SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ********** ERR ANANANANANANAN ANAN ANANANANANA **** કે તે જગ્યામાં નિવાસ કરનારો સમજવો એટલા માટે જ તેના મંત્રમાં ‘G’ ‘અહીં રહેલો કે એવો શબ્દ વપરાય છે, અને આ કરવાનું કારણ પૂજનની જગ્યામાં કંઇ પણ વિઘ્ન ઉપસ્થિત ન થાય અને તે બધી રીતે સહાયક બની રહે તે હેતુ રહેલો છે. અને આ સ્થાપનાનું શ્રીફળ દેરીમાં મૂકવાનું નથી હોતું, તેથી દેરીની બાજુમાં ચોખાની ઢગલી ઉપર સમુચિતપણે મૂકાવવું. નવિવિધ કલશના ગળામાં જ હોવા જોઇએ— કલશાકાર અને વલયોની પદ્ધતિ યંત્રપટોમાં જાતજાતની જોવા મલી. વર્તમાનમાં પણ કે કલશાકાર કેવી રીતે કરવો? એ જણાવતી ‘સિરિવાલકહા’ ગ્રંથના પાઠની ત્રણ લીટીઓએ ઘણાયને મુંઝવણમાં મૂક્યા છે. એ પંક્તિઓ થોડી બુદ્ધિની કસરત કરાવે એવી છે. આ કારણે જેણે જેવો અર્થ જે રીતે બંધ બેસે તે તેવા આકારો દોરાવે. વિદ્વાનો ભેગા થઇ ચર્ચા કરી નિર્ણય લાવે તો ઘણું નિરાકરણ આવી જાય પણ આપણે ત્યાં એ શક્ય જ ક્યાં છે? નવિધિ કંઠમાં કેવી રીતે જોઇએ હવે કેટલાક લોકો ગોળાકાર વર્તુલ પછી તરત જ સામસામી લીટીઓનો ક્રોસ કરી પછી ઉપરનો ભાગ બનાવે છે. પરિણામે એ આવે છે કે ગળાની જ જે જગ્યા ત્યાં ચોકડી જ ક્રોસ હોય, માત્ર એક દોરો પહોળી ચોકડી એટલે ગળું તો ખતમ જ થઇ જાય, પછી ગળાનો ખ્યાલ જ ચાંથી આવે. જો કે જૂનાં વખતમાં કોઇ કોઇ એ ક્રોસ કરી તેના પર કલશો મૂકી દીધેલા જોવા મળે છે. પ્રાચીન-અર્વાચીન અનેક પટમાં તો ક્રોસના ઉપરના ભાગમાં એટલે માથાની ક જગ્યામાં ચીતરેલા જોવા મળ્યા છે. આ બધું મારી સમજ પ્રમાણે અઘટિત લાગ્યું છે. વળી કળશાકારમાં પુરુષાકારની કલ્પના પણ કરવામાં આવે છે. જો એ રીતે વિચારીએ તો ઉપરનો ભાગ મસ્તક અને મુખ રૂપે, પછી બે આંખો, પછી કંઠ-ગળાના ભાગ (બ્ને નવનિધ) માં નવ નિધાનના નવા કલશો, જાણે હાર પહેરાવ્યો હોય તે રીતે ચીતરાવવા જોઇએ. મેં એ રીતે જ મૂકાવ્યા છે. જેથી ગળાની અને કળશની શોભામાં પણ અનેરો વધારો કરે છે અને મેં જે રીતે દોરાવ્યો તેથી કંઠને જોઈતો વિસ્તાર પણ મળે છે. કર્ણ પછી પડ-પેટની જગ્યાએ વચલો ગોળાકાર ભાગ અને નીચેની બેઠકમાં પગની કલ્પના કરાય છે. ચક્ર શબ્દની સાર્થકતા માટે— આ યન્ત્રનાં નામમાં અન્તમાં ચક્ર શબ્દ આવતો હોવાથી અન્તના યક્ષ-યક્ષિણી વલયના ખાનાંનો આકાર ચક્રનો ખ્યાલ આવે તે રીતે દોરાવ્યો છે. અનેક વિશેષતાઓથી સભર યન્ત્ર— આમાં નાની મોટી બીજી અનેક વિશેષતાઓ રહી છે. સૂક્ષ્મ દૃષ્ટિથી પૂરો અવકાશ લઇને નીરખવામાં આવે તો જ તે સમજી શકાય તેમ છે. આ વિશેષતા શાસ્ત્ર, આમ્નાય અને કલાની ROLLER KUNAN AN AN AN AN AN ANAKAN ANAKAN ANAK [83] ------
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy