SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ - સં. ૨૦૨૯માં બહાર પડી હતી. છેલ્લાં આઠેક વરસથી તે અપ્રાપ્ય બની હતી અને માગણીઓ ને ખૂબ થતી હતી, એટલે ચોથી આવૃત્તિ છાપવાનો નિર્ણય થયો અને સ્વર્ગસ્થ ગુરુદેવના અનેક ઉપકારોના ભારથી આભારિત ચેમ્બર શ્રી ઋષભદેવ જૈન ટેમ્પલ ટ્રસ્ટને પ્રસ્તુત પ્રકાશન ટ્રસ્ટ તરફથી થાય એવી સૂચના કરતાં ટ્રસ્ટના ભક્તિવંત અને કૃતજ્ઞ ટ્રસ્ટીઓએ આર્થિક ખર્ચની સંપૂર્ણ જવાબદારી સહર્ષ સ્વીકારી લીધી, જેના પરિણામે આ ચોથી આવૃત્તિનું પ્રકાશન સુલભ બન્યું. - પૂજ્ય ગુરુદેવની દીક્ષા લીધા બાદ તેઓશ્રીના બંને ગુરુદેવો, દ્રવ્યાનુયોગ વિષયક જ્ઞાનના ઉત્તમકક્ષાના અભ્યાસી વિદ્વાનો, એ વિષયના ખાસ પક્ષપાતી એટલે એ દિશામાં તૈયાર થવા તેઓશ્રીને પ્રોત્સાહન આપ્યું. બંને ગુરુદેવોએ પણ એ વિષયના ગ્રન્થો ભણાવ્યા. એ જમાનામાં છાપાનું જોર ન હતું અને ગુરુશ્રીને છાપા વાંચવા તરફ, વાતો કરવામાં રસ જ ન હતો એટલે શાસ્ત્રીય ગ્રન્થના અધ્યયન માટે પૂરતો સમય ફાળવી શકતા હતા. તેનું ચિંતન પણ કર્યા કરતા. તે વખતે બહાર પડતાં પરચૂરણ પુસ્તકોમાં કે કથાગ્રન્થોમાં તેમને રસ ન હતો, વાંચે તો દ્રવ્યાનુયોગનાં પુસ્તકો કે આગમિક ગ્રન્થો એટલે એમની બુદ્ધિ, હૃદય જૈનતત્ત્વજ્ઞાનના વિષયોથી તરબોળ બની ગયું હતું, પછી તેઓ તાત્ત્વિક વિષયોમાં ઉંડા ઉતરી ગયા અને તત્ત્વજ્ઞાનમાં ટોચના ગણાતા કમ્મપયડી તથા પંચસંગ્રહ વગેરે ગ્રન્થોનું પણ ખૂબ સમજ અને મનનપૂર્વક અધ્યયન કર્યું. જેના પરિણામે કર્મ વિષયનાં વિશાળ પદાર્થો-રહસ્યો જાણ્યાં, તેનાં કાર્ય-કારણ ભાવો-રહસ્યોનો તાગ સારા પ્રમાણમાં મેળવી લીધો. બુદ્ધિ તલસ્પર્શી બની. ઘણી વખત કર્મતત્ત્વને લગતી અથવા સૈદ્ધાત્તિક બાબતને લગતી વિષમ બાબતો ઉભી થાય ત્યારે ત્રણેય ગુરુદેવો મોટે ભાગે ગોચરીમાંથી ઉઠ્યા પછી તે ઉપર ચર્ચા-વિચારણા કરી પ્રશ્નોનો તાગ લેતા. હું પણ એ ચર્ચા સાંભળતો. વળી પૂજ્યશ્રીની પોતાની તીવ્રબુદ્ધિ, શ્રેષ્ઠ યાદશક્તિ, નવું નવું જાણવાની જિજ્ઞાસા એટલે કે ભણવાનો રસ તીવ્ર તો હતો જ પણ ભણવા કરતાંય ભણાવવાનો રસ અતિ તીવ્ર હતો, અને તે - તેઓશ્રી સહુના અનુભવની વાત દુહરાવતા ક્યારેક કહેતા કે વ્યુત્પન થવું હોય, પદાર્થનાં ન રહસ્યોને સ્પષ્ટ જાણવા હોય અને શંકાઓનું સમાધાન આપવાની શક્તિ મેળવવી હોય તો તે બીજાંઓને ભણાવો. મળેલ જ્ઞાનનો લાભ અન્યને જો આપતા જ રહેશો તો તમારું ભણેલું છે. એટલું લસોટાઈ જશે કે ખુદ તમને પોતાને અને શ્રોતાઓને બંનેને ઉપકારક અને આનંદજનક છે. બનશે. એ વાત તો નિર્વિવાદ છે કે ભણાવાથી જ ભણેલું ખીલી ઉઠે છે. જાતે દિવસે તેઓશ્રીએ ગુરુ આદેશથી વ્યાખ્યાનની પાટ સંભાળવી શરૂ કરી. ભગવતીજી સૂત્રના અઠંગ અને અજોડ વ્યાખ્યાનકાર દાદાગુરુ પૂ. આચાર્ય શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજના સતત વ્યાખ્યાન શ્રવણથી તેઓશ્રીની જ શૈલીનું અવતરણ યોગાનુયોગ પૂજય - યુગદિવાકર ગુરુદેવની વાણીમાં અને શૈલીમાં થયું હતું અને તે મુજબ તેઓશ્રી ભગવતીજી સૂત્રના છે શ્રેષ્ઠ પ્રવચનકાર બન્યા. કંઠની મધુરતા. ભાષા ઉપરનો કાબુ, વાણીનો–શરીરનો અને મુખનો ૧. કમ્મપયડીના વિષયને સમજવા માટે તેમણે પોતાના હાથે કેટલાંક નવાં ચિત્રો પણ નિપજાવ્યાં છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy