SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે શું? એ પ્રશ્નનો ઉત્તર આપવામાં સામાન્ય રીતે જાણકારી મુંઝવણ અનુભવે તેવી બાબત શું છે. કારણ કે અનાહત શબ્દ યોગ સાધનામાં ખૂબ જ પ્રચલિત બનેલો છે અને ત્યાં અનાહત $ શબ્દ નાદના વિશેષણ તરીકે વપરાય છે અને આખો શબ્દ અનાહતનાદ તરીકે પ્રસિદ્ધ છે. 5 અનાહતનાદ એટલે યોગસાધનામાં અમુક કક્ષાએ પહોંચ્યા બાદ શરીરમાં સ્વાભાવિક રીતે જ તે (સ્વર-વ્યંજનવાળો અથવા તે વિનાનો) એક પ્રકારનો ધ્વનિ સંભળાતો હોય છે. એ ધ્વનિ પોતાને છે તો સંભળાય છે પણ નજીકમાં બેઠેલા બીજાઓને પણ સાંભળવા મળે છે. એ ધ્વનિ સાધકે આ જે મંત્ર આત્મસાત્ કર્યો હોય તેનો જ થતો હોય છે. પણ અહીંયા યત્રના આલેખનની પ્રક્રિયા હોવાથી પ્રસ્તુત અનાહત સાથે કશો જ સંબંધ નથી. સિરિવાલકહા ગ્રન્થમાં સિદ્ધચક્રના આલેખનના શ્લોકોમાં માત્ર-અનાહત શબ્દ વાપર્યો છે, પણ અનાહત નાદ વાપર્યો નથી એટલે કે યત્રાલેખનમાં અનાહતનો અર્થ જુદો કરવાનો છે. જુદો શું કરવો? એ ૯૯ ટકા વાચકો કે : અભ્યાસીઓ માટે છેલ્લાં ઘણા વરસોથી મુંઝવણનો વિષય બની રહ્યો હોય તેમ સમજાય છે. શું ગ્રન્થના ઉલ્લેખો અને ચિત્રો જોતાં અનાહત શબ્દથી અહીંયા આકૃતિ લેવાની છે. આથી ? અનાહત શબ્દ આકૃતિ સૂચક પણ છે. આકૃતિનો વાચક છે. સૂચક છે તો કઈ આકૃતિ લેવી? | તો ૨૬માં પાનાનાં ચિત્રમાં બે જાતની આકૃતિ બતાવી છે. ૧. લંબચોરસ અને ૨. વર્તુલાકાર. અન્યત્ર સમચોરસની આકૃતિ પણ મળે છે. સિરિવાલકહાના આધારે ગોળાકાર કે ચોરસ કે શું લંબચોરસ પૂરા બે (અઢી, કે ૩) આંટા દોરવામાં આવે છે તેને “અનાહત' કહેવાય છે. જે બીજું સિદ્ધચક્ર-ઋષિમંડલ વગેરે વસ્ત્રોમાં સાડી ત્રણ રેખાઓ દોરવામાં આવે છે. આ કે રેખાઓ શા માટે કરવામાં આવે છે અને એ રેખાઓ શું છે એ બાબત મારે મન થોડી ? પ્રશ્નાર્થક જ રહી છે. શું આ સાડાત્રણ રેખાઓને પણ અનાહતની રેખાઓ સમજવી ખરી? ? ૨૬ માં પાનામાં છેલ્લે પાંચમો બ્લોક વૃક્ષનું પતું બતાવીને એની અંદર બે કુંડલાકારે અનાહત £ બતાવ્યો છે. પ્રાચીન પટોમાં મોટા ભાગે ઓકાર આલેખીને તેના નીચેના છેડા લાઈનમાંથી શું અનાહત શરૂ કરીને તેને પૂરા આંટા બતાવવામાં આવે છે. વર્તમાનકાળમાં પણ એ પટોના બે આધારે ઓકાર સહિત અનાહત ચીતરવામાં આવે છે. સેકડો વરસોથી ઓકાર સહિતના ને આલેખનો મળે છે પણ મારા અભ્યાસ અને ચિંતનને અને થયું કે આ જગ્યાએ અનક્ષર જ છું અનાહત કરવો બરાબર છે એટલે મેં મારા સિદ્ધચક્રના યત્રમાંથી ઓંકારને વિદાય આપી, | એકલી અનાહતની જ આકૃતિ દોરાવી છે. મને એક પ્રાચીન પટ એવો મલ્યો હતો કે જેમાં લબ્ધિ વલયના વર્તુળમાં રહેલા અનાહતો ઓકાર વિનાના હતા. એટલે મારા જેવો કોઈ સાધુ શું કરાવનાર હશે. મને આ એક આધાર પણ મલ્યો. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીના શિષ્ય પૂ. પં. મુનિ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ મને આજથી લગભગ ૩૭ વરસ ઉપર વડોદરામાં જ્યારે ભેગા થયા ત્યારે તેઓશ્રી પોતે જેની આરાધના કરતા હતા તે સિદ્ધચક્રપત્રનો પટ તેમની સાથે જ હતો. સિદ્ધચક્રના યત્ર પૂજન અંગેની ઘણી ચર્ચા કરી એમાં આ અનાહતની પણ શું પરસ્પર ચર્ચા વિચારણા થવા પામી. છેવટે મારી યુક્તિયુક્ત પુરાવાઓ સાથેની વાતો એમને એટલી બધી ગળે ઉતરી ગઈ કે એમનો પોતાનો યત્ર તરત જ મને આપીને કહે છે કે “મારા યત્રમાં અનાહતના ઓંકારો જે બધા છે તે બધા જ કઢાવી આપો’ એટલે મેં મારા હાજર --- -૩ઋ-----®e--[ ૬૩૭]>---- ---- -----૦૪
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy