SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ FSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSA ઓળખાવ્યા છે. આ કૃતિ પૂ. આ. શ્રી દેવસૂરિજીના સામ્રાજ્યમાં રચી છે. એમના ભકતજનના આ શ્રવણ માટે રચી છે, તેવું તેમને શતકના અત્તમાં જણાવ્યું છે. સિદ્ધ એટલે શું? જૈનો જે દેવને માને છે તે બે પ્રકારે છે. એક સાકાર અને બીજા નિરાકાર. એક કર્મ છે. જ સહિત, એક કર્મ રહિત. સાકાર એટલે દેહધારી હોય તે અવસ્થા. દેહધારી હોય ત્યારે જનકલ્યાણ માટે તેઓ છે અવિરત ઉપદેશની વર્ષા કરે છે, અને એ જ સાકાર દેહધારી દેવ પોતાનું માનવદેહનું આયુષ્ય જે પૂર્ણ થતાં અવશેષ જે ચાર અઘાતી કર્મો હોય તેનો સર્વથા ક્ષય કરી સર્વાત્મપ્રદેશે નિષ્કર્મ બની, છે સકલ કર્મથી મુકત થતાં આત્માનું પોતાનું શાશ્વત જે સ્થાન મોક્ષ કે મુકિત જે અબજોના અબજો છે માઈલ દૂર છે ત્યાં આંખના એક જ પલકારામાં પસાર થતી અસંખ્યાતી ક્ષણો (સમય) છે પૈકીની માત્ર એક જ ક્ષણમાં પહોંચી જાય છે. ત્યાં અનાદિ કાળથી જ્યોતિરૂપે અનંતાનંત જ આત્માઓ વિદ્યમાન છે. શાશ્વત નિયમ મુજબ એક આત્માની જ્યોતિમાં અનંતાનંત આત્માઓની છે જ્યોતિ સમાવિષ્ટ થતી જ રહે છે. (જેમ પ્રકાશમાં પ્રકાશ મળતો રહે છે તેમ) ત્યાં નથી શરીર, છે નથી ઘર, નથી ખાવાનું-પીવાનું, કોઈ ચીજ નથી, કોઈ ઉપાધિ નથી, એનું નામ જ મોક્ષ. ) મોક્ષનું બીજું નામ સિદ્ધ છે, શિવ-મુકિત નિર્વાણ વગેરે છે. આ મોક્ષ-સિદ્ધ સ્થાનમાં રહેનારા છે, જીવો પણ સિદ્ધો જ કહેવાય અને સર્વકર્મ વિમુકત અએવ સર્વગુણસંપન, સર્વોચ્ચ કોટિએ ) પહોચેલા આ જ 'સિદ્ધાત્માઓને ઉપાધ્યાયજીએ વિધવિધ નામે સ્તવ્યા છે. બીજી વાત સ્પષ્ટ કરવી જરૂરી છે કે જિનસહસ્ત્રમાંના “સહસ્ત્ર' શબ્દથી પૂરા એક હજાર જ ન સમજવા, પણ એક હજારને આઠ સમજવાના છે. પણ “અષ્ટાધિક જિન સહસ્ત્ર' આવું નામકરણ બરોબર ન લાગે એટલે ગ્રન્થના નામકરણમાં સહસ્ત્રનો પૂર્ણાંક રાખ્યો છે, અને તે ઉચિત છે. માનવની પ્રવૃત્તિ હંમેશા ફલોદ્દેશ્યક હોય છે. પ્રવૃત્તિનું સારું ફળ મળશે એવું લાગે તો જ શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરે, ન લાગે તો ન કરે. કદાચ કરે તો એ મન વિના. એટલે પ્રશ્ન એ છે થાય છે કે નામસહસ્ત્રનો પાઠ કરવાથી શું લાભ થાય? આનો જવાબ એ કે નામાવલિના છે રચયિતાઓએ તો નામસ્તવ કરનારો આત્મા તીર્થંકર નામકર્મ એટલે ઇશ્વર બનવા સુધીનું પુણ્ય છે બાંધી શકે એટલી હદ સુધીનો મહિમા ગાયો છે. એ પ્રાપ્ત થાય એ દરમિયાન-વચગાળાઓની છે 9 અવસ્થાઓમાં આ સહસ્ત્રનામોનો પાઠ કરવાથી શુભની અને પરમ શાંતિની પ્રાપ્તિ, પાપોનો છે) 9 નાશ, અભીષ્ટ સિદ્ધિ અને સર્વ દુઃખોથી મુકિત વગેરે લાભો મળે છે. SSSSS GSSS%SSSSSSSSSSSB ઉપાધ્યાયજીએ સિદ્ધોને ગુજરાતી ભાષામાં પણ સ્તવ્યા છે. જેનું નામ સિદ્ધસહસ્ત્ર નામ વર્ણન છંદ' રાખ્યું છે. જે ગુર્જર સાહિત્ય સંગ્રહ ભાગ એકમાં મુદ્રિત થયેલ છે. યદ્યપિ ઉપલબ્ધ આ કૃતિમાં નામો ઘણાં ઓછાં છે. તુવન્તઃ.....પ્રાનુયુમનવા : શુભમ્ ! (વિષ્ણુસહસ્ત્ર) -સર્વવિર્નવ૮i સર્વાનપ્રમ્ (ગણેશસહસ્ત્ર) -પ૬ શં પ્રશાસ્ના (મહાપુરાણ) Belete:12/etexeretete [ 860 ) *ereleeeeeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy