SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી મંડલનું આલેખન મન્ત્ર-તત્ત્વ વિદ્યામાં જે જે પ્રકારે સાધના કરવાની હોય તેને અનુસરીને પાંચ મંડલો પૂર્વક યન્ત્રો બનાવવાનું વિધાન છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વો, જેનાથી સૃષ્ટિ વ્યાપ્ત છે. એ તત્ત્વો માટે નક્કી થએલી અમુક આકૃતિઓ તેને મંડલો કહેવાય. આ મંડલો સાધક ઉપર અને વાતાવરણ ઉપર અનોખી અસરકારક અસરો ઉપજાવનારાં છે. જ્યાં જે કારણ માટે જે મંડલની જરૂર હોય ત્યાં તેનું આલેખન કરીને તેની અંદર યન્ત્ર-મન્ત્ર આલેખવાનાં હોય છે છે. પણ આજ કાલ એ સમ્બન્ધી જ્ઞાનના અભાવે વગર મંડલનાં યન્ત્રો બહાર પડી રહ્યાં છે. અરે ! આજકાલની જ શા માટે વાત કરવી? મેં તો છેલ્લાં ૩૦૦-૪૦૦ વરસના યંત્રો સિદ્ધચક્ર વગેરેનાં જે જે જોયાં, તે એકેયમાં પૃથ્વી આદિ કોઇ મંડલ આલેખ્યું જોવા ન મળ્યું. કેટલી દુ:ખદ બાબત કહેવાય! એક ધ્યાન રાખવું કે તમામ યન્ત્રોને મંડલના આલેખનની જરૂર જ હોય છે એવું ન સમજવું. આ સિદ્ધચક્ર યન્ત્ર ધરતી-પૃથ્વી ઉપર કરવાનું છે એટલે પૃથ્વીમંડલ આલેખીને તે મંડલની અંદર સ્થાપિત કરવાનું છે. યન્ત્ર કરતાં પહેલાં (કે પછી) પૃથ્વીમંડલ દોરવું જ જોઇએ. એ વિના યન્ત્રની રચના કે સ્થાપના કરવી કલ્પે નહિ. પણ આ ખ્યાલ ૪૦૦ વરસ દરમિયાન જેમણે યંત્રો દોરાવ્યાં તેમણે અને ૨૦-૨૧ મી સદીમાં નવા સિદ્ધચક્રનાં યંત્રો જે બહાર પડ્યાં કે દોરાવ્યાં તેમણે, એક અનિવાર્ય અને ગંભીર બાબતનો લેશમાત્ર ખ્યાલ કેમ આવ્યો નહિ? તે એક વિચારમાં મૂકી દે તેવી આશ્ચર્યજનક અને દુઃખદ બાબત છે. મેં મારા યંત્રમાં કળશાકાર પૂરો કર્યા પછી પૃથ્વીમંડલ દોરાવ્યું છે. જુઓ બોર્ડરની અંદર તેની જ નજીકમાં ચારે બાજુએ દોરેલી લીટી, ચારે બાજુએ દોરેલી પૃથ્વીમંડલની લીટીના ચારે ખૂણે ક્રોસ કરી અન્તમાં ત્રિશૂલાકાર બનાવવાનો હોય છે, તે પણ અહીં બતાવ્યો છે. પૃથ્વીતત્ત્વનાં મંત્રબીજો નક્કી થએલાં છે, તે પણ મૂકવા જ જોઇએ, જે અહીં મૂક્યાં છે. પૃથ્વીતત્ત્વ માટે બે અક્ષરો નક્કી થયા છે, એક તો ક્ષ' અને બીજું 7. પછી તે અક્ષરને બીજ મંત્ર તરીકેનું આરોપણ કરવા ઉપર અનુસ્વાર મૂકીને તેનો ઉપયોગ કરવો જોઇએ એટલે અહીંઆ પૃથ્વીમંડલના ચાર ખૂણામાં નિયમ પ્રમાણે ન બીજને, અને ક્ષ બીજને કલશની સ્થાપના અને પૃથ્વીની લીટીના મધ્યભાગે સ્થાપ્યું છે. તમો તેને યંત્રમાં બરાબર નિહાળો અને મંડલ આલેખવાની અગત્યને બરાબર ધારી રાખો. કોઇ બે નહિ પણ બેમાંથી એક જ પૃથ્વી બીજ વાપરે છે. આ યંત્ર પૃથ્વીમંડલ અને કળશાકાર હોવાથી બીજા જલમંડલની અસરવાળું, એમ બે ૧. ત્રિશૂલ શા માટે, પૃથ્વી આદિ મંડલોનું પ્રયોજન, પ્રભાવ, અમુક તત્ત્વ માટે અમુક જ અક્ષરો, એ બધું શી રીતે નક્કી થયું હશે તે જાણવું ખૂબ જરૂરી છે. ૨. પૃથ્વીતત્ત્વનો આકાર ચોરસ નક્કી થયો હોવાથી અહીં ચોરસ આલેખન કર્યું છે. આ મંડલની લીટીને ચાક ખડીથી છેવટે અક્ષતથી પણ શ્વેત દોરી શકાય, પણ પૃથ્વીબીજો તો ચંદન કે રંગથી પીળા જ બનાવવા યોગ્ય છે. KAKA おおおおおおおおおおおおおお
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy