SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ****** ************ ટીકાકાર શ્રી મલયિંગર મહારાજે વૃત્તિ રચી છે જે સુપ્રસિદ્ધ છે, જ્યારે તે જ સદીની રચેલી શ્રી ચંદ્રસૂરિની સંગ્રહણી ઉપર તે જ સદીમાં થએલા શ્રી ચંદ્રસૂરિજીના જ અત્તેવાસી શ્રી દેવભદ્રસૂરિજીએ જે વૃત્તિ કરી છે, તે દેવભદ્રસૂરિષ્કૃત વૃત્તિમાં દર્શાવેલા “નવુ તિ સંક્ષિપ્તતવા પ્રયોગનું તાર્દ મૂનસંગ્રહવ્યેવાસ્તુ, વિ પુનઃ પ્રવાસેન? પ્રાયસ્તસ્યા અખેતાવમાત્રવત્ ।'' આ કથનથી ક્ષમાશ્રમણની મૂલ સંગ્રહણીનું પ્રમાણ ૨૭૧ ગાથાની આસપાસનું હતું, જ્યારે મલયિગિર મહારાજે ટીકા કરેલી તે સત્તા સમય બારમી સદીનો હતો એટલે મૂલ રચના સમય અને ટીકાના રચના સમય વચ્ચેના પાંચ સદીના કાળ દરમિયાનમાં તે ૨૭૧ આસપાસનું ગાથા સંખ્યામાન વધતું વધતું ૩૫૦ ઉપર પહોંચી ગએલું હતું, અને શ્રી મલયગિરિજીએ પણ ૨૭૧ ની મૂલ ગાથાની સાતમી સદીની અસલ પ્રતિના અભાવે, ૨૭૧ ગાથા મૂલ કર્તાની કઈ કઈ હોઈ શકે તે વસ્તુ સંબંધી નિર્ણયના સાધનના અભાવે, કે તે સમયે મૂલ સંગ્રહણીના (૨૭૧ ગાથા) પ્રમાણમાં પ્રક્ષેપક ગાથાઓ વધી જતાં ૩૫૦ ગાથાની આસપાસવાળી પ્રતિઓ ઉપરથી બહોળા પ્રમાણમાં થઈ રહેલા પ્રચારને લક્ષ્યમાં લઈને મૂલ સંગ્રહણી પ્રમાણ ગાથાની ટીકા ન કરતાં ૩૫૩ ગાથા પ્રમાણ સંગ્રહણીની ટીકા વિરચવી પડી છે. અને એથી જ તે પછીના નજીકના સમયમાં થએલા શ્રી ચન્દ્રીયા સંગ્રહણીના ટીકાકાર શ્રી દેવભદ્રસૂરિજી ગાથા ૨૭૧મી ગાથાની ટીકામાં ખરૂં જ કહે છે કે ‘પ્રક્ષેપ પાથમિવૃદ્ધિ નીયમાનાઽધુના યાવતુ વિગ્વિન ચતુઃશતીમાના પર્શ્વશતીમાના ચ મુત્તા સંગાતા' અર્થાત્ અત્યારે એ સંગ્રહણી કંઈક ન્યૂન ૪૦૦ ગાથા પ્રમાણ વા પાંચસો ગાથા પ્રમાણ જેટલી ગુરૂત્તર થઈ ગઈ છે. આથી જે ન્યૂન ૪૦૦ ગાથાનો ઉલ્લેખ છે તે સંગત થાય છે અને તે જાતની પ્રતિઓનો કંઈક ન્યૂન ૫૦૦ ગાથાની અપેક્ષાએ વધુ પ્રચાર હોવો જોઈએ, અને તેથી જ શ્રી મલયગિરિ મહારાજે પણ તેના જ ઉપર ટીકા કરેલી હોય એમ માનવું સંગત લાગે છે. સંગ્રહણીના સ્વતંત્ર કૃતિકાર તરીકે બે જ મહર્ષિ છે ***************************************** ગમે તેમ હોય પણ ભાષ્યકાર ક્ષમાશ્રમણની સંગ્રહણીની આદ્ય ગાથાના ‘નિર્દેવિય ગમ વીર મઙળ ।' એ પદથી અને શ્રી ચન્દ્રમહર્ષિના આદ્ય નમિરું અહંતાફ, મિવળોજાહળા ય જ્ઞેયં ।' આવા ભિન્ન પદથી એટલું તો ચોક્કસ છે કે શ્રી બૃહત્સંગ્રહણી પ્રાકૃત ભાષા સૂત્રના સ્વતંત્ર કૃતિકાર તરીકે શ્રી ‘ક્ષમાશ્રમણ’' મહારાજ અને શ્રી ‘ચંદ્રમહર્ષિ’ આ બન્ને જ મહાપુરુષો છે. ******************************** અને અત્યારે વર્તમાન યુગમાં ઉપલબ્ધ થતી પ્રાચીન અર્વાચીન પ્રતિઓમાં ભલે ગાથા સંખ્યા પ્રમાણ પ્રક્ષેપાત્મક ગાથાઓથી વધેલું હોય, પણ ગ્રંથાત્તે તો આ બન્ને જ મહર્ષિઓના ૧. જો કે ૩૫૩ ગાથાવાળી સંગ્રહણીની મૂલગાથાઓમાં કોઈ ઠેકાણે ક્ષમાશ્રમણ મહારાજે સ્વનામનો ઉલ્લેખ ક કર્યો નથી, તો પણ એ સંગ્રહણીના ટીકાકાર શ્રી મલયગિરિજીના મંગલાચરણના આદ્યબ્લોકથી સ્પષ્ટ છે કે એ સંગ્રહણી ક્ષમાશ્રમણની જ છે. યમુક્ત-ગમત નિનહિતનઃપ્રતિનિ પમતધર્માંર્તમમ્। નનવનનિપલ્લું નમકगणिक्षमाश्रमणम् ।। 3 ।। यामकुरुत संग्रहणी जिनभद्रगणिक्षमाश्रमणपूज्यः । तस्या गुरुपदेशानुसारतो वच्मि विवृतिमहम् ||२|| ૨. કિંચિદ્ ન્યૂન ચારસો કહેવાથી તો ૩૫૩ થી અધિક હોય તો સંગત થાય પણ ૩૫૩ શી રીતે સાર્થ થાય તો શ્રી દેવભદ્રસૂરિ સમયે ક્ષમાશ્રમણની સંગ્રહણી જુદી જુદી સંખ્યાવાળી હશે. * * * * * * * * *** [ 24 ]**********
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy