SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ * -ઋe -- ---- -- -- ---- -**-ઊe &8 | આ પુસ્તિકામાં છાપેલી પાષાણ અને ધાતુમૂર્તિઓનો પરિચય નોંધ–મને વિસ્તારથી લખવાની થોડી આદત પડી ગઈ છે એટલે કોઈપણ લખાણ ટૂંકું લખવું હોય છતાંય લાંબું થઈ જાય છે. બીજી બાજુ એમ થાય કે આવા નિમિત્તે જૈનસંઘને જણાવવા જેવી બાબતો જણાવાઈ જશે અને તેઓ વાંચીને વધુ સમજ મેળવે તો તે સારી વાત બનશે. જીંદગીમાં મોટો ભાગ પૂજ્યશ્રીની નિશ્રામાં જ રહેવાનું બન્યું. એક વખતે વાલકેશ્વરમાં દહેરાસરના પહેલા મજલે પૂજ્યશ્રીજીના ઉપદેશથી નવી દેરીઓ બાંધવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય કર્યો ત્યારે ગુરુદેવોને નવા પ્રતિમાજી ભરાવાની વિનંતી કરી. પૂજ્યપાદશ્રીએ કહ્યું કે આ । કામ યશોવિજયજીનું છે, એટલે તેઓશ્રીએ મને કહ્યું કે કંઈક નવું નિર્માણ કરી શકાય તો સારૂં! પછી મૂર્તિઓ કોની અને કેવી ભરાવવી તે અંગે ચિન્તન-મનન કર્યું. પછી તેની શું પેન્સિલથી કાચી ડિઝાઈનો કરી. એ ડિઝાઈનમાં ટાઇમ મળે ત્યારે સુધારા વધારા કરતો રહ્યો. હવે લાગ્યું કે ડિઝાઈનોમાં નવું કંઈક ઉમેરવા જેવું કે કાઢી નાખવા જેવું કશું નથી ! રહ્યું. ત્યારે ગુરુદેવને કાચી ડિઝાઈનો બતાવતો. ત્યાર પછી ચિત્રકાર પાસે કુલસાઈઝની કાચી ડિઝાઈનો પાસે બેસીને કરાવરાવી. એમાં પણ કુરસદે સુધારા વધારા કરતો રહ્યો. અને તૈયાર થયેલી મૂર્તિઓ કેવી લાગશે તેનું સ્પષ્ટ અને સુરેખ ચિત્ર નજર સામે બરાબર આવી ગયું. તે પછી જ તેની પાકી ડિઝાઈનો કુશળ ચિત્રકારો પાસે બનાવરાવી. તે ઉપરથી આરસની શું મૂર્તિઓનું કામ સોમપુરા અથવા જયપુરના આર્ટીસ્ટો વાલકેશ્વરમાં મારી નજર નીચે રહીને કરે તો બધી રીતે મનગમતું શ્રેષ્ઠ કંઈ કરાવી શકાય. પરંતુ પત્થરના કારીગરો પોતપોતાના કામમાં એવા રોકાયેલા હતા કે જેથી તરત કોઈ આવી શકે તેમ ન હતા. એટલે પછી છું જયપુરમાં જ કામ કરાવવાનું નક્કી કર્યું. જયપુરના જાણીતા મૂર્તિ આર્ટીસ્ટ ગણેશનારાયણ અને તેમના સુપુત્રને વાલકેશ્વર બોલાવી ૧૦ મૂર્તિઓની ડિઝાઈનોની સમજણ આપી. અંગોપાંગો અને અવયવો વગેરે કેવાં કરવાં તેની, તેમજ નાની નાની ઘણી બધી સમજણો શું આપી. ત્રણ મૂર્તિઓ તો નવીન જાતની હતી. એ ત્રણમાંય સહુથી વધારે નાજુક કામ છે. પ્રભાવશાલિની ભગવતી શ્રી પદ્માવતીજીનું હતું. ત્રણ દિવસ કારીગરોને રોક્યા. અલંકારો તે પહેરાવવામાં, સાડી પહેરાવવામાં, મુગટ ચડાવવામાં સગવડતા રહે તે માટે કેમ કરવું તે અંગેની બધી સૂચનાઓ આપી. ભાઈશ્રી ગણેશ નારાયણ જયપુરના શ્રેષ્ઠ અનુભવી પ્રથમ નંબરના કુશળ કલાકાર તરીકે સુપ્રસિદ્ધ હતા. તેમના સુપુત્રો પણ સુંદર કામ કરી જાણે છે. અને મારી સાથેનો પરિચય થયા પછી કલા પ્રત્યેની મારી સુઝ, રસ, અને અભિરૂચી જોઈને તેમણે પણ છે શ્રેષ્ઠ કામ કરી આપવાનો ઉત્સાહ વધે તે સ્વાભાવિક હતું અને તેમને હું રાજી થાઉં તો ? અમારી કલા અને કામ સફળ છે. આવો ખ્યાલ પૂરો હોવાથી શ્રેષ્ઠ મૂર્તિઓ ઘડી તૈયાર કરી આપી. • %68 %95-%- % [ ૬૪૯ ] - કચ્છ6-196ઋe+
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy