SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ - ઋ---ઋe-+- -+ ++ +++ 8 <+++ + ક્ટ * મુંબઈના સંઘોએ અનેક દહેરાસરોમાં ત્રણેયની સ્થાપના કરવાનો એક શિરસ્તો પાડી દીધો. $ છે મુંબઈનાં અનેક દહેરાસરોમાં પદ્માવતીજી, સરસ્વતી અને લક્ષ્મીજી આ ત્રણેયની મૂર્તિઓ $ તું બિરાજમાન થઈ. એટલું જ નહિ પણ બહારગામમાં પણ આ પ્રથા શરૂ થઈ ગઈ. મારી છે કોઈપણ રચના શાસ્ત્રોક્ત જ હોય, એવી મુંબઈના સમગ્ર સંઘમાં અનન્ય શ્રદ્ધા હતી. પ્રથમ મજલે બીજી સાઈડની દેરીમાં ભગવાન શ્રી મહાવીરજીની ૨૪ તીર્થકરોથી શોભતી ? નૂતન, વિશિષ્ટ પ્રકારના આયોજનવાળી મૂલનાયક ભગવાન મહાવીર સ્વામીજીની આરસની મોટી છે મૂર્તિ છે. વિનહર પાર્શ્વનાથજીની બંને બાજુએ અને ભગવાન મહાવીરની બંને બાજુએ ચાર છે શાશ્વતા નામ ધરાવતા ઋષભ-ચંદ્રાનન આદિ ચાર તીર્થકરોની મૂર્તિઓ છે. આ મૂર્તિઓ $ ગુપ્તકાળમાં જે પદ્ધતિ પ્રમાણે થતી હતી તે પદ્ધતિ પ્રમાણે કરાવવામાં આવી છે. આ પદ્ધતિ : સાદી છતાં મૂર્તિનો ભારે ઉઠાવ કરે છે, જેથી દેખાવમાં બહુ જ સુંદર લાગે છે. આમાં મસ્તકો આખા ગુંચડીઆ કુટિલ વાળવાળા બતાવાયાં છે અને ભામંડલ ઈન્દ્રો-સહિત બતાવાય છે. તે રીતે જ આ મૂર્તિઓમાં મુકાવ્યાં છે. બાજુની દહેરીમાં સીમંધરસ્વામીજી તથા બંને બાજુએ શ્રી પુંડરીક ગણધર અને શ્રી ગૌતમસ્વામીજીની મૂર્તિઓ પણ ખાસ નવી ડિઝાઈનો બનાવીને વાસ્તવિક લાગે તેવી સપ્રમાણ નિર્માણ કરવામાં આવી છે. ભગવતી શ્રી પદ્માવતીજી મૂર્તિની થોડી વિશેષતાઓ ૧. આ મૂર્તિનું આસન પદ્માસન ન રાખતાં ભદ્રાસન રાખ્યું છે. પદ્માવતીજીનાં ચિત્રો બંને પ્રકારનાં આસનોવાળા મળે છે. એમાં સહુથી વધારે દેવીઓમાં ભદ્રાસનનો ઉપયોગ થયો છે. ' તેથી ભદ્રાસન કરવામાં આવ્યું છે. ભદ્ર એટલે મંગલકારી આસન. જેમાં જમણો પગ નીચે શું હોય અને ડાબો પગ ઉપર વાળેલો હોય, કોઈ કોઈ મૂર્તિઓમાં જાણીને કરાવનારની કે કારીગરની ભૂલથી જમણો પગ ઉપર રાખે અને ડાબો પગ નીચે રાખવામાં આવે છે પણ તે એ આસન બરાબર નથી. ૨. જૈન સમાજના શિલ્પના ઇતિહાસમાં માતાજીનું જે જાતનું પરિકર બનાવરાવ્યું છે તેવા છે પરિકર સાથેની મૂર્તિનું નિર્માણ પહેલીજવાર થવા પામ્યું છે. કેટલીક મૂર્તિઓમાં પાછળના ભાગમાં પત્થરના સાદા ઓઠીંગણો કરવાની પ્રથા હતી. કોઈ કોઈ મૂર્તિઓમાં બાજુમાં દેવદેવીઓ સાથેનાં નાના પરિકરો જોવા મળે છે. જ્યારે વાલકેશ્વરની પદ્માવતીજીની પાછળનું પરિકર છે લગભગ સંપૂર્ણ કક્ષાનું કરવામાં આવ્યું છે. આ પરિકરમાં નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે' આ શ્લોકનું અવતરણ કર્યું છે ? એટલે માથે પાર્શ્વનાથજીની મૂર્તિ છે. પછી આપણી ડાબી બાજુએ પરિકરની ઊભી પટ્ટીમાં જ ધરણેન્દ્ર અને આપણી જમણી બાજુએ વેરોટ્યા દેવીની મૂર્તિ છે, અને વચ્ચે પદ્માવતીજી છે. ! વાહન મોટેભાગે એકલા સર્પનું જ મૂકવાની પ્રથા છે. પણ મેં અહીંયા નાગ-સર્પનું જે વાહન $ *-- ---- --- --- [ ૬૫૧] -- --- ---- --
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy