SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પાણી શીતળ છે તેથી તેને શાંતિદાયક કહ્યું છે. પાણી-જળ એ જીવન છે, પ્રાણ છે. આનો ઘણો ઘણો ઉપયોગ થાય છે. આ તત્ત્વનો પણ ઘણો મહિમા છે, એટલે પાણીથી ભરેલો કળશ ઘી બોલનારા હાથમાં રાખી પોતે જ કુંભમાં જળધારા કરે. હવે જ્યારે પતિ-પત્નીને ઉભા કરી એમના ભીડાવેલા હાથમાં જ કળશ રાખવાનું થાય એટલે એમણે તે જળ નાંખવાનું રહ્યું જ નહિ. સામાન્ય માણસો કળશ ભરી ભરી ઘડામાં જળ નાંખતાં રહે છે. પરિણામ એ આવે છે કે શાંતિજળનો જે મૂળભૂત હેતુ છે. તેનો લાભ તો પેલા ઘી ન બોલ્યા હોય તેવી વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે. મુખ્ય વ્યક્તિ મુખ્ય ક્રિયા કે ફળથી વંચિત રહે છે, માટે આ પ્રથા વ્યાજબી નથી, એને બદલવી જ જોઈએ. મારા આદેશથી મારી હાજરી હોય ત્યાં ધર્માત્મા, કુશળ ક્રિયાકાર શ્રી બાલુભાઇ (સુરત) એ પ્રમાણે કરતા હતા. બીજું એ કે પતિ-પત્ની સામસામી આંગળા ભીડાવી એ આંગળા ઉપર ઘડો મૂકાય અને પછી તે ચારશેર પાંચશેર પાણીથી ભરાય એટલે આંગળા ઉપર વજન વધે. આંગળા આ ભાર સહેલાઈથી સહી શકે નહિ, પરિણામે ઊભા રહેલા દંપાંતની માનસિક અકળામણ વધે, પછી મન ઘડાને સંભાળવામાં અને ક્યારે શાંતિ પૂરી થાય, એ ચિંતામાં પડે, પરિણામે મોટી શાંતિનો પાઠ સાંભળવામાં તેમનો જીવ કેવો રહે? આ દૃષ્ટિએ પણ ઊભા ઊભા કળશ ભરાવવા હિતાવહ નથી. કેમકે શાંતિ માટેની ક્રિયામાં જ માનસિક અશાંતિ ઊભી થઈ જાય. અસ્રમુદ્રા; સંહારમુદ્રા તેમજ ૨૪ માં પાનામાં તર્જની વગેરે જાપ માટેની આંગળીઓના ચિત્રોનો પરિચય મારી સંપાદિત કરેલી ઋષિમંડલયન્ત્ર પૂજન વિધિમાં આપ્યો છે, ત્યાં જોઈ લેવું. આ પરિચય લેખ પણ લાંબો થઈ ગયો છે. એટલે અહીં પુનઃ આપતો નથી. ત્યારપછી દિગમ્બરીય અનાહત સહિત ઓંકારનું ચિત્ર છે. એનો પરિચય પ્રારંભમાં આપ્યો છે. ૨૫મા પાનામાં ૠષિમંડલના પ્રથમના બે શ્લોકોના અર્થઘટનનો બ્લોક છાપ્યો છે. એનું વિવેચન અલગ આપ્યું છે. વિભાગ-૨ સિદ્ધચક્રયન્ત્ર પૂજનને લગતાં ચિત્રો પાનું-૨૬ (૧) આ વિભાગમાં પહેલું ચિત્ર શરીરને ટટ્ટાર રાખીને બે હાથ કેવી રીતે રાખીને પૂજામાં ઊભા રહેવું જોઈએ તે દર્શાવતું છે. (૨) અનાહત સહ સ્વર વર્ગનું ચિત્ર છે. આ વાત મુખ્યત્વે સિદ્ધચક્રયન્ત્રની છે. અનાહત નોંધ : —આત્મરક્ષા વગેરે વિધિ બધા જ પૂજનોમાં હોય છે. તેનાં ચિત્રો પ્રથમ વિભાગમાં આવી ગયા છે. ફક્ત સિદ્ધચક્રમાં જરા જુદી રીતના પ્રસંગો હોવાથી તેનાં જ ચિત્રો અહીં આપ્યાં છે. >><_ [ ૬૩૬ ] »
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy