SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ અહોહોહોઇ તો અતિઅહી નિકાલ. અરજી અ. . Www. કયાં કરવી? એટલે આ કર્મગ્રન્થ ફિલષ્ટ હોવાથી એને ભણનારા અત્યલ્પ સંખ્ય જ હોય છે, પણ આ અત્યલ્પ સંખ્ય આત્માઓનું આવા તત્ત્વજ્ઞાનને જીવંત રાખવામાં ઘણું જ મહત્વનું યોગદાન છે. આ અધ્યયન સેંકડો વરસથી ચાલતું આવ્યું છે અને ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલ્યા કરશે એ નિઃશંક બાબત છે. આ અધ્યયન પુસ્તકના અભાવે મૃતપ્રાયઃ ન બની જાય એટલા માટે જ્યારે જ્યારે એની તાણ ઊભી થાય છે ત્યારે ત્યારે આ ગ્રન્થને પુનઃ છપાવવા માટે પ્રેરણા કરતા રહ્યા છીએ. તદનુસાર આ ગ્રન્થની ચોથી આવૃત્તિ સંસ્થા પ્રગટ કરી રહી છે. એ સંસ્થા માટે ગૌરવની અને મારા માટે સંતોષની અને અધ્યયનાર્થીઓ માટે આનંદની બાબત છે. આ ગ્રન્થના લેખક છે એક વખતના મારા વિદ્યાગુરુ જેવા ગૃહસ્થ સ્વ. પંડિત શ્રીયુત - ચંદુલાલભાઈ. શ્રી ચંદુલાલભાઈ એક જૈન પાઠશાળાના શિક્ષક તો હતા એટલું જ નહિ પરંતુ તે છે તે વધીને તેઓ કમ્મપયડી ગુણસ્થાનકક્રમારોહ આદિ તત્ત્વજ્ઞાનના ગ્રન્થોનાં પ્રખર પંડિત હતા તે અને એથી જ એમને મોટા મોટા વિદ્વાન સાધુઓને લોકપ્રકાશ, કમ્મપયડી, ગુણસ્થાનક-ક્રમારોહ, તત્ત્વાર્થ, કર્મગ્રન્થ આદિ ગ્રન્થોનું અધ્યયન પણ કરાવ્યું હતું. કાર્મગ્રન્થિક, ગુણસ્થાનક વિષયક બાબતમાં, ચિંતનમાં જ્યારે જયારે સમર્થ સાધુઓને પણ કોઈ બાબતમાં ગડ ન બેસે ત્યારે તેઓ પંડિત શ્રી ચંદુલાલભાઈની સાથે ચર્ચા વિચારણા કરતાં. કેમકે તેઓનું ચિંતન ઘણું ઉંડું હતું, એટલે ગુંચનો ઉકેલ લાવવામાં એમની નજર પહોચી જતી અને તીવ્ર ક્ષયોપશમ પ્રવર્તતો હોવાથી સવાલ કરનારને એમના ઉત્તરથી હાર્દિક સંતોષ થતો જ. મારા પૂજ્ય તારક ગુરુદેવે પણ છે તેઓશ્રી પાસે કમ્મપયડી વગેરે ગ્રન્થોનું અધ્યયન કર્યું હતું. એક વખત આ ચંદુભાઈની મારી જન્મભૂમિ ડભોઈમાં શિક્ષક તરીકે નિમણૂંક થઈ ત્યારે મારી ઉમ્મર પ્રાયઃ ૧૧ વરસની હશે ખરી! આવા એક સંસારી છતાં જન્માન્તરની જ જ્ઞાનસાધનાના પ્રતાપે સમર્થ વિદ્વાન બનેલા ચંદુભાઈ ગુજરી જતાં હું ખૂબ જ નિરાશ બની ગયો હતો. મારા પ્રત્યે તેમની અનન્ય પ્રીતિ લાગણી પ્રવર્તતી હતી. વિ. સં. ૧૯૯૨માં મારી દીક્ષા નું છેપછી તેઓ પૂજ્ય ગુરુદેવને વંદનાર્થે આવતા ત્યારે હું સંસ્કૃત ભણતો હતો. ત્યારે તેમણે મને તે બે-ત્રણ વરસ રહી કર્મશાસ્ત્રના ગ્રન્થો ભણાવવાનું વચન આપ્યું હતું. કેમકે મારા પર તેમને જે પ્રથમથી જ અનન્ય પ્રેમ અને વાત્સલ્ય હતું. જો કે મારા પૂજ્ય ગુરુદેવ પણ મને ભણાવનાર છે હતા. છતાંય સમય પૂરતો મેળવી ન શકાય. પારકી મા કાન વીંધે, બીજા પાસે સજાગ વધુ છે રહેવું પડે, આ બધા લાભો રહે છે, પણ મને ભણાવવાનો સમય આવ્યો ત્યારે તેઓ કમનસીબે તે દિવંગત થયા હતા અને આવા ઊંડા તત્ત્વજ્ઞાની પાસે અભ્યાસ કરવાનું મારું સ્વપ્ન ભાંગી ગયું, ત્યારે હું ઘડીભર શૂન્યમનસ્ક બની ગયેલો. પૂજ્ય ગુરુદેવે આશ્વાસન આપી સ્વસ્થ બનાવેલ. હું મારી દીક્ષાના કાર્યમાં પણ સારા સહાયક રહ્યા હતા. કોઈ શિક્ષિત મહેનત કરી એમના ગ્રન્થોની પૂરી યાદી તૈયાર કરી શકે તો સારી વાત છે . બને. . સુશ્રાવક ચંદુભાઈ માત્ર સંસ્કૃત જ્ઞાન માટે માત્ર માર્ગોપદેશિકા અને મન્દિરાન્ત પ્રવેશિકા ને Video e Movi @Good ભUg
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy