SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ <> <>****** *>*&><+>&> પેઈન્ટર જયપુરવાળા જગન્નાથજી પાસે એમના રંગીન વસ્ત્રપટમાંથી ઓંકાર બધા કઢાવી નંખાયા હતા અનાહત અંગે હાલમાં આટલું ઘણું. ત્યારપછી ૨૭મા પાનામાં સિદ્ધચક્રપૂજનને લગતાં નવ ચિત્રો છે. ત્રીજું ચિત્ર સિદ્ધચક્રની આસન્નસેવિકાનું છે. આસન્ન સેવિકા એટલે સિદ્ધચક્રની સમીપમાં ભક્તિ કરતી દેવી. આ દેવી સિદ્ધચક્રની ખાસ દેવીઓ છે તે ૧૨ છે. એનું વર્ણન મલતું નથી. આ આસન્નસેવિકાઓ સિદ્ધચક્રપૂજનમાં આવતા અધિષ્ઠાયક વલયની દેવીઓ છે. એમ છતાં છેલ્લાં ૬૦૦ વરસથી આજ સુધીમાં જ્ઞાન ભંડારો, મંદિરોમાં મલતા કાગળના, કપડાનાં કે તાંબા વગેરેનાં કોઈપણ યન્ત્રમાં આ દેવીઓને લેશમાત્ર સ્થાન આપવામાં આવ્યું નથી. મારા પોતાના તરફથી આજથી ૨૫ વરસ ઉપર બહાર પડેલા ત્રણ કલરના વિશિષ્ટ પ્રકારના આકર્ષક યન્ત્રમાં, અધિષ્ઠાયક વલય અત્યારે જે પટોમાં છે તે કેન્સલ કરી ૧૨ આસનસેવિકાઓ અને ૪ અધિષ્ઠાયકો મળી ૧૬ ખાનાનું જ કરવું હતું. આ માટે અનુભવી વિચારશીલ પૂ.આ. શ્રી નન્દનસૂરિજી મ. તથા પૂ. આ.શ્રી ધર્મધુરંધરવિજયજી બંનેએ મારી વાત રૂબરૂ તથા પત્ર દ્વારા કબૂલ રાખી પણ પ્રચારમાં વલય ખૂબ આવી ગયું હોવાથી તે બદલવાથી ભ્રમ ઉભો થશે એટલે ન બદલે તો સારૂં એવો આગ્રહ જણાવ્યો એટલે મારી બદલવાની પૂરી ઇચ્છા છતાં વડીલોની આમન્યા જાળવવા અનિચ્છાએ જે વલય ચાલુ હતું તેને કાયમ રાખી ઘટતો ફેરફાર કરી દીધો. જુઓ, અધિષ્ઠાયક વલય, જેમાં બાર આસન્નસેવિકાઓનાં બારના બદલે એક જ ખાનામાં બાર ખાનાનું ભેગું નામ લખ્યું છે. આ અંગેની વિશેષ ચર્ચા કે સમજણ જોઈતી હોય તેમણે મારી લખેલી “સિદ્ધચક્રયન્ત્રપૂજન એક સર્વેક્ષણ અને સમીક્ષા' ૨૦૩૪ માં બહાર પડેલી અત્યન્ત ઉપયોગી માહિતીસભર પુસ્તિકાના ૩૫ થી ૪૨ પાનાં વાંચી લેવા. ત્યારપછીનાં ચાર ચિત્રો ભૂતબલિનાં છે. ભૂતબલિની ક્રિયા જૈન-જૈનેતર બંનેના અનુષ્ઠાનોમાં કરવામાં આવે છે. એ અંગે અહીં વિશેષ લખતો નથી. બીજા વિભાગનું લખાણ પૂર્ણ થયું. વિભાગ-૩ વિભાગ ત્રીજામાં પ્રતિક્રમણ સૂત્ર અંગેનાં ચિત્રો છે. તે અંગે લખવું અહીં જરૂરી નથી. એમ છતાં જૈન ધર્મમાં ગુરુનું સ્થાન શું છે? અને શિષ્ય ગમે તેવો હોંશિયાર હોય, વિદ્વાન હોય, પ્રભાવક હોય અને ગુરુ હોય કે ન પણ હોય પણ આત્મકલ્યાણના ખપી શિષ્યને ક્યારેય પોતાની આવડતનું કે જ્ઞાનનું અભિમાન આવી ન જાય અને જાણે અજાણે ગુરુને પોતાનાથી ઓછા જ્ઞાની કે અણસમજુ માની તેમનો અનાદર, અપમાન કે અવજ્ઞા કરવાનું સાહસ ન થઈ જાય માટે હંમેશા માતાના ગર્ભમાં રહેલું બાળક જેવું અજ્ઞાન હોય છે તેવો જ અજ્ઞાનભાવ શિષ્યના મનમાં ટકી રહે માટે રોજ ગર્ભાવસ્થાની અવસ્થા યાદ રાખવા સૂચન કર્યું પણ એ યાદ રાખવા કરતા રોજ કરી બતાવે તો રોજેરોજ નમ્રતા મજબૂત બની રહે તેથી ગુરુવંદનની ક્રિયામાં ગર્ભાવસ્થાની મુદ્રા HK <><e <<>* [૬૩૮ ] *+><I>K
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy