SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ Gre *********************** પ્રાચીનકાળમાં યન્ત્રો મુખ્યત્વે વસ્ર ઉપર તૈયાર થતાં, પછી કાગળ ઉપર પણ થતાં રહ્યાં. પાછળથી પિત્તળ, તામ્રધાતુ ઉપર પણ ઉતારવામાં આવ્યાં. ૨૧મી સદીમાં ચાંદી ઉપર પણ થવા લાગ્યાં. પ્રાચીન વસ્ત્ર પટો મારી સમક્ષ જે આવ્યા હતા તે સત્તરમી સદીથી લઈને ૨૧મી સદી સુધીના હતા. આથી વધુ જૂનાં પટો જોવાનું સદ્ભાગ્ય મને નથી સાંપડ્યું. લગભગ ૪૦૦ વરસના ગાળાના સિદ્ધચક્રનાં વસ્ત્ર. કાગળ કે ધાતુનાં અનેક યંત્રો જોયાં, દૂરવર્તી હતાં તેના ફોટા મંગાવીને જોયાં અને તેનું ઊંડું અવલોકન પણ કર્યું. આ પટોના નિરીક્ષણ પછી પરીક્ષણ એ કર્યું કે-ભાગ્યેજ કોઇ પટ બીજા પટને મળતો હોય. તમામ પટો આકારની દૃષ્ટિએ અને નામોની દૃષ્ટિએ એકબીજાથી અલ્પાધિક અંશે ભિન્નતા જ દાખવતા હતા, એટલે એકમતી કે એકવાક્યતા ચાંય જોવા ન મળી. જો કે જે વસ્તુ સમાજમાં વધારે પ્રચલિત હોય (અને એનો મૂળ આધાર અસ્ત થયો હોય ત્યારે) તેમાં આવી અરાજકતા ઊભી થવી એ સ્વાભાવિક હતું. ઘણીવાર આવી અરાજકતા એ જ આ વસ્તુનો ઉપયોગ કેટલો વિશાળ પ્રમાણમાં થયો હતો, તેનું પ્રમાણપત્ર બની જાય છે. યન્ત્રવિદ્યાના ક્ષેત્રમાં વિશેષ પ્રકારે મારો પ્રવેશ— વિ.સં. ૨૦૦૭ કે ૨૦૦૮માં મુંબઇ ગોડીજી ઉપાશ્રયમાં મારા પરમપૂજય ગુરુદેવ યુગદિવાકર આચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જોડે મારૂં પણ ચાતુર્માસ હતું. તે અરસામાં ધર્માત્મા સુશ્રાદ્ધવર્ય શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીને ઇતિહાસ મહોદધિ પૂ પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજે સાધના કરવા માટે વસ્ત્રનો સિદ્ધચક્ર યંત્ર ભેટ કરેલો, પ્રસ્તુત યંત્ર બરાબર છે કે કેમ? તે તપાસવા માટે મને આપ્યો. તેમણે એવા ભાવથી આપ્યો કે આ માટે ‘આજે હું અધિકારી છું,' એવું કહેવાની તક જ રહેવા ન દીધી. મેં આ કામનો હળવા અવાજે સ્વીકાર કર્યો. અને યંત્રના ક્ષેત્રમાં મને ફરજિયાત ઊંડા ઉતરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. ત્રણેય સંસ્કૃતિના ગ્રંથોનું અવલોકન— ત્યારબાદ સંશોધન માટે વૈદિક, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિના મંત્ર-તંત્ર-યંત્રાદિકને લગતા અનેક ગ્રંથો અવલોકવાનું બન્યું, ઇંગ્લીશ ઓથરોના પણ કેટલાક ગ્રંથોના જરૂરી માગો અવલોક્યા અને યંત્રની વિશિષ્ટતાઓ, રહસ્યો, પ્રણાલિકાઓ અંગેના કેટલાક ખ્યાલો મેળવ્યા. તમામ દર્દોના ઉપાય તરીકે યન્ત્રોનો થયેલો અતિ વ્યાપક ઉપયોગ— ભારતીય વિદ્વાનોએ બાહ્ય અને અત્યંતર, ભૌતિક કે આધ્યાત્મિક કલ્યાણ માટેના ઉપાયો ફુ દર્શાવવા કેવું અને કેટલું મોટું ખેડાણ કર્યું હતું તે જોઇ ગૌરવાન્વિત થવા સાથે નવાઇ અનુભવી. ૧૮મી શતાબ્દીથી વીસમી સદીના પ્રારંભના લગભગ ૨૦૦થી વધુ વરસનો ગાળો રાજકીય અંધાધુંધી અને સામાજિક માંદગીઓનો સવિશેષ હતો. આ બધાયથી છૂટકબારો મળે, કોઇપણ પ્રકારના માનસિક, શારીરિક, આર્થિક કે અન્ય કોઇ તકલીફો, કષ્ટો કે દુઃખદર્દોથી મુકત થવાય ********************************* [re] *********************** ******
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy