SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ********************************************* **** ************************ એથી જ એ પુરૂષ આ સૌભાગ્યવંતી ગુર્જરભૂમિના સ્વામી તરીકે જન્મ્યા, જન્મીને સેંકડો અદ્વિતીય અને વિદ્વત્તા ભરપૂર ગ્રન્થો દ્વારા ગુજરાતને અભિમાન લેતું અને અમર કર્યું, ત્યારે સાહિત્યક્ષેત્રમાં સમર્થ વ્યુત્પન્ન શેખર, પરમ બહુશ્રુત અને દાર્શનિક વિદ્વાન તરીકે તેમની અમર કૃતિઓ પ્રથમ સ્થાને છે એમ સત્ય વસ્તુસ્થિતિનું ઇતર સમાજને પુનઃ ભાન આજે પ્રગટ થયું છે. એ સિવાય અઢાર દેશાધિપતિ મહારાજા કુમારપાળને જૈનધર્મી બનાવ્યો, સેંકડો ભવ્યાત્માઓને જૈનધર્મમાં સ્થિર કર્યા, સર્વતોભદ્ર અહિંસાનો ડિડમનાદ ભારતના કંઈક દેશમાં ગાજતો કર્યો, આથી ગુજરાતના ધાર્મિક વૈભવ અને પ્રતાપની અસર અન્ય દેશો ઉપર ખૂબ જ ફરી વળી અને એથી જ એ યુગ હૈમયુગ તરીકે ઓળખાવવા લાગ્યો. એ આખોયે યુગ ટૂંકમાં તપાસીએ તો સાહિત્યવર્ધનનો, પ્રખર લેખકોનો, સમર્થ ઉપદેશકોનો, અસાધારણ જ્ઞાનપ્રચારનો, દેદીપ્યમાન બુદ્ધિમત્તાનો, પ્રચણ્ડવાદીકેસરીઓનો, ગ્રન્થ રચયિતાઓનો પુસ્તકકલાલેખનનો, વિવિધ સાહિત્યસર્જકોનો, જૈનપ્રવચન પ્રભાવકોનો, એમ એ ચમત્કારિક અને એક સોનેરી જ યુગ હતો અને એ યુગ દ્વારા જ જૈનસાહિત્ય દીર્ઘકાલિકી અવસ્થાવાળું અને ચિરસ્થાયી બની શક્યું હતું. તેમના સિવાય સમર્થ ટીકાકાર શ્રી મલયગિરિજી, સમર્થ વાદી ગજકેસરી, શ્રી દેવસૂરિજી (વાદી દેવસૂરિ), સમર્થ આગમવાદી વર્ધમાનસૂરિ આદિ અનેક મહાન પુરુષો પણ તત્કાલ વિદ્યમાન હતા. વળી ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ ‘દાદા' શબ્દથી સંબોધાતા શ્રી જિનદત્તસૂરિજી પણ ત્યારે હતા. બીજી બાજુ દિગમ્બર સમાજના શ્રી કુમુદચંદ્ર પ્રમુખ પ્રખર વિદ્વાનો પાચા હતા, અન્ય પ્રાંતોમાં બૌદ્ધ સમાજમાં પણ બુદ્ધિશાલી પંડિતોની ન્યૂનતા ન હતી, અરે! જૈનેતર સમાજમાં ડોકીયું કરીએ તો શંકરાચાર્ય જેવા સમર્થવાદી પણ તે જ યુગમાં જન્મેલા હતા. વિધમાન આમ એ યુગ જ વિદ્વાનોને પેદા કરનારો હતો, જૈનો માટે તો ખરેખર એ ચમત્કારિક અને સોનેરી યુગ જ હતો જ્યારે જૈનધર્મરૂપી સૂર્ય મધ્યાહ્નકાળે પહોંચી ગયો હતો. આ પ્રમાણે ગ્રન્થકર્તા શ્રી ચન્દ્રમહર્ષિના સમકાલિક મહાપુરૂષોનો આછો પરિચય દર્શાવ્યો. શ્રી સંગ્રહણી ઉપરના વૃત્તિકારો કોણ? = એ ચન્દ્રીયા સંગ્રહણીના ટીકાકાર તાત્કાલિક થએલા તેમના જ પંડિતપ્રજ્ઞ શિષ્ય શ્રી દેવભદ્રસૂરિ છે, જેઓ શ્રી મુનિચંદ્રસૂરિ નામના મહાન આચાર્યના પરમકૃપાપાત્રી અને લબ્ધ પ્રતિષ્ઠક હતા અને જેઓએ ક્ષેત્રસમાસ-જીવાનુશાસન, દર્શનશુદ્ધિ પ્રકરણ ઉપદેશરત્ન કોષાદિ ગ્રન્થના વિવરણકર્તા હતા. ન્યાયાવતાર પણ કર્યું છે, ક્ષેત્રસમાસવૃત્તિ ૧૨૩૩માં કર્યાનો ઉલ્લેખ B****************************************************** ૧. જ્યારે ભાષ્યકાર પ્રણીત સંગ્રહણીના ટીકાકાર શ્રી મલયિગિર ઉપરાંત અન્યાચાર્યો પણ થયા છે. પણ વર્તમાનમાં શ્રી મલયિંગરિંજીકૃત હતૂટીકા સિવાય અન્ય જોવામાં આવેલ નથી. -- ક્ષેત્રસમાસ, તે તેમના જ ગુરૂ શ્રી ચન્દ્રમહર્ષિનું કરેલું જ હોવું જોઇએ, કારણ કે સ્વગુરૂની સંગ્રહણી ઉપર જેમ પોતે જ ટીકા કરી, તેમ સ્વગુરૂકૃત ક્ષેત્રસમાસ ઉપર પણ ટીકા રચી હોય એમ સમજવું વધુ સંગત લાગે છે. **************** [ 33 ] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy