SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે. તેઓશ્રીએ કરેલ શ્રી ચન્દ્રમહર્ષિ સંગ્રહણીની ટીકા ઘણી જ રોચક, સરળ અને સ્પષ્ટાર્થક છે. તે ઉપસંહાર અને મારી ક્ષમાયાચના :આ ચન્દ્રીયા સંગ્રહણીનું અધ્યયન અત્યારે સવિશેષ પ્રચાર પામ્યું છે, શ્રમણવર્ગમાં અધિક 2 ફેલાવો થયો છે, આમ છતાં અદ્યાવધિ તેવું સુંદર સરલ સ્પષ્ટાર્થક અને સુવિસ્તૃત ભાષાંતરની ખૂબ જ ખામી ચાલી આવતી હતી, જે હતું તે નહીંવત્ હતું જેથી પાઠકો ન તો તેનો સુંદર લાભ . ઉઠાવી શકતા કે ન તો તેનો જોઈએ તેવો સારો બોધ થતો. એ ખામીએ મને પ્રેર્યો અને તેથી ફક . મને તે મહાન ગ્રન્થનું ભાષાંતર કરવાની પુણ્ય તક સાંપડી (એ ભાષાંતર કયા સંજોગોમાં કેવી રીતે શરૂ થઈને પૂર્ણ થયું એનો ઉલ્લેખ મારા નિવેદનમાં અગાઉ કર્યો છે.) અને મેં તે કાર્ય મારી છે 2 શક્તિ બહારનું હતું છતાં દર્ભાવતી-ડભોઈ મંડન રાખંડપ્રભાવક શ્રી લોઢણ પાર્શ્વનાથજી ભગવાનના પરમ પ્રતાપથી અને પૂજ્ય આચાર્યદેવોની પરમ કૃપાથી અને પૂજ્ય ગુરૂદેવની સતત ક કોઈ સહાયથી અને અન્ય મુનિવર્ગ વગેરેના સહકારથી હું પૂરું કરી શકવા સમર્થ થયો તે ખાતર અને મારાથી કેવલ સ્વોપકારવૃત્તિની ખાતર થએલા આ કાર્ય બદલ મને જે હર્ષ થયો તે માટે વિનમ્ર છે અભિમાન લઉં તો હાસ્યાસ્પદ તો નહીં જ બનું! માનવમાત્ર ભૂલને પાત્ર છે, તો વાચકવર્ગ મારી પ્રસ્તાવનામાં થએલી ભૂલને ક્ષત્તવ્ય કરશે, તેવી જ રીતે મારા ભાષાંતરમાં રહેલી ખામીઓ નજરે પડે તેને ગૌણ કરી ક્ષત્તવ્ય ગણી ઉપકૃત કરશે અને મને જણાવશે એવી સહૃદયની પ્રાર્થના સાથે મારી પ્રસ્તાવના અહીં જ સમાપ્ત કરૂં છું. પાલીતાણા. ચંપાનિવાસ. શ્રી ગુરૂચરણ સેવક :અક્ષય તૃતીયા, યશોવિજય” વિ. સં. ૧૯૯૫. છે ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ; લાજ ગઈ જો લાખની, ફરી ને આવે હાથ. મહા મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત; સમય વિનાનું બોલવું, તે ત્રણ સરખી રીત. દાન આપતી વખતે હાથમાં શું છે તે નહિ પણ દિલમાં શું છે તે જોવાનું રાખો.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy