SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસહસ્ર નામ ઉપરાંત વ્યક્તિગત તીર્થંકરની એક રચના ઉપલબ્ધ છે તે ભગવાન પાર્શ્વનાથજીની છે. અને એથી એનું નામ ‘પાર્શ્વ' સહસ્ર નામ’ છે. જે વાત ઉપર જણાવી છે. ભગવાન પાર્શ્વનાથ આ કાળના લોકપ્રિય તીર્થંકર રહ્યા અને સદાએ રહેશે. ૨૩ મા એક જ ભગવાન એવા છે કે જે સેંકડો નામોથી ભારતમાં ઓળખાય છે અને એનાં મંદિરો મૂર્તિ પણ વધુ છે. જૈનેતરોમાં શંકર ભગવાનનું જે સ્થાન છે તેવું સ્થાન જૈનોના લોકહ્રદયમાં પાર્શ્વનાથ પ્રભુનું છે. જેમ શંકર 'આશુતોષ કહેવાય છે એમ ભગવાન પાર્શ્વની ભકિત પણ શીઘ્રતોષ આપનારી છે. આ ઉપરાંત ગ્રહોમાં જોઈએ તો મુખ્ય સૂર્યગ્રહની તેમજ શ્રી પદ્માવતી આદિ દેવ-દેવીઓની પણ સહસ્ર નામની રચનાઓ મળે છે. સહસ્ર નામની રચનાઓ સંસ્કૃતથી અનભિજ્ઞ જીવો માટે ભાષામાં પણ રચાઈ છે. તેના કર્તા તરીકે બનારસીદાસ, જીવહર્ષ અને ઉપાધ્યાયજી તો છે જ. * * હવે પ્રસ્તુત ગ્રન્થના મૂલ મુદ્દા પર આવીએ, જે કૃતિના કારણે ઉપરોકત ભૂમિકા બાંધવી પડી તે કૃતિનું નામ છે ‘સિદ્ધસહસ્રકોશ' જે અગાઉ જણાવી ગયો છું. જિન સહસ્રનામોની કૃતિઓ જૈન સંઘ પાસે હતી એટલે ઉપાધ્યાયજીએ એકને એક ચીજમાં વધુ ઉમેરો કરવા કરતાં નવો વિષય પસંદ કરવાનું મુનાસિબ માન્યું અને એમનાં મનમાં (જિન અરિહંતની રચનાને છોડીને) સિદ્ધ ભગવંતોના સહસ્રનામો રચવાની અભિનવ કલ્પના સ્ફુરી અને તેને સાકાર બનાવીને આપણને સિદ્ધસહસ્ર નામની વિશિષ્ટ ભેટ આપી. એ ખરેખર! ઉપાધ્યાયજીની બુદ્ધિ પ્રતિભાને આભારી છે. જિનસહસ્રમાં જેવી નામોની રચના થાય છે તેવી તો આમાં ક્યાંથી થાય? કેમ કે જિન તીર્થંકરોની તે વખતની ગુણાવસ્થા જુદી છે. જિનો ત્યારે સદેહી છે. ઉપદેશની પ્રવૃત્તિ વગેરેથી સંકળાએલા હોય છે. આઘાતી ચાર કર્મો પણ બેઠાં હોય છે. ત્યારે સિદ્ધોને આમાનું કશું જ નથી હોતું, એટલે સ્વાભાવિક રીતે જ સકલ કર્મ રહિત બનેલા સિદ્ધોને જે ગુણો ઘટમાન થાય તે ગુણોનું નિર્માણ કરવું પડે અને એ રીતે જ નામસંગ્રહ થતો હોય છે. અલબત્ત આમાં જિનસંગ્રહમાંના નામો મળશે ખરાં પણ તે થોડાંક. ૧૦૦૮ નામોના સંગ્રહ માટે સ્થાપિત ધોરણ મુજબ શતકનું ધોરણ રાખી દશ શતકો નિર્માણ કર્યા છે. આ કૃતિ માટે સંપૂર્ણ અનુકૂળ ગણાતા અનુષ્ટુપ્ છંદની પસંદગી આપી છે. દરેક શતકમાં ૧૦૦ નામનો સુમેળ રાખ્યો છે. પણ સો નામ માટેના વિભાગોની સંખ્યા સમાન નથી. નામ ટૂંકાક્ષરી હોય ત્યારે તે માટે ઓછા શ્લોકો રચવા પડે, આથી દસ શતકમાં ૯ થી ૧૩ની સંખ્યાના શ્લોકનું ધોરણ છે. કર્તાએ પોતાને ઉપાધ્યાય નહિ માત્ર ગણિ તરીકે ૧. આશુ એટલે જલદી, તોષ-પ્રસન્ન થાય, સંતોષ આપે તે. ૨. જૈનેતરમાં એમને માન્ય અંબિકાસહસ્ર, રેણુકાસહસ્ર આદિની અનેક દેવીઓની કૃતિઓ છે. * [ ૪૮૯ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy