SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ *************************************** *************************** આત્માને સુખ-દુ:ખના સંયોગો શાથી પ્રાપ્ત થાય છે? ઇષ્ટાનિષ્ટના સંયોગો અને વિયોગો કઈ પ્રબલ કર્મસત્તાને આભારી છે, એ વિરલ કર્મોની સાથે આત્મા માનસિક, વાચિક, કે કાયિક યોગો વડે કયા કારણે કેવી કેવી રીતે જોડાય છે? અને પુનઃ તેઓ કઈ મહાન ક્રિયાના અવિરત સેવનવડે આત્માથી પૃથક્ થાય છે તેમજ આત્મા અને પુદ્ગલનું અનાદિ સંસિદ્ધ એકમેકપણું ઇત્યાદિક અનેક અધ્યાત્મ ભરપૂર વિષયોનું જ્યારે જાણપણું પ્રગટ થાય ત્યારે આત્મા હેય-જ્ઞેય અને ઉપાદેયભૂત પદાર્થોને પીછાણી શકે છે; અને તે દ્વારા ક્રમશઃ ચપલ વિષયો તરફ દોડધામ કરી રહેલી ક્ષણજીવી ઇન્દ્રિયોની ધમાધમ સામે ઝુંબેશ ઉઠાવવાને સમર્થ બને છે, અને ચારે તરફ દોડધામ કરી રહેલા માનસિક, વાચિક કે કાયિક યોગો ઉપર કાબૂ ઉત્પન્ન કરી શકે છે, એમ કરતાં તે માનસિક વિચારો ઉપર જબ્બર સંયમ ધરાવનારો થાય છે અને તેથી જ મનોભાવનામાં પવિત્ર અધ્યાત્મ સ્વરૂપ વેગોનો આવિર્ભાવ થતાં તેમને પવિત્ર પંથ ઉપર લઈ જવા અહોનિશ આયાસ કરતો રહે છે. ત્યારે તે સત્ય, અહિંસા અને ત્યાગનો પરમ ઉપાસક બની જાય છે અને એ સ્થિતિમાં જ વધતો પવિત્રાત્મા શુદ્ધસ્વરૂપમાં તન્મય થયો થકો ઉચ્ચતર–તમ દશા પ્રાપ્ત કરવાનું મંથન કરી રહેલો હોય તેવો સ્પષ્ટાવબોધ થાય છે. આવી સ્થિતિએ જ્યારે ચિત્તની એકાગ્રતા જેમ જેમ વધે તેમ તેમ આ દ્રવ્યાનુયોગ આત્મા સાથે અહોનિશ રટનભૂત થઈ જાય છે, ત્યારે જ તે યોગનું સંપૂર્ણ અને સુખદ રહસ્ય સમજી શકાય છે. પૂર્વર્ષિઓની વણ યંસળોદ્દી' એટલી સામાન્ય આપ્તોક્તિ પણ એ જ જણાવે છે કે ‘દ્રવ્યાનુયોગનું શ્રવણ–મનન અને નિદિધ્યાસન દર્શનશુદ્ધિનું ૫૨મ મૌલિક અને અનુપમ સાધન છે, અને ક્ષાયિક સમ્યક્ત્વને આપનાર પણ તે છે, અને ખરેખર! વસ્તુસ્વરૂપને જાણનારા તે વસ્તુને પણ સહજ સમજી શકે તેમ છે. તીર્થંકર પરમાત્માઓ ગાઢ કર્મોનો ક્ષય આ યોગની રાત્રિદિવસ વિચારણાની તલ્લીન ભાવના દ્વારા જ કરે છે. પરંતુ ખેદની વાત છે કે દુષમકાળના વિષમવિપાકો પ્રતિદિન વૃદ્ધિ પામતાં જડવાદના જમાનામાં આ વિષયના જાણકારોની સંખ્યા આંગળીના ટેરવે ગણાય તેવી અલ્પ તો છે પણ આ વિષયને યથાતથ્ય સદ્દહણા કરનારા સમ્યગ્દર્શની શ્રદ્ધાળુ જીવો પણ અલ્પ છે. વર્તમાનમાં સુયગડાંગ, ઠાણાંગ, ભગવતીજી, જીવાભિગમ, પન્નવણા વગેરે આગમ ગ્રન્થો, કર્મફિલોસોફીના ભરેલા શ્રી કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, સપ્તતિકા કર્મગ્રન્થાદિ સર્વમાન્ય સાહિત્ય ગ્રન્થો આ અનુયોગથી ખૂબ જ ભરેલા છે. આ યોગનો વિષય ઘણો જ ગહન છે, અને તેના સમર્થ જાણકારો પણ જૈન સમાજમાં ગણ્યા ગાંઠ્યા છે. ****************************************************** ૨. ગણિતાનુયોગ—આ યોગનું નામ જ તેના અર્થનો ભાસ ઉત્પન્ન કરાવે છે, આ યોગમાં અઢીઢીપવર્તી ભરત-ઐરવત-મહાવિદેહ-દેવકુરુ-ઉત્તરકુરુ, હરિવર્ષાદિક યુગલિકક્ષેત્રો, ગંગા-સિંધુ પ્રમુખ હજારો નદીઓ, મેરૂ-હિમવંત-વૈતાઢ્ય-નિષધ-નીલવંતાદિ પ્રમુખ શાશ્વતા પર્વતો તત્રવર્તી કૂટો વગેરે, પદ્મદ્રહાદિદ્રહો-સરોવરો, દેવલોકની વ્યવસ્થા નરકભૂમિ તથા નારકોની વ્યવસ્થા નરકાવાસ, તેના સ્થાનાદિકનું વર્ણન, દેવવિમાનો-ભવનો, અસંખ્ય દ્વીપ-સમુદ્રો, તત્રવર્તી પર્વતો, પાતાલ કળશાઓ, પૃથ્વીનો આકાર-ચન્દ્ર-સૂર્યની વ્યવસ્થા, તિર્યંચ-માનવોની દેહાદિક વ્યાખ્યા, ***************** [ ] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy