SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ *→* મુંબઈ વાલકેશ્વર રીજરોડ ત્રણબત્તી ઉપર, ભારતભરમાં પ્રથમવાર જ નૂતન શિલ્પોનું થયેલું સર્જન ૧. વિઘ્નહર શ્રી પાર્શ્વનાથજીની સપરિકર આરસની નવીન પ્રકારની મૂર્તિ—આ શિલ્પમાં ત્રણ લાઈનમાં બનાવેલી ૨૭ ફણાઓથી યુક્ત મૂલનાયક પાર્શ્વનાથ રાખ્યા છે. તે સિવાય અનેક વસ્તુઓ બનાવામાં આવી છે. શું શું બનાવ્યું છે તે આ સાથેના છાપેલાં પાનામાં “સાત મૂર્તિઓનો આછો પરિચય” એ હેડીંગ નીચેના લખાણમાં જણાવામાં આવ્યું છે, તો ત્યાંથી તે જોઈ લેવું. વિઘ્નહરની દેરીની બાજુની દેરીમાં જ ભગવતી પદ્માવતીજીની શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ અજોડ અને અભૂતપૂર્વ મૂર્તિ છે. જે જોઈ હજારો જૈન-જૈનેતરો મુગ્ધ થયા છે. પદ્માવતીજીની દેરી સાંકડી હોવાથી બંને બાજુએ મૂર્તિઓ બેસાડી શકાય એવું ન હતું. બીજી બાજુ મારા પ્રત્યે ખાસ હાર્દિક પક્ષપાત ધરાવનાર અને આજે વાલકેશ્વરમાં જેમની ખોટ વર્તાઈ રહી છે, તે શેઠશ્રી સીતાપચંદજીની ઇચ્છા પદ્માવતીજીની દેરીમાં બંને ભીંતોમાં બે ગોખલા બનાવાની આગ્રહભરી હતી. બીજી બાજુ વાલકેશ્વરના દહેરાસરમાં બીજી જાણીતી દેવીઓની મૂર્તિઓ બિરાજમાન હતી જ. નવી બે મૂર્તિઓ નક્કી કરવાની હતી. એમાં હજારો વરસથી દેવી સરસ્વતીજીની મૂર્તિ જૈન મંદિરમાં પધરાવવાની પ્રથા છે એટલે એક સરસ્વતી નક્કી કરી. સરસ્વતીની સામે લક્ષ્મીજીની જ મૂર્તિ શોભે એટલે મેં લક્ષ્મીજીની મૂર્તિ પધરાવવાનું નક્કી કર્યું. સરસ્વતી એ શ્રુત-જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છે અને લક્ષ્મીજી ધનની અધિષ્ઠાત્રી દેવી છે. પણ લક્ષ્મી દેવીની સ્થાપના જૈન મંદિરમાં (પ્રાયઃ) પહેલીજવાર નક્કી થઈ હતી. એટલે ચર્ચાનું સ્થાન ખૂણેખાંચરે ઊભું થવાનો સંભવ હતો. પરન્તુ એની સામે મારી પાસે સચોટ જવાબ અને પુરાવા પણ હતા. અને એના કારણે જ ગુરુ મહારાજે સંમતિ આપી હતી. એટલે મારે બીજો વિચાર કરવાની અગત્ય રહી ન હતી. લક્ષ્મીજી પધરાવવા પાછળનો એક હેતુ એ પણ હતો કે મુંબઇમાં લોકો બેસતા વર્ષે મહાલક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા જાય છે. પરન્તુ અહીંયા જો જૈનમહાલક્ષ્મીજી હોય તો લોકોનો કેટલોક પ્રવાહ વાલકેશ્વરના લક્ષ્મીજીના દર્શન કરવા તરફ વળે. જો કે મુખ્ય કારણ તો સરસ્વતીજી સામે બીજી કોઈ મૂર્તિ નજરમાં હતી જ નહિ. જો કે એક રીતે જૈન સમાજમાં પહેલીજવાર લક્ષ્મીજીની એક નવીનતા ઊભી થઈ. લક્ષ્મીજીની ઉપાસના ગૃહસ્થો જ કરે છે એમ નથી. ૨૫૦૦ વરસથી આચાર્યો પણ ‘સૂરિમંત્રના પટમાં કરતા આવ્યા છે. બંનેના ઉદ્દેશમાં થોડો ફરક ભલે હોય એટલે લક્ષ્મીજીની સ્થાપના એ તદ્દન શાસ્ત્રોક્ત હતી. મુંબઇમાં હજારો લોકોને મારા આ સાહસથી નવાઈ લાગી. ઘણાએ મને મારા આ સાહસ બદલ અભિનંદન પણ આપ્યા. સામાન્ય રીતે ચિંતન-મનન અને ઉંડી ખોજ સાથે ચીવટપૂર્વકનું સ્થાપત્ય તૈયાર થતું હોવાથી મારા હસ્તકનાં કેટલાંક શિલ્પો (મૂર્તિઓ) નું ઘણા સંઘોમાં અનુકરણ થયું છે. એટલે કે તે ઉપરથી એના જેવી જ બીજી મૂર્તિઓ જુદા જુદા અનેક સ્થળે બિરાજમાન કરવામાં આવી છે. વાલકેશ્વરમાં પદ્માવતીજી, સરસ્વતીજી અને લક્ષ્મીજી આ ત્રિપુટીની સ્થાપના થયા પછી > <d* [ ૬૫૦ ] => d*
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy