SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવાં-વાપરવાં જોઈએ? તેમની આહાર ગ્રહણ,−ભિક્ષા વ્યવસ્થા કેવી છે? એ અંગેની વિશાળ સમજ આપી છે. અનિવાર્ય ગણાતી રોજની પ્રતિક્રમણની એટલે પાપથી પાછું હઠવાની ક્રિયા બાબત, સુતરાઉ, ગરમ કાપડ અંગેની માહિતી, જૈન સાધુ અહિંસાને વરેલો હોવાથી સૂક્ષ્મજીવોની રક્ષા કેવી રીતે કરવી જોઈએ? રજોહરણ-ઓધાથી પૂજના-પ્રમાર્જના કેવી રીતે કરવી જોઈએ, વસ્ત્રની પડિલેહણા, ઉપકરણોની પડિલેહણા, પિણ્ડવિશુદ્ધિ નિર્દોષ ભિક્ષા કોને કહેવાય? કયો ભોજનપિંડ કલ્પે, નાના મોટા વચ્ચેનો વંદન વહેવાર અને વિધિ શી રીતે છે? સ્વાધ્યાય વ્યવસ્થા, ચાતુર્માસમાં ભેજકાળ દરમિયાન વિશેષ પ્રકારે કરવાની આરાધના–આચરણ, પર્યુષણપર્વની આરાધના, કષાયનો ઉપશમ કેમ કરવો, પરસ્પર વૈયાવચ્ચ-સેવા, ગુરુ આજ્ઞા પાલન, વિવિધ પ્રકારની સામાચારીનું પાલન, વગેરે બાબતો કહેવામાં આવી છે. જેઓએ મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેને અહિંસાપ્રધાન જીવન જીવવું જોઈએ અને બધી રીતે બીનગુન્હેગાર રહીને સાધના કરવી જોઈએ. આવું જીવન તૈયાર કરવા તેને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતોનું સમ્યક્ પાલન અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિઓના સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની અહિંસા-રક્ષામાં સતત લાગી રહેવું જોઈએ. જેથી તે નિમિત્તના રાગ-દ્વેષના કાષાયિક પરિણામોથી આત્મા બચતો રહે. એકંદરે જીવન મુક્ત થવા માટે સાધુ-સાધ્વીજીઓએ ઉપરની આચારસંહિતાનું પાલન કરવાથી પોતાના જીવનમાં દૂં અને મન-હું અને મારાપણાનો-મમતાનો ભાવ ઓગળતો જશે, નિસ્પૃહતા વધશે. અપેક્ષાઓ ઘટી જશે. સ્વભાવની વિષમતા સમતામાં ફેરવાતી જશે અને પોતાના ત્યાગ, વૈરાગ્યના સંસ્કારોનું પાલન પોષણ, વર્ધન, વિવર્ધન ખૂબ જ કરી શકશે અને પોતે નિર્દોષ, નિષ્કલંક, પવિત્ર અને વધુને વધુ સદાચારી જીવન જીવી રહ્યાનો આનંદ લૂંટી શકશે. ઉપર કહેલી નાની મોટી જીવન વહેવાર અને દિનચર્યાને લગતી તમામ પ્રકારની આચારસંહિતાને આ કૃતિમાં દર્શાવી છે. આને આમાં જ સમ્યગ્ જીવન જીવવાની બધી ચાવીઓ બતાવી છે, અને અસમ્યજીવનને દૂર કરવાના ઉકેલો પણ રજૂ કર્યા છે. આ કૃતિ એકંદરે સમ્યગ્ જીવન જીવવા માટે જૈન સાધુ-સાધ્વીજીઓ અંગેનું બહુ જ વ્યવસ્થિત દસ્તાવેજી બંધારણ છે. જો આ બંધારણ વધુમાં વધુ વફાદાર રહીને આચારમાં મૂકાય તો હરકોઈ સાધુ મહાન બની જાય. સ્વ-પર ઉપકારક અને પવિત્ર બની રહે. ભગવાન મહાવીરના સિદ્ધાન્તોનું મૂળ કે એમના ધર્મનો મૂળભૂત પાયો બાપાર છે. પ્રથમ આચાર ધર્મ જાણો અને તેને પછી આચરવો એટલે વિચારોની શુદ્ધિ અને પાલન સુકર-સરલ થઈ પડશે. દરેક પૂ. સાધુ-સાધ્વીજીએ આ સામાચારી વાંચવી, સાંભળવી ખૂબ જ જરૂરી છે. આટલી ટૂંકી ઝાંખી યતિદિન મૃત્ય’ કૃતિ અંગે કરાવી. આનો અનુવાદ, પારિભાષિક કોશ અને હિન્દી ગુજરાતી અર્થ આપવાની અને તેને સચિત્ર બનાવવાની પણ ભાવના હતી. પણ બની શક્યું નથી. કોઈ પણ સુયોગ્ય અધિકૃત મુનિરાજ [498] XXXXXXXX
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy