SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ as Na Pasama Ras 244452845 22454545454542xAAAAAAAAA ૪૪૪૪ ST sv sw Sws ૪ છે. ખેસ અંગે— “સિરિવાલ કહા' ગ્રંથ જે સિદ્ધચક્ર યંત્ર કેમ બનાવવો તેની પ્રક્રિયા બતાવનારો પ્રામાણિક ગ્રંથ છે. આ ગ્રંથમાં કે આને લગતાં અન્ય સ્તવ-સ્તોત્રાદિકમાં યંત્રમાં આંખો કે ખેસ બતાવવાની કોઈ વાત લખી નથી એ ધ્યાનમાં રાખવું ઘટે, છતાં આ કરવાની પ્રથા સેકડો વર્ષ જૂની છે એ પણ એક હકીકત છે. આ શા માટે મૂકવામાં આવે છે એને અંગે ક્યાંય કોઈએ ખુલાસો કરી કર્યો હોય તેવું વાંચવામાં નથી આવ્યું, એટલે હવે આપણે તો કલ્પના જ કરવી રહી. કળશના મધ્યભાગના બંને છેડે લટકતા કપડાંને ખેસ' તરીકે ઓળખીએ છીએ. કલશાકાર પર સ્થિર રહે, અમૃતમંડલ સુવ્યવસ્થિત રહે, એ માટે એને ખેસથી બાંધવામાં આવે છે, આવી છે કલ્પના કરનારા જરૂર કરે છે, પણ સવાલ એ છે કે બંધન રૂપે જો વિચારીએ તો બંધન તો હું આખા કળશને ફરતું બતાવેલું હોવું જોઇએ. જ્યારે અહીં સપાટ દોરાતા કળશ ઉપર તો વસ્ત્રની આ આડી પટ્ટી જેવું કશું બતાવાતું નથી તો બંધનની કલ્પના કરવી યોગ્ય ખરી? આનું સમાધાન ( એ કે અહીના કળશમાં વલયો–મંત્રપદોનું આલેખન કરવાનું હોવાથી ખેસનું વસ્ત્ર ફરતું ક્યાંથી બતાવી શકાય? એ શક્ય જ નથી, એટલે વલયો-મંત્રો એને જ બંધન રૂપે સમજી લઇએ અથવા કલ્પનાથી કલ્પી લઇએ તો શું ન ચાલે? ખેસવાળો કળશ બારમીથી પંદરમી સદીની તાડપત્રીય પ્રતોમાં (કે કાગળની) તીર્થંકરની માતાને આવતાં ચૌદ સ્વપ્નમાં આપેલા રંગીન ચિત્રમાં નવમાં સ્વપ્ન-કળશમાં અને અષ્ટમંગલના ચિત્રમાંના કળશમાં સ્પષ્ટ જોવા મળે છે. ત્યાં આંખો અને ખેસ સ્પષ્ટ જોવા મળે છે છે. કળશની ચારે બાજએ ફરતું ખેસ જેવું બંને બાજુએ લટકતા છેડાવાળું, કપડાંનું ગ્રંથીવાળું રે બંધન શા માટે ? તેનો અકાઢ્ય પુરાવો મલ્યો નથી. પણ સામાન્ય અનુમાન કરવાં હોય તો (૧) કળશને સુશોભિત બનાવવા, અથવા (૨) ઉપર કહ્યું તેમ કળશાકારને સ્થિર, મજબૂત અને સુવ્યવસ્થિત રાખવા કે તેવી ભાવના રિરર (માવવા. એક વાત ધ્યાનમાં રાખવી કે કલ્પસૂત્ર-બારસાની સચિત્ર પ્રતિઓમાં અષ્ટમંગલના ચિત્રમાં છે જૈન કળશના (જૈન) ચિત્રોમાં બે આંખો, કળશના પેટના ભાગ ઉપર ચારે બાજુએ વસ્ત્રથી છે બાંધેલું, બે છેડે ગાંઠ બાંધી લટકતા છેડાવાળું કપડું, જેને આપણે અત્યારે ખેસ' શબ્દથી જ ઓળખીએ છીએ તે અવશ્ય બતાવેલું છે. વળી ગળાનો ભાગ પહોળો જ દોરેલો હોય છે. ૧. ખેસ વિનાના કળશવાળા પણ પટ (૧૮માં સૈકાના) મારા જોવામાં આવ્યા હતા. આ ખેસ ભૂલથી રહી ગયા હતા કે સમજપૂર્વક નહીં કર્યા હોય તે કહી શકાય નહીં. રાજા [ ૪૬૬ ] SS 2
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy