SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રમણ સંઘના હિતાર્થે અનુવાદનું ઉપકારક કામ કરી આપશે તો હું ખૂબ જ આભારી બનીશ, . છે અને પોતે છપાવી શકે તેમ ન હોય તો તે માટે હું પ્રયત્ન કરીશ. આ કૃતિની પ્રથમ નકલ વિ. સં. ૧૭૧૬માં એટલે કે ઉપાધ્યાયજીની બરાબર થાતીમાં આ જ પૂર્ણિમાં ગચ્છના પૂ. આચાર્યશ્રી મહિમાપ્રભસૂરિજીના શિષ્ય મુનિવર શ્રી ભાવરત્નજીએ કરી છે. તે વાત પ્રતિના અન્તમાં લખી હતી, જે આ કૃતિના અંતમાં મુદ્રિત કરી છે. આથી લાગે છે એ છે કે તેઓ ઉપાધ્યાયજીના નિકટવર્તી-સહવાસી હોવા જોઈએ. મારા પરમ તારક, પરમકૃપાળુ, જ્ઞાનવૃદ્ધ, પરમપૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મ છેમહારાજે આ રચનાના કેટલાક રૂઢ અને સાંકેતિક શબ્દો માટે માર્ગદર્શન આપી મને ઉપકૃત કર્યો છે છે તે બદલ તેઓશ્રીનો પરમ આભારી છું. આજે મારા મહદ્ અસદ્ભાગ્યે આ નાનકડી કૃતિનું છે. નું પ્રકાશન જોવા માટે તેઓશ્રી આપણી વચ્ચે નથી એની ઉંડી વેદના સાથે પરિચય પૂરો કરૂં છું. હું ૮. વિચાર બિન્દુ ઉપાધ્યાયજી મહારાજે પોતે જ ઘર્ષપરીક્ષા નામનો અતિ ઉત્તમ કક્ષાનો વિવિધ વિષય-વિચાર તે સમૃદ્ધ ગ્રન્થ રચ્યા પછી એ ગ્રન્થનું પુનઃ અવલોકન કરતાં એ ગ્રન્થમાં જયાં જયાં સુધારા- તે વધારાની આવશ્યકતા લાગી ત્યાં ત્યાં તેમને સુધારા-વધારા પોથીમાં જ કરી નાંખેલા. પાછળથી કે આ સુધારા-વધારા એક પોથીરૂપે તૈયાર કરવામાં આવ્યા અને આ નોંધ કે પોથીને વિચારવિવું છે અથવા વાર્ષિક' એવું નામ આપવામાં આવ્યું. અને પછી તે પ્રતિ મુદ્રિત કરીને આ જ પુસ્તકમાં જોડવામાં આવી છે. જેમ હીરપ્રશ્ન, સેનપ્રશ્ન જેવા પ્રશ્નોત્તર ગ્રન્થો રચાયા છે, તેમાં પ્રશ્ન સાથે ઉત્તરો ડ અપાયાં છે. આમાં એવી પદ્ધતિ અપનાવાઈ નથી પણ સાધુ કે સંઘના વિદ્વાન-અભ્યાસી છે. છેવર્તુલોમાં ઘણી શાસ્ત્રીય માન્યતાઓ અંગે જે વિવાદ કે મતભેદ પ્રવર્તતા હતા તેને રજૂ કરીને ઉત્તર એટલે સમાધાન આપવાની સીધી પદ્ધતિ સ્વીકારી છે. આ ગ્રન્થમાં બહુ જ મહત્ત્વના ગૂઢ, કિલષ્ટ પ્રશ્નો ઉઠાવીને તેનું ઉપાધ્યાયજીએ આધારો છે આપી આપીને અસરકારક ઉત્તરો આપ્યા છે. વિદ્વાન અને ભણેલા વાચકોને અતિમહત્વનાં સમાધાનો આમાંથી પ્રાપ્ત થશે, જે કેટલાંક સમાધાનો બીજેથી મળવા અશક્ય છે. ત્યારે આ સમાધાનો જૈન શ્રમણ સંઘને બહુ જ ઉપયોગી લાભપ્રદ થશે અને કેટલાક તો વાચકની દૃષ્ટિના ફલકને, પ્રવર્તતા રૂઢ ખ્યાલોને સુધારવામાં પણ સમાધાનો સહાયક બનશે. ઢગલાબંધ આપેલી સાક્ષીઓ ઉપાધ્યાયજી ભગવંતની બહુશ્રુતતાના પ્રમાણપત્ર રૂપ છે. ઉપાધ્યાયજી ભગવંતે પોતાના પર માટે પૂરવાર કરેલી નામૃત્ત નિરાતે વિવિદ્ ની ઉકિતનું બરાબર પાલન કર્યું છે. ઉપાધ્યાયજી જેવા ધૃતધર પુરુષનાં સમાધાન માટે શું કહેવાનું જ હોય! આપેલાં છે સમાધાન આપણા સહુની જ્ઞાનદષ્ટિને વિકસિત કરવામાં, વિશેષ સમજણને પુષ્ટ કરવામાં સહાયક બની રહે એ જ પ્રાર્થના!
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy