SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ મૂકાવ્યું છે તેના ઉપર કમલનું પણ આસન મૂકાવરાવ્યું છે. આમ સર્પની પ્રધાનતા જાળવીને વાહન અને તે ઉપર આસન બંને ગોઠવવામાં આવ્યાં છે. સહુથી વધારે નવીનતા નાગનું મોઢું કુકડાનું બનાવવામાં આવ્યું તે છે. પદ્માવતી ટોળવાના' હોવા છતાં તેના અર્થના ભ્રમના કારણે સાચી આકૃતિ (પ્રાયઃ) થતી ન હતી. અને તેથી કુર્કુટના મોઢાવાળા સર્પવાળી પદ્માવતીજીની મૂર્તિ પ્રાયઃ ક્યાંય જોવામાં આવી નથી. પ્રાચીન ચિત્રમાં કોઈ ઠેકાણે બનાવી હશે. આ કારણે જૈન સમાજને સાચો દાખલો આપવા બહુ જ સ્પષ્ટ રીતે કુકડાનું મોઢું કરાવરાવ્યું. આ જોયા પછી ઘણાં નવાઈમાં પડી જતાં અને પ્રશ્ન કરતાં કે આ નવું કેમ કરાવરાવ્યું. સાપનું મોંઢું કુકડાનું કદી હોય જ નહિ. આવું તો ક્યાંય જોયું નથી, આમ લોકો બોલે ત્યારે તેનું સમાધાન કરવું પડતું. પ્રાચીનકાળમાં આવા કુર્કુટ સર્પો હતાં, આકાશમાં ઉડી શકતા પણ હતા. જો કે તેની ઉત્પત્તિ દક્ષિણ ભારતમાં વિશેષ હતી. આજે તો એ જાતિનો નાશ થઈ ગયો છે, એટલે ક્યાંય જોવા મળતા નથી. પદ્માવતીજીનાં આયુધો ચિત્રોમાં અને મૂર્તિઓમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં મળે છે. પદ્માવતીજીની મૂર્તિઓના સંખ્યાબંધ ફોટાઓ જોયા. આયુધોના વિકલ્પો જોઈને એમ થયું કે હવે એક શાસ્ત્રોક્ત આધારને પકડીને તે રીતે જ આયુધો કરાવવાં. એટલે ‘નિર્વાણકલિકા' ગ્રન્થનો આધાર લઈ અહીંયા આયુધો મૂકવામાં આવ્યાં છે. શાસ્ત્રકારો પણ કેટલીક બાબતો સ્પષ્ટ કરતા નથી. ગોળ ગોળ રાખે છે અને કયું આયુધ કઈ બાજુના કયા હાથમાં મૂકવું? તે માટે ઘણીવાર મુશ્કેલીઓ ઊભી થાય છે. ઘણા અનુભવી ને ખટકવાળા સંશોધકો તો સાચા નિર્ણય પર આવી શકે પણ જેઓ એટલા નિષ્ણાત નથી હોતા તેઓ નિર્વાણકલિકાના આધારે આયુધો તો મૂકી દે પણ હાથનો સાચો ક્રમ જળવાઈ શકે નહિ. આવું પણ મને જોવા મળ્યું છે. પદ્માવતીજીના ચાર હાથોની આંગળીઓ, તેના આયુધો બહુ જ સુરેખ, સ્પષ્ટ અને કલાત્મક કરવામાં આવ્યાં છે. માતાજીની પતલી કમ્મર, અડીખમ પ્રપોશન અને ખાસ પસંદ કરેલા દાગીના ઉપરથી જ આલેખેલા અલંકારો, માથાના ઉપરનો મુગટ, કેશાવલી, ભામંડલ વગેરે દેવીને ઉચિત સામગ્રીથી અલંકૃત કરવામાં આવ્યા છે. આમાં માતાજીના માથાની સાત ફણાઓમાં જે વિશેષતા બતાવવામાં આવી છે. એ દેવીમાં પહેલીજવાર કરવામાં આવી છે. આમ તો સામાન્ય રીતે ફણા ઉપરથી એક સરખી જ બતાવાય છે પણ મારી ઇચ્છા મૂર્તિમાં જેટલી બને તેટલી કંઈક નવીનતા કરવી એટલે વચલી ફણા પછીની બધી ફણાઓ એકની નીચે એક, એકની નીચે એક, એ રીતે ઘડવામાં આવી છે. આને કટ કરેલી ફણાઓ કહેવાય છે. મારી નજર સામે રાખીને આ મૂર્તિનો નકશો બનાવવામાં મારો દોઢેક મહિનો ગયો હશે. આ માટે જાણીતા શ્રેષ્ઠ ચિત્રકારોનો સહકાર મેળવ્યો હતો. જેના પરિણામે અજોડ, બેનમૂન, મેગ્નેટની માફક આકર્ષક, જોતાં ધરાઈએ નહિ એવું બેનમૂન શિલ્પનું નિર્માણ થયું. ડિઝાઈન એવી નમુનેદાર બનવા પામી કે આ જ પદ્માવતીની ડિઝાઈન ઉપરથી (જયપુરના કારીગરોએ આપેલા આંકડા મુજબ) વાલકેશ્વર જેવી સાઈઝની એક ડઝનથી વધુ અને તેનાથી નાની મોટી •>d&><>gs* [૬૫૨] <>se
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy