SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ નામનિર્દેશ સૂચક ગાથાઓ હજુ મોજુદ જોવાય છે. તે ઉક્ત વાતની સાક્ષી આપે છે. આ બીનાથી સબળ રીતે આપણે કહી શકીએ તેમ છીએ કે ફક્ત સંગ્રહણી સૂત્રના ક પઠનપાઠનની બહુલતાને અંગે, અધ્યયન અધ્યાપન કાળે તેમજ લેખનકાળે તે સૂત્રની પ્રાચીન ટીકાન્તર્ગત તેમજ અન્ય અન્ય ગ્રંથોમાં જોવાએલી પ્રક્ષેપાત્મક ગાથાઓનો અભ્યાસીઓના વર્ગોએ સ્વેચ્છાનુસાર તે તે સંગત સ્થળોએ નિવેશ કરવા પૂર્વક પ્રતો લખાવેલી હોય અને તેથી ભિન્ન ભિન્ન રીયા ગાથા પ્રમાણ દશ્યમાન થતું હોય તો તેમાં કશું આશ્ચર્ય જેવું નથી. ચન્દ્રીયા સંગ્રહણી પણ કેમ ગુરૂત્તર થઈ ગઈ? જેમ સંગ્રહણીના મૂલોત્પાદક-પ્રણેતા શ્રી જિનભદ્રગણિ મહારાજની સાતમા સૈકામાં રચાએલી . - સંગ્રહણી બારમા સૈકા દરમિયાન (મલયગિરિ ટીકા રચનાકાલ સમયમાં) પ્રક્ષેપાદિક ગાથાઓથી . અભ્યાસીઓ દ્વારા વધતી વધતી લગભગ ૩૫૩, ૪૨૫ અને ૪૮૫ એમ ભિન્ન ભિન્ન રીતે આ હ પણ સંખ્યા વૃદ્ધિવાળી થઈ ગઈ, (આવી ૧૨ મી સદી પછીથી અત્યાર સુધીના સાત સદીના છે કાળમાં તે જ સંગ્રહણી ૫૦૦, તેમજ પ૭પ ઇત્યાદિ પ્રમાણવાળી ખૂબ જ વધી ગઈ, તેવી જ છે રીતે ૧૨મી સદીમાં સ્વતંત્ર કૃતિકાર તરીકે તેમજ નવીન સંસ્કરણ તરીકે બાલજીવોને સંક્ષેપમાં 2 અને અલ્પકાળમાં ઘણો બોધ થાય' એ દૃષ્ટિએ રચેલી મલધારી શ્રી ચન્દ્રમહર્ષિ પ્રણીત સંગ્રહણી - કે જે રચી ત્યારે ૨૭૩ ગાથા પ્રમાણ હતી તે પણ વધતી વધતી છેલ્લી સાત સદીઓ દરમિયાન ૩૧૨-૩૧૮ અને ૩૪૯ એમ ભિન્ન ભિન્ન રીતે ગાથાની સંખ્યા વૃદ્ધિવાળી થઈ ગએલી, એવું છે સંખ્યાબંધ પ્રતિઓમાં જોવાય છે. પ્રચણ્ડ વિપર્યાસો છતાં કર્તાનો જળવાઈ રહેલો નામ નિર્દેશ :અને એના પ્રામાણિક અને સચોટ પુરાવા તરીકે બને મહર્ષિના નામથી અંકિત ભિન્ન ભિન્ન ગાથા સંખ્યાવાળી બને કૃતિકારોની કરેલી સંગ્રહણી છતાં તે તે પ્રતિઓમાં આબાદ રીતે જળવાઈ રહેલી કર્તાની સ્વનામાંકિત ગાથાઓ, અને તે માટે પૂર્વકાલિક અભ્યાસીઓએ પ્રક્ષેપગાથા ઉમેરવાની કે સ્વીકારેલી સાહસપદ્ધતિ છતાં પણ મૂલકર્તાના સુવર્ણ નામને લેખનકાળે જાળવી રાખેલ અજબ ખંત કે ૬ અને સાચી નિસ્પૃહતા માટે આપણે અખૂટ સન્માન અને અભિમાન ધરાવી શકીએ. આથી સારાંશ એ આવ્યો કે ભાષ્યકારની મૂલસંગ્રહણી, અને અંગોપાંગભૂત સૂત્રો ઉપરથી 5 છે. અને ક્ષમાશ્રમણની સંગ્રહણીને દૃષ્ટિસમીપ રાખી કરેલી બીજી શ્રી ચન્દ્રીયા સંગ્રહણી એ બન્ને - સ્વતંત્ર જ કૃતિઓ છે, તે સિવાય સંગ્રહણીની સ્વતંત્ર કૃતિ કોઈપણ મહર્ષિએ કરી હોય તેવો ઉલ્લેખ છે તે અત્યાર સુધીના પુરાતનીય પ્રકૃષ્ટ સંશોધન દરમિયાન જોવામાં કે જાણવામાં આવ્યો નથી. કોડ સંગ્રહણી–એટલે જેમાં ચૌદરાજ લોકવર્તી જડ કે ચેતન સ્વરૂપ પદાર્થોને પ્રતિપાદન કરે વ કરનાર સ્થાન-આયુષ્ય દેહાદિક વર્ણનનો સંક્ષિપ્ત, પણ ગંભીરપણે પિડીભૂત અર્થ સંગ્રહીત = ડાબ. ૧. ક્ષેત્રસમાસ માટે તેવું જ બન્યું છે જે આગળ કહેવાશે. =========sease [ ૧૮ ] = == ======= ========
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy