SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંડારકરની માત્ર બે બુક જ ભણ્યા હતા. વ્યાકરણ વગેરે ભણ્યા ન હતા પણ અનેક ગ્રન્થોના અભ્યાસ-વાંચનથી તેમજ જ્ઞાનનો કોઈ એવો પ્રગાઢ ઉંડો ઉઘાડ હતો કે ગમે તે શાસ્ત્ર વગેરે ગ્રન્થોની ટીકા બેસાડી શકતા હતા. ભાષાંતર કરવામાં તેઓ ખૂબ જ કુશળ હતા. તથા તે તે વિષયના શાસ્રકથિત વર્ણનના ચિત્રો પણ સુંદર દોરી શકતા હતા. સાંભળવા પ્રમાણે સંપૂર્ણ લોકપ્રકાશનું તેમણે ભાષાંતર કર્યું છે. ભારે કમનસીબીની વાત એ છે કે તેઓ સંસારી હોવાના કારણે એક સમર્થ વિદ્વાન આચાર્ય જેવા જ જ્ઞાની છતાં સમાજને તેની સાચી અને પૂરી ઓળખ ન હતી અને પોતે એકદમ નિરાડમ્બરી સામાન્યકક્ષાની વ્યક્તિ જેવું જ જીવન જીવવામાં આનંદ માનતા હતા. અનેક સાધુ-સાધ્વીજીઓને એમણે ભણાવ્યા છે. હું તો ત્યારે દશ બાર વર્ષનો એટલે ખ્યાલ ન આવ્યો અને તરત જ તેઓ અવસાન પામ્યા, એટલે દુઃખની વાત એ કે તેમણે કરેલા ભાષાંતરોની એક યાદી કોઈ તૈયાર ન કરી શક્યું કે તૈયાર ન થવા પામી. * એમણે કરેલા ભાષાંતરમાં ઘણા સુધારા-વધારા દ્રવ્યાનુયોગ વિજ્ઞાનના પરમ નિષ્ણાત અને આજે (પ્રાયઃ) તો એકમેવ અદ્વિતીય જેવા મારા પૂજ્ય ગુરુદેવ યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે કર્યા. ખૂબ ખંતથી પ્રેસ કોપી જોઈ. ચીવટથી સુધારાવધારા કર્યા. પોતાના જ હાથેથી સુંદર લાઈનવર્કનાં ચિત્રો બનાવ્યાં જે આમાં છાપવામાં આવ્યા છે. આજે તે પુસ્તકની ચોથી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે જેથી વિદ્યાર્થીઓની અગવડનો અન્ન આવશે. અગત્યની વાતની જાણકારી એક વાતનો ઉલ્લેખ કરવો અત્યન્ત જરૂરી સમજી અહીં કરૂં છું. વાત છે સંવત ૨૦૧૪ની, માટુંગા મુંબઈમાં હતો ત્યારની. પંડિતજી શ્રી ચંદુભાઈને કમ્મપયડી આદિ તથા ગુણસ્થાનક ક્રમારોહ આદિના વિષય ઉપર ચિત્રો–ડીઝાયનો સાથે ટ્રેસીંગ પેપર, કાપડ ઉપર સહીથી કામ કરેલા સાતેક બંડલો ડભોઈનાં જ્ઞાનમંદિરમાં હતા. એ કામ ચંદુભાઈ મારી હાજરીમાં બપોરે ઉપાશ્રયમાં બેસી કરતા હતા. આ સાત બંડલો મેં (ચાલીસ) વરસ ઉપર માટુંગા હતો ત્યારે ડભોઈથી મંગાવેલા પછી પાછા મોકલી આપ્યા હતા. પણ જ્ઞાનમંદિરના કાર્યકર્તાઓ કહે છે કે તે બંડલો જ્ઞાનમંદિરમાં દેખાતા નથી એટલે લાગે છે કે કોઈ લઈ ગયું હોય, દુર્બુદ્ધિની ભાવનાથી બન્યું હોય. મારી ઇચ્છા આ ચોપડાનાં લખાણને ફોટો કોપી કરાવી પછી છપાવવાની હતી. આવું કાર્ય ભાગ્યેજ જોવા મલશે. પણ હવે ડભોઈવાળા કહે છે કે જ્ઞાનમંદિરમાં કબાટોમાં નથી. હજુ તપાસ કરતા મળી જાય તો મહદ્ આનંદની વાત થાય અથવા કોઈ ભાગ્યશાળી પાસે હોય ૧. જેના ત્રણ સર્ગો પ્રકાશિત થયા છે. બાકીના સર્ગોનું ભાષાંતર થયું હોય અને જેની પાસે હોય તે જરૂર પ્રગટ કરાવે. ૨૩ [ ૫૬૯ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy