SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તે તે જ પ્રમાણે એ જ મહાત્માએ ક્ષમાશ્રમણ શ્રી જિનભદ્રગણીના બૃહëત્રસમાસ નામના ગ્રન્થ : આ ઉપરથી સરલ અને ગંભીરાર્થ એવા ક્ષેત્રસમાસગ્રન્થ રચવાના માનસિક વેગને પણ અમલમાં મૂક્યો છે જેનો આરંભ “મધુવીર સાતત્યમા’ એ ગાથાદ્યપદથી થાય છે પણ અત્યારે તે પ્રસિદ્ધિમાં 5 નથી પણ એની પ્રત ખંભાત ભંડારમાં વિદ્યમાન છે. અત્યારે પ્રસિદ્ધિમાં તો શ્રી રત્નશેખરસૂરિ કૃત માં ક્ષેત્રસમાસ વધારે છે. આવી આવી સુલભ કૃતિઓ રચી ખરેખર! તેઓએ પરોપકાર શીલતાની પરાકાષ્ઠાનું દર્શન કરાવ્યું છે. આ ઉપરથી શ્રી ચન્દ્રમહર્ષિજી ભૂગોળ અને ખગોળ વિષયના સુનિષ્ણાત હોવા સાથે તેવા વિષય પરત્વે હાર્દિક લાગણી ધરાવનાર ચારે અનુયોગના પરમાભ્યાસી હતા, એમ સારી રીતે ક અવલોકી શકાય છે. આ સિવાય કમનસીબે તેમની શિષ્યાદિ પરંપરાનો, માતાપિતાદિકના નામનો, તો કે જન્મસ્થળ ઇત્યાદિનો સત્તાવાર કશોએ ઉલ્લેખ દષ્ટિગોચર થતો નથી. શ્રી ચન્દ્રમહર્ષિના સમકાલિક મહર્ષિઓ અને બારમી સદી : - શ્રી ચન્દ્રમહર્ષિના સમકાલિક પુરુષો જે છે તેનું વર્ણન કરવા જો બેસીએ તો તો ઘણાં પાનાં રે રોકવાં પડે, પણ જો અતિ સંક્ષેપમાં ધ્યાન દોરીએ તો તેમના સમકાલિક શ્રી કલિકાલ સર્વજ્ઞ છે ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી એ છેલ્લી સદીઓમાંના એક મહાનમાં મહાન પુરુષ તરીકે હું ઓળખાવી શકાય, તેઓ એક આગમવાદી અને તર્કવાદી તરીકે જબરજસ્ત અને કોઈ અનોખા જ મહર્ષિ હતા, તેમનું વ્યક્તિત્વ અસાધારણ પ્રતિભાશાળી હતું, ત્યાગ વૈરાગ્યના તો સાક્ષાત્ રોક પ્રતિબિંબ સમા હતા, એક અબધૂત યોગી તરીકે પ્રખર મંત્રવાદી તરીકે, કુશલ તંત્રવાદી તરીકે, અને એક સમર્થવાદી તરીકે તે અદ્વિતીય નરોત્તમ હતા. તેમના નૈષ્ઠિક બ્રહ્મચર્યનો પ્રતાપ ભલભલા ગગનમંડળને ભેદીને ઇન્દ્રલોકમાં પ્રસરી વળ્યો હતો. ભલભલા ચમરબંધીઓના મસ્તકો તેમનો પાદસ્પર્શ કરતા હતા, તેઓએ ગુજરાતને પોતાનું પ્રાણપ્રિય ક્ષેત્ર બનાવી સારાએ દેશને સામાજિક કે રાજકીય, ધાર્મિક કે વ્યવહારિક હરેક બાબતોમાં નવું જ ચેતન અને નવસર્જન સમપ્યું હતું. હું તેઓશ્રીએ રાજકારણ પાછળ, ધર્મપ્રચાર અને સાહિત્ય સંસ્કૃતિનો જબ્બર વિકાસ કર્યો હતો. તે મહાન વૈયાકરણી તરીકે કોષકાર કાવ્યકાર તરીકે અત્યારે પણ તેઓ અક્ષરદેહ દ્વારા જગવિખ્યાત બન્યા છે. તેઓની અસાધારણ, વાજલ્યમાન વિદ્વત્તાએ સહુ કોઈને આશ્ચર્ય મુગ્ધ બનાવી વંદન નમસ્કારના અર્બ ઝીલ્યાં છે. ધન્ય હો! એ અમરાત્માને! એ પુરૂષ જો ન જન્મ્યા હોત, સાહિત્યક્ષેત્રને ફલીફુલીને ઉંડામાં ઉંડું દોહન કરીને સર્વતોમુખી બનાવ્યું ન હોત, પ્રત્યેક વિષય ઉપર તલસ્પર્શી વિશાળ અને તુલનાત્મક દૃષ્ટિએ ગ્રન્થ સંદર્ભો રચ્યા ન હોત, તો નવીન યુગમાં એક સાહિત્યક્ષેત્ર ખરેખર અપૂર્ણ જ લેખાયું હોત. અરે! એ અષ્ટાધ્યાયી વ્યાકરણ વિના આજના નવીન અને પ્રગતિમય યુગમાં ગુજરાતને શરમનો અંચલો ઓઢવાનો જ પ્રસંગ આવ્યો હોત, પણ તે એ પુણ્યભૂમિનાં તેજ કોઈના લુંટ્યા લુટાયાં છે ખરાંકે! સમાજના સદ્ભાગ્ય કદીએ ઝુંટવાયા છે તે ખરાંકે! ધાર્મિક તપોબલના ચમકારા દીર્ઘકાળ પર્યન્ત કોઈ ઠેકાણે અદૃશ્ય રહ્યાં છે ખરાંકે! હરગીજ નહીં.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy