SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ મજ સંયમ, વકતા તરીકેની મર્યાદાઓનું પાલન, ભારે કટાક્ષો કે અણગમતા પ્રહારોનો સદંતર અભાવ, ઉગ્રતાનું નામનિશાન નહીં, વગેરે સદ્ગણોના કારણે પૂજ્યશ્રી વિશિષ્ટ કોટિના વ્યાખ્યાતા બની ગયા. તેઓશ્રીની વાણી જોરશોરથી ધમધમાટ કરતા નદીના પ્રવાહ જેવી ન હતી પણ સમુદ્રના જળ જેવી ધીર ગંભીર પ્રક્ષોભ વિનાની હતી. કદિ વિષયાંતર ન થતા, પ્રશ્ન દ્વારા ન કોઈને નું થવા દેતા. જે વિષય ઉપાડ્યો તેને પૂરી છણાવટથી છણતા. અને પ્રશ્ન કરવાની સહુને છૂટ આપતાં જો કોઈએ પ્રશ્ન કર્યો કે ક્રોસ કર્યો ત્યારે તો તેઓ ભારે ખીલી ઉઠતા અને પછી તો બાકીનું આખું વ્યાખ્યાન એમાં જ સમાપ્ત થઈ જતું અને અધૂરો વિષય બીજા દિવસે આગળ વધારતા. તેઓશ્રીના વ્યાખ્યાનો તત્ત્વજ્ઞાન પ્રધાન જ રહેતા. કેમકે તત્ત્વજ્ઞાન તો તેમનો પ્રાણ હતો ન એટલે ગમે તેવું લાઈટ વ્યાખ્યાન આપવાની ઇચ્છા કરી હોય પણ વ્યાખ્યાન કરતાં જો કોઈ આ તક ઉભી થઈ જાય તો તત્ત્વજ્ઞાન રજૂ કર્યા વિના ન રહે. તત્ત્વજ્ઞાનથી સભર વ્યાખ્યાનો કે કે તત્ત્વજ્ઞાનથી પોલીસ કરેલાં એવાં લાઈટ વ્યાખ્યાનો વિદ્વાન, બુદ્ધિમાન અને શિક્ષિતવર્ગના હૈયામાં શ્રેષ્ઠ કક્ષાએ આદર પામ્યાં હતાં. સૌમ્યતા, વાણીની મીઠાશ અને છટા આ આકર્ષક કેન્દ્રો હતાં. તેઓશ્રીનું વ્યાખ્યાન જો એક મહિનો જેણે શ્રવણ કર્યું હોય, તો તેને અન્ય વક્તાઓનાં આધુનિક દેશકાળ વિષય પ્રધાન, સર્વજનપ્રિય પ્રકારનાં વ્યાખ્યાનો સાંભળવામાં બહુ રસ પડતો નું ન હતો. એ શ્રોતાઓ દ્વારા જાણેલી બાબત છે, કેમકે તત્ત્વજ્ઞાન એટલે આત્માના ઘરની વાતો, તે આત્મલક્ષી વાતો એ કોણે ન ગમે? યદ્યપિ શ્રોતાની કક્ષા અને શ્રોતા ભેદે સમાજમાં બધાં જ તે પ્રકારનાં વ્યાખ્યાનો અને વિવિધ શક્તિઓ ધરાવતા વક્તાઓની આવશ્યકતા અનિવાર્ય છે. આ એ તો અંતરાત્માને સ્પર્શતા તત્ત્વજ્ઞાન પ્રત્યે અંતર આત્માનો કેવો આદર હોય છે તે જણાવવા પૂરતો આ જ આ ઉલ્લેખ સમજવાનો છે. જન્માંતરની કોઈ ઉત્કટ જ્ઞાન સાધના, સાથે સાથે પોતાના ગુરુદેવોનો અસાધારણ વિનય, વિવેક સાથે જ્વલંત ભક્તિભાવપૂર્વક સેવા, ગુરુચરણે જીવન સમર્પણ, આ બધા ઉમદા ગુણોના તે કારણે જ્ઞાનગુણ ખૂબ ખૂબ ખીલ્યો હતો. પરિણત જ્ઞાનગુણે સંયમ અને ક્રિયામાર્ગના એટલા જ અઠંગ પક્ષપાતી બનાવ્યા હતા. ક્ષયોપશમની અનુકૂળતા એમને એવી સુંદર હતી કે કોઈપણ શંકાનું સમાધાન એમની પાસેથી ન મળે એવું ભાગ્યેજ બને! કયારેક તો દ્રવ્યાનુયોગના શ્વેતામ્બર, દિગમ્બર પંડિતો કે શ્રાવકોની શંકાના સમાધાનો કરે - ત્યારે હું અને ઉપસ્થિત વર્ગ પણ અચંબામાં પડી જતા. વ્યાખ્યાન દ્વારા દ્રવ્યાનુયોગ જેવા તાત્ત્વિક - અને ગહન વિષયને સરળતાથી સમજાવવો એ સામાન્ય જ્ઞાની કે સામાન્ય શક્તિ ધરાવનાર : : વકતાનું કામ નથી. એ તો જ્ઞાનનો વિશાળ વ્યાપ હોય. જ્ઞાનની ઉંડી સાધના હોય, અને તે સમતોલ રીતે વિષયને રજૂઆત કરવાની વિશિષ્ટ કુશલતા હોય, આ બધું પુણ્યોદયે મળ્યું હોય તેનું કામ છે. પૂજય આચાર્યશ્રીજીને એ બધી શક્તિઓ વરેલી હતી. એક પત્રકારના શબ્દોમાં ન કહું તો “જેન સંઘમાં વ્યાખ્યાન દ્વારા તાત્ત્વિક રહસ્યોને તલસ્પર્શી રીતે સ્પર્શી, આવા વિષયોથી તે - લગભગ અસ્પૃશ્ય એવા શ્રોતાઓ આગળ સાદી ભાષામાં સરલતાથી રજૂ કરવામાં આચાર્યશ્રીજી એકના એક અનન્ય વક્તા છે.” આ મન્તવ્ય માત્ર એક પત્રકારનું નહિ પણ સેંકડો શ્રોતાઓ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy