SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે રાહત અનુભવાય એ માટે મંત્ર-તંત્ર-યંત્રના અધિકૃત સિદ્ધસાધક વિદ્વાનોએ મંત્ર-તંત્ર અને તે તે યંત્રની ભારે શોધો કરીને, નવા નવા આવિષ્કારો સજર્યા. જનતાના લાભાર્થે તેનો ઉપયોગ પણ કરે ક કર્યો. આ માટે મુખ્યત્વે સાધુ અને યતિઓએ કરેલું હસ્તલિખિત સાહિત્યનું સર્જન જૈન છે જ્ઞાનભંડારોમાં જોતાં ભારે આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવું વિપુલાતિવિપુલ છે. આ યનનો વિવિધ ઉપયોગ– નાના મોટા હસ્તલિખિત ગ્રંથસંગ્રહોમાં આને અંગે કંઈને કંઈ લખાએલું સાહિત્ય હશે ને હર હશે જ. સંખ્યાબંધ પ્રતિઓ અને સેંકડો પાનાં મારી આંખ તળે પસાર થયાં છે. ચિત્ર-વિચિત્ર આ કૃતિઓ પણ નિહાળી છે. મસ્તક-બુદ્ધિ ઘડીભર થંભી જાય એવું ઘણું ઘણું જોવા મળ્યું છે. તે હું ખરેખર! મંત્ર-તંત્ર અને યંત્રોવાળા ચમત્કારી વિજ્ઞાનને જોવું, સમજવું અને જો વ્યવસ્થિત રીતે ? તૈયાર કરવું હોય તો વરસો સુધી સમયની સંપત્તિનું દાન કરવું પડે, તો જ તે કાર્ય કરી શકાય છે છે તેટલું વિપુલ છે. એક યુગ જ એવો આવી ગયો કે તમામ તકલીફોના 'ઉપાય તરીકે સેકડો રે જાતનાં યંત્રો જ વપરાતાં હતાં. આનો ધમધોકાર વ્યવસાય ચાલતો હતો. આ કાર્યના અગ્રણી પર ખાસ કરીને યતિઓ-જતિઓ હતા. આ યંત્રો ખીસામાં, ગળામાં, પાઘડીમાં, માદળિયામાં, ડબીમાં, ઘરમાં પૂજાના સ્થાનકમાં, મંદિરોમાં રાખવામાં આવતાં. તેમજ આ યંત્રોનું પૂજન કરી શકે કે પછી તેનું પાણી પીવડાવવાના, તેમજ પૂજાના અનુષ્ઠાનો-પ્રયોગો પણ થતાં હતાં અને આ કે યત્રના ધારણ-અર્ચન-પૂજનાદિકથી ઘણાયની ઘણી તકલીફો દૂર થતી હતી. “જરૂરિયાત એ શોધખોળની જનની કહેવાય છે એ ન્યાયે યંત્રના ક્ષેત્રે પાર વિનાની ક્રાંતિ થઇ. AR::: યંત્રનું શ્રેષ્ઠ સર્જન થાય તે માટે કાઢેલી પ્રશ્નાવલી– આલેખેલા-ચીતરેલા ઉપલબ્ધ પટોનું વૈવિધ્ય અને વિચિત્રતા જોયા બાદ જાણકાર વિદ્વાનોની સલાહ-સૂચના મેળવી સહુ મળીને વધુને વધુ શુદ્ધ યંત્ર જૈનસંઘને આપી શકીએ, છે પટોની ભિન્નતા અને અનેકતામાંથી વધુ અભિન્નતા અને એક સર્જાય, આ ભાવનાથી મેં વિ. ; આ સં. ૨૦૧૦માં ૩૫ પ્રશ્નોની એક પ્રશ્નાવલી (ધ્રાંગધ્રામાંથી) છપાવીને બહાર પાડી, તેને તમામ મા આચાર્યો, અન્ય પદો વિધિકારો ક્રિયાકારો, મન્ત્રશાસ્ત્રના જે કંઇ જાણકારો લાગ્યા હતા તેમના કે તે ઉપર (એટલે સાધુઓ અને ગૃહસ્થો ઉપર) મારા વિનંતી પત્ર સાથે મોકલી આપી હતી અને જ તેના ઉત્તરો મેં વિદ્વાનો કે તેના જાણકારો પાસેથી ખાસ માગ્યા હતા, પણ સખેદ જણાવવું જોઇએ કે બસોથી વધુ સ્થળે મોકલેલી પ્રશ્નાવલીની થોડીક જ પહોંચો મળી, એમાં સાથે પોતાની છે. આ કામ માટેની અયોગ્યતા-અનુભવનો અભાવ, સમયનો અભાવ વગેરે કારણો દર્શાવેલાં. ૧. મને આ વિજ્ઞાન તરફ વિશ્વાસ હોવાથી કોઈ પણ એક તકલીફ માટે તંત્ર-મંત્ર-યંત્ર અને ઔષધ' આમ એક સાથે ચાર ઉપાયો બતાવતો સંગ્રહ તૈયાર કરવા એક વાર મન થયેલું પણ મારા ઘણા વિચારો ઉપાધિગ્રસ્ત જીવનના કારણે ઉધાર ખાતે જમા થતા રહ્યા છે. એવું જ આ માટે બન્યું. આ પ્રશ્નાવલી પાછળ છાપી છે એટલે બીજીવાર આવો પ્રયત્ન કરવો જરૂરી છે કે કેમ! તેનો ખ્યાલ મારે ખાસ મેળવવો પણ હતો. ૬ ૨. J BEWAFA SONG ત્રિોmaiia as a sax xxxx
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy