SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ "આપ્યા નથી, એટલે ૨૫ વરસથી તો પૂજનવિધિના છાપેલાં નામો પ્રમાણે પૂજન ચાલે છે, છે. પણ હવે તો શાસ્ત્રોક્ત રીતે ઉચિત અને સુયોગ્ય રીતે થવું જોઈએ એમ લાગે છે એટલે આ બુકમાં પાછળ તે વિધાન આપ્યું છે. બે અધિષ્ઠાયકોનું વલયમાં પૂજન થાય અને બેનું વલય બહારની દેરીઓમાં થાય એ કેવું બેઢંગુ લાગે? ( ચાર દેરીઓ શા માટે– પર ચાર દેરીઓ બનાવવાની વાત યંત્રવિધાનના શાસ્ત્રપાઠમાં જણાવી નથી. પણ અનેક પદોમાં પર છે. આ રીતે બેસાડવાની જોરદાર પ્રાચીન પ્રથા-પરંપરા જોવા મળી છે, એટલે મેં પણ તેનો સમાદર પર કર્યો છે. - અહીં સિદ્ધચક્ર પટ માટે તો દેરીઓ બનાવવાનું અનિવાર્ય છે. કેમકે પૂજનમાં ચારેય રે અધિષ્ઠાયકોને ચાર કોળાં ચઢાવાનાં કહ્યાં છે. આ કોળાં જો યંત્રના વલયમાં નામ પર ખાનામાં છે પર ચઢાવવામાં આવે તો આજુબાજુના વલયગત દેવ-દેવીઓનાં નામો કે ખાનાંઓ પૂરા દબાઈ જાય, કે તો એ યોગ્ય ન હતું. આવા કારણે મોટા ફળનાં જ લેણદાર ચારેયને માટે બહાર દેરીઓ બનાવી તેમાં નામ લખવાનું રાખ્યું અને પછી તેના પર કોળાં ચઢાવાય તો તે બધી રીતે સાનુકૂળ બની રહે, પૂજનકારે એક ધ્યાન રાખવું કે એ ચઢાવતાં પહેલાં વલયના ખાનાનાં નામ સન્મુખ ઊભા રહી ત્રણવાર ગોળાકારે પ્રદક્ષિણાક્રમે થાળી ફેરવી પછી તે ફળો દેરીમાં પધરાવવાં. પ્રારંભના ક્ષેત્રપાલ અંગે– પૂજનના પ્રારંભમાં ક્ષેત્રપાલનો (સત્રથ૦) મંત્ર બોલીને ક્ષેત્રપાલની મૂર્તિ સૂચક શ્રીફળ- ૬ નારિયેળની જે સ્થાપના કરાય છે અને તેની ઉપર ચમેલીનાં સુગંધી તેલથી પૂજા થાય છે, તે ક્ષેત્રપાલ ચાર અધિષ્ઠાયકમાંનો ન સમજવો, આ ક્ષેત્રપાલ તો જે જગ્યામાં પૂજન કરવાનું છે. સિરિવાલકામાં શ્રીપાળ મહારાજે પૂજન કર્યાનો વિધિ બતાવ્યો છે. ત્યાં વિમલેશ્વર, ચક્રેશ્વરી પછી ત્રીજો ક્ષેત્રપાલનું પૂજન બતાવ્યું છે. પછી ચોથાની વાત કરી છે. ક્ષેત્રપાલ મૂકવાની પ્રથા યંત્રમાં આપણી ડાબી બાજુએ છે. સવ્ય-પ્રદક્ષિણા ક્રમ જાળવવો હોય તો ક્ષેત્રપાલને આપણી જમણી બાજુએ રાખવા પડે. ચિતરેલા વિવિધ યંત્રોમાં પણ વધુ પ્રમાણ જમણી બાજુનું જોવા મળ્યું છે. હું પોતે સિદ્ધચક્ર અને ઋષિમંડલની પૂજનવિધિ તમામ ચિત્રો સાથે વ્યવસ્થિત રીતે કેટલીક નવીનતા અને વિશેષતાઓ સાથે જ ૧૪ વરસ પહેલાં જ બહાર પાડવાનો હતો. થોડી તૈયારી પણ કરી, પણ અન્યાવકાર્યમાં એ કાર્ય ખોરંભે પડી ગયું. નહીંતર તેમાં આ વલયનું પૂજન પણ આપત. અગાઉ પૂજનકારો આ ક્ષેત્રાધિપતિ ક્ષેત્રપાલને ચાર અધિષ્ઠાયકમાંનો ક્ષેત્રપાલ માની આપણી ડાબી બાજુની દેરીમાં શ્રીફળ પધરાવતા હતા પણ ઘણા વિધિકારોને સમજણ આપવાથી હવે તે દેરીની બહાર સ્થાપિત કરે છે. ક્ષેત્રપાલના વાહન, હાથ, આયુધની સંખ્યા તથા પ્રકારમાં ઘણા મતાંતરો છે. મારા પટમાં તે નિર્વાણલિકા ગ્રંથના આધારે બનાવ્યો છે. કારણ કે આ “કલિકા' પ્રાચીન, શ્રધ્ધય અને સન્માન્ય ગણાય છે. શબના વાહનવાળો ક્ષેત્રપાલ કરતાં આ સારો. weet Presears [ 1 Assessessor Asses Narayanx xxxxxxxxxxxxxxxxxxxx | ૨ | anadianikAxiataxxxxxxxxx2* *
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy