SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , - વિદ્વાનોનું છે અને એથી જૈન સમાજમાં તેમના માટે એક ખ્યાતિ હતી કે ‘તાત્ત્વિક અને તે અસરકારક વ્યાખ્યાન સાંભળવું હોય તો જાવ ધર્મસૂરિજી મહારાજના વ્યાખ્યાનમાં.' જૈનદર્શનના ઉત્સર્ગ અપવાદ, નિશ્ચય વહેવાર, કાર્ય કારણ ભાવની શૃંખલાઓ, નય, છે. નિક્ષેપાદિકની સૂક્ષ્મ વાતો, કર્મગ્રન્થની અદ્ભુત બાબતોને તેમજ જૈન તત્ત્વજ્ઞાનના ગંભીર છે. વિષયોને અનોખી ઢબે, સુગમતાથી તેમજ અતિસુંદર રીતે સમજાવતા હતા. એથી અનેક છે શ્રોતાઓ તેઓશ્રીની મધુર વાણીનું પાન એક ધ્યાનથી કરતા હતા. એક સરખા જુસ્સા સાથે જ - પ્રવહબદ્ધપણે નીકળતી વાણી શ્રોતા ડોકું ઉંચું કરી બરાબર સમ્મુખ મુખ રાખી એક ધ્યાને , જો ન સાંભળે અને એકાદ વાક્ય શ્રવણ કરવાનું જતું રહે તો શ્રોતાની થોડી મઝા ઉડી જાય. - તેઓશ્રીની તાત્ત્વિક, ગહન અને અપરિચિત વાતોને સમજવા માટે સજાગ ઉપયોગની બહુ જ છે છે. જરૂર પડતી. તેઓશ્રી સામે બરાબર ડોકું ઉંચું કરી, સન્મુખ રાખી મન શ્રવણમાં જોડી શ્રોતા ને સાંભળે તો જ પૂરો આનંદ મેળવે. પૂજ્યશ્રીની રોચક વાણીથી શ્રોતાઓનાં હૈયાં ધર્મભાવનાથી ન - પુલકિત બની જતાં. પ્રેરક અને બોધક પ્રવચનો સાંભળી જીવનનું કોઈ નવું ભાતું બાંધ્યાનો - અનેરો આનંદ અનુભવતા હતા. પૂજ્યશ્રી દોઢ કલાક સુધી એક ધારું પ્રવચન કરતાં જરાએ - થાકતા નહીં. વળી ઉપકારક બુદ્ધિ એવી કે પ્રવચન વિના એક દિવસ જાય તે તેઓશ્રીને ઈષ્ટ જ ન હતું. હાર્ટએટેક આવ્યા પછી કહેતા કે મારી દવા જ વ્યાખ્યાન છે. મને ન વિચારેલી, ન ન કલ્પેલી વાતો એવી ઉપસી આવે છે કે જેથી મને આનંદ રહે છે, એટલે જ્યાં જાય ત્યાં બિ ઓછાવત્તા સમય માટેનું પણ પ્રવચન આપ્યા વિના રહે નહીં. આ એમનું વ્યસન હતું. તે કે વ્યાખ્યાન આપવામાં અને જ્ઞાન દાનમાં તો સદાય અપ્રમત્તભાવ તેઓશ્રીને પ્રવર્તતો હતો. વળી તેઓશ્રીની પાસે ગ્રન્થ-સૂત્ર વાચના લેવી કે સાંભળવી એ એક અનુપમ લ્હાવો એ ગણાતો હતો. કેમકે તેઓશ્રીના જ્ઞાનનો નકશો માત્ર લાંબો પહોળો ન હતો પણ ઉંડો એટલે છે - ત્રિપરિમાણ-શ્રી પરિમાણ (થ્રી ડાયમેન્શન) હતો. એક જૂની વાત યાદ આવી તે એ કે અજમેરમાં રહેતા જૈન તત્ત્વજ્ઞાનના રસિયા ન જાણીતા વિદ્વાન અને લેખક શેઠશ્રી કસ્તુરમલજી બાઠીયાએ તો આજથી બાવીસ વર્ષ ઉપર - પૂજ્યશ્રીના ભગવતી સૂત્રના પ્રવચનો વાંચીને ભાવનગરથી પ્રગટ થતાં “એક સાપ્તાહિક પત્રમાં જ એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં એમણે લખ્યું હતું કે, “ભગવતીજી સૂત્ર ઉપર અન્ય-મૂર્તિપૂજક આચાર્યોનાં જે પ્રવચનો પ્રગટ થયાં છે, એમાં P. ભગવતીજી સૂત્રને સૌથી શ્રેષ્ઠ ન્યાય આપ્યો હોય તો પૂજય આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ આપ્યો છે. વસ્તુના-પદાર્થનાં હાર્દને પકડવાની, મૂલભૂત વસ્તુને યથાતથ્ય રજૂ કરવાની, વિષયની તલસ્પર્શી છણાવટ કરવાની વિશિષ્ટ શક્તિ જે જોઈને ખરેખર તેઓશ્રીના ઉંડા, ગહરા - શાસ્ત્રીય વિષયોનો અભ્યાસ અને તેના ઉંડા ચિંતન-મનનને આભારી છે.' પણ ઘણા ખેદની , , , , A ૧. તેઓશ્રી વધુ વ્યાખ્યાનો લખી શક્યા ન હતાં. મારા આગ્રહથી પાછળથી બહુ થોડાંક લખ્યા હતાં તે - જેમના હાથમાં છે તેની પાસેથી મળી શક્યાં નથી.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy