (પૃથ્વી અને પાણીના સંગમ સ્થાને) વાલકેશ્વરમાં પદ્માવતીજીને બિરાજમાન કર્યા પછી માએ પોતાનો પ્રભાવ એટલો બધો વિસ્તારી દીધો કે જેના છે પરિણામે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ જ આકર્ષાયા અને સહુ એમની સાધના શું ઉપાસના કરવા લાગી ગયા. અને મા પણ જાતજાતના ચમત્કારો-પ્રભાવો બતાવતા રહ્યા છે. ભાવિકો પાસેથી યથાર્થ સાચી જાતના (જુઠા, દંભિક, ભ્રમણાત્મકને છોડીને) ચમત્કારોની નોંધો ૧ શું કરવામાં આવે તો મોટું પુસ્તક ભરાઈ જાય તેટલી વિગતો મળે. મારા હસ્તકની વાલકેશ્વરની $. ૧૨ શિલ્પ મૂર્તિઓનો આછો પરિચય અહીં પૂરો થાય છે. નહીં માનનારા સાધુઓ પણ સાધના કરતા થઈ ગયા છે. આ સિવાય સર્વોદય હોસ્પીટલમાં મૂકાવેલી ૨૭ ફૂટના પાર્શ્વનાથની ખગ્રાસન મૂર્તિ એટલે છે કે કાઉસગ્નના આકારે બનાવેલું શિલ્પ. આ શિલ્પ પણ મારા હસ્તક તૈયાર થયું છે. પરમપૂજ્ય શું { આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરિજીની શ્વેતામ્બર સમાજમાં એકેય મોટી મૂર્તિ ન હોવાથી તેઓશ્રીની છે હું મોટી મૂર્તિની તીવ્રચ્છા હતી એટલે પહેલીવાર શ્વેતામ્બરમાં મોટી મૂર્તિ થવા પામી. આની $ પાછળ પણ એક સુંદર ઘટના છે, જે અહીં નથી લખતો. આ સિવાય કાયોત્સર્ગ આકારની આદીશ્વર ભગવાનની મારબલની ૨૪ તીર્થકરોની મૂર્તિ છે સહિતની ૯ ફૂટની મૂર્તિ ક્યાંય તમને જોવા ન મળે એવી સુંદર, કલાત્મક અને અવનવી છે નવીનતાઓવાળી ખાસ જોવા જેવી છે. આ મૂર્તિના મસ્તક ઉપર મેરુપર્વત ઉપર અભિષેક કરવા શું માટે જઈ રહેલા દેવોનું ચિત્ર શિલ્પમાં જે ઉપસાવવામાં આવ્યું છે તે ખાસ જોવા જેવું છે. ' એમાં આકાશમાં જતા દેવોનો ચિત્રકારે જે વેગ બતાવ્યો છે તે ખાસ જોજો, આવો ફોર્સ ક્યાંય જે તમને જોવા નહીં મળે. આવા સપ્રમાણ શરીરવાળા અંગોપાંગવાળી આકૃતિઓ પણ તમને ક્યાંય છું જોવા નહીં મળે. જન્મ મહોત્સવની શોભાયાત્રાની ડિઝાઈન મારી સંપૂર્ણ પસંદગી મુજબ છે જાણીતા કુશળ ચિત્રકાર ગોકુળભાઈ કાપડીયા પાસે કરાવી હતી. બીજી નવીનતા આજ સુધી ભારતભરમાં કોઈએ કરી નથી, એ નવીનતા એ છે કે મૂર્તિના $ મસ્તક ઉપર અષ્ટમહાપ્રાતિહાર્યમાંના એક પ્રકારરૂપે અશોકવૃક્ષ અને આદીશ્વર ભગવાનને જે ? ઝાડ નીચે કેવળજ્ઞાન થયું તે વૃક્ષ જેને શાસ્ત્રમાં ચૈત્યવૃક્ષ કહેવામાં આવ્યું છે તે વૃક્ષ પણ ભેગું છું મૂકવામાં આવ્યું છે. ચૈત્યનો અર્થ અહીંયા જ્ઞાન કરવામાં આવ્યો છે, અને જ્ઞાનનું વૃક્ષ તે શું ચૈત્યવૃક્ષ કહેવાય છે. આદીશ્વર ભગવાનનું ચૈત્યવૃક્ષ વડ છે એટલે આ મૂર્તિ મેં બે ઝાડવાળી છે $ + અષ્ટમહાપ્રાતિહાર્યમાં અશોકવૃક્ષ સાથે હોય છે. પણ તે ચૈત્યવૃક્ષ સહિત હોય છે. એવો સ્પષ્ટ ઉલ્લેખ જોવા હું નથી મળ્યો. પણ તે ચૈત્યવૃક્ષ સહિત માનવામાં કોઈ બાધ નડતો નથી.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy