SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ છે જો કે સિરિવાલકહામાં આ અનાહતોનું પૂજન કરવાનું જણાવ્યું હતું જ. શાંતિકલશમાં પણ તેનો ઉલ્લેખ હતો. છતાં તે તરફ લક્ષ્ય ન જવાથી મહત્ત્વની ખામી ઊભી થવા પામી. A શર્કરાલિંગનો સાચો અર્થ ન સમજવાના કારણે થતો અવિધિ થી સમાન્ય રીતે લિંગક શબ્દથી તત્સમ કે તદ્દભવ જેવા લવિંગ શબ્દ તરફ ધ્યાન જાય તે - સ્વાભાવિક હતું. એટલે ધુરંધરવિજયજી મહારાજશ્રીએ પણ લવિંગ ચઢાવવાનું લખ્યું પણ લિંગકનો આ અર્થ લવિંગ કેમ થાય? છતાંય મેં ચોકસાઈ કરવા કેટલાએ કોશો (ડિક્ઝરીઝ) જોયા. કોઈ પણ કોશમાં લિંગકનો અર્થ લવિંગ ક્યાંય જોવા ન મળ્યો, એટલે એ વાત મને ઘણી ખટકતી હતી. સિરિવાલકાકાર ગ્રંથનું લખાણ જોતાં પણ લિંગક શબ્દ કોઈ બીજા અર્થને વ્યક્ત કરતો હોવો જોઈએ એમ લાગ્યા કરતું હતું. અનાયાસે અમદાવાદમાં રસ્તે જતાં મારી બાજુમાંથી પસાર થતી આ ખાદ્ય ચીજોવાળી એક રેકડીમાં સાકરના કટકાથી બનેલી લિંગાકાર મીઠાઈ મારી નજરે ચઢી. તે પછી તે રેકડી ઊભી રાખી, જોયું તો સાકરના કટકાઓ ચીટકાવીને પાંચ સાત ઈચના લિંગાકાર જેવા મેરૂ બનાવ્યા હતા. ત્યારે કલ્પના આવી કે એ જમાનામાં એ ચીજ અમુક પ્રદેશમાં પ્રચલિત હશે એટલે પૂજનમાં દાખલ થઈ હશે એટલે નક્કી થયું કે અનાહત પૂજનમાં શર્કરાલિંગક શબ્દથી (લિંગાકાર) સાકરની મીઠાઈ ચઢાવવાની છે. એક વાત એટલી જ સાચી છે કે, જયાં સુધી આવી વસ્તુ નજરમાં ન ચડે ત્યાં સુધી તેનો વાસ્તવિક ખ્યાલ પણ કયાંથી આવે? આ તો કે અનાયાસે મને જોવાની તક મળી, નહીંતર લવિંગ મૂકવાનું જ વિધાન ચાલ્યા કરત પછી આ વાત મેં ધુરંધરવિજયજી મહારાજને કરી, તેમને ઘણું આશ્ચર્ય થયું અને આ છે વાત તેમને બરાબર બેસી પણ ગઈ અને શર્કરામેરૂ જેવા આકારવાળી મીઠાઈથી ન થવું જોઈએ એ નિશ્ચિત થયું. અને મારી પ્રસ્તુત વાતને પૂજનવિધિની બીજી આવૃત્તિમાં છાપીને તેમણે તે સ્વીકૃતિ આપી. -પહેલા વલયનું પૂજન થઈ જાય પછી તરત જ ૧૬ અનાહતોનું પૂજન કરવાનું. (બીજા આ વલયમાં ૮ ને ત્રીજા વલયમાં આઠ છે તેનું) તે પછી જ સ્વરો-વ્યંજનોનું કરવાનું છે, આ જ I ક્રમ સાચો છે પણ મુદ્રિત પૂજનવિધિમાં પ્રથમ સ્વર-વ્યંજનોનું જણાવ્યું છે, અને પછી અનાહતોનું પર છાપ્યું છે, જે બરાબર નથી. છે –સામાન્ય રીતે સ્તોત્રોમાં જે નામો હોય તે જ નામો તેના પૂજનમાં હોય અથવા જે નામો પૂજનના હોય, તે જ નામો સ્તોત્રોમાં હોય, પણ પૂજનવિધિમાં જે લબ્ધિ સ્તોત્ર છાપ્યું છે, તેનો આ યત્રની ૪૮ લબ્ધિનાં નામો સાથે મેળ ખાતો નથી, સ્તોત્રમાં જે લબ્ધિ ગણાવી છે તે બધી 1 લબ્ધિ વલયમાં નથી. સિદ્ધચક્ર યંત્રને અનુલક્ષીને બનાવેલું સ્તોત્ર ન મળતાં જે ઉપલબ્ધ થયું તે આપવું પડ્યું છે. જયાદિવલય અંગે ધુરંધરવિજયવાળી પૂજનવિધિમાં પાંચમું વલય અધિષ્ઠાયકોનું અને છઠું જયાદિદેવીનું આપ્યું છે કે પss
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy