SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ********************************************************************* ************************************* નજર સમક્ષ રાખી પ્રત્યેક વ્યાખ્યા ચારે અનુયોગ પૂર્વક થતી હતી તે ક્રમને બદલે છેવટે ગૌણમુખ્યની અપેક્ષા રાખી જે સૂત્રગ્રન્થમાં જે અનુયોગનું પ્રાધાન્ય વિદ્યમાન હોય અથવા દર્શાવવું હોય તો ત્યાં તે જ અનુયોગની વ્યાખ્યાનું પ્રધાનપદ રાખવાપૂર્વક, પ્રત્યેક સૂત્રમાં દ્રવ્યાનુયોગ પ્રમુખ કોઇપણ એક અનુયોગની વ્યાખ્યા કાયમ રાખવાનું બન્યું હતું, જે પિરપાટી અદ્યાવિધ તે જ રીતે જળવાઈ રહેલી દૃષ્ટિગોચર થાય છે. જૈનેતર દર્શનકારોએ પણ જૈન દર્શનકારોની માફક અનુકરણ કરવાની મહેચ્છાએ પ્રસ્તુત ચારે અનુયોગો ઉપર વિધવિધ સાહિત્ય મર્યાદિતપણે તૈયાર કરેલું જોવાય છે; તથાપિ ‘જૈન દર્શનકારના સુવિસ્તૃત, ઓજસ્વી, યુક્તિયુક્ત તેમજ પૂર્વાપર અવિસંવાદી સાહિત્યના અજોડ ગૌરવ પાસે તે સાહિત્યની ઝાંખપ સહસા જણાઈ આવે છે.’ તેમાંએ પણ દ્રવ્યાનુયોગ સંબંધી સૂક્ષ્મ સાહિત્ય વિષયમાં પ્રાચીન જૈનાચાર્ય મહર્ષિઓએ જે રસ લીધો છે અને સર્વજ્ઞ પરમાત્માનુસારી સૂક્ષ્મ અને ઝીણવટભર્યા કથનો ઉપર આત્મવાદ, કર્મવાદ, પુદ્ગલવાદ પ્રમુખ વિષયોમાં જે સાહિત્ય ખડું કર્યું છે તેવું તદ્વિષયક સાહિત્ય કોઈ પણ દર્શનકારે તૈયાર કર્યું નથી, એમ સાંપ્રદાયિકની આધીનતાને કારણે મારે જ નહિ બલ્કે જૈન કે અજૈન સર્વ કોઈ સુજ્ઞ અને વિચારશીલ સાક્ષર વ્યક્તિઓને એકી અવાજે કબૂલ કરવું જ પડે છે અને પડશે, એમાં કારણભૂત જૈન દર્શનનું સર્વજ્ઞ મૂલકપણું એ જ પ્રધાન છે. ચાર અનુયોગો અને તેની વ્યાખ્યા :– ૧. દ્રવ્યાનુયોગ-આ અનુયોગમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ એ ષડ્ દ્રવ્યોનું વ્યાસ્તિકનયની અપેક્ષાએ ધ્રૌવ્ય અને પર્યાયાસ્તિકનયની અપેક્ષાએ, ઉત્પાદ અને વિનાશપણું, એ દ્રવ્યોના અતીત-અનાગત અનંતઅનંતપર્યાયો, એ પદ્ધવ્યમાં પુનઃ જીવ દ્રવ્ય પૈકી અને પુદ્ગલદ્રવ્યને અનુસરતો અધ્યાત્મવાદ તેમજ કર્મવાદ તથા સપ્તભંગી સપ્તનયોનો સમન્વય, તદુપરાંત વધુ સ્પષ્ટ કરાય તો કાર્પણ વર્ગણાઓના અનંત પ્રાદેશિક સ્કંધો, મિથ્યાત્વાદિ હેતુઓ વડે એ કાર્યણવર્ગણાના સ્કંધોનો આત્મપ્રદેશો સાથેનો ક્ષીર-નીરવા અગ્નિ લોહવત્ અભેદાત્મક સંબંધ, પ્રતિસમયે સ્વાવગાઢ આકાશપ્રદેશગત અનંતપ્રદેશી કાર્યણવર્ગણાના સ્કંધોનું ગ્રહણ-વિસર્જનાદિ કરણ, ગ્રહણ કરાતાં તે તે સ્કંધોમાં પુનઃ લેશ્યા-સહચરિત કાષાયિક અધ્યવસાય તેમજ માનસિક વાચિક કાયિક યોગવડે પ્રકૃતિ સ્થિતિરસની ઉત્પત્તિ થવા સાથે સ્પષ્ટ બદ્ધ, નિધત્ત અને નિકાચિત એ ચાર અવસ્થાઓનું ઉત્પન્ન થવું ઇત્યાદિ સર્વ વિષયોનો સમાવેશ આ દ્રવ્યાનુયોગમાં લગભગ થાય છે. આત્મિક ચિત્તની એકાગ્રતા, દીર્ઘકાલિક અનંતાનંત કર્મોને અલ્પકાલિક બનાવવા સાથે ક્ષણવારમાં તેનો વિનાશ, અને તે દ્વારા ક્રમશઃ પ્રાપ્ત થતી સર્વજ્ઞતા અને શ્રેય: સાધકપણું એ સઘળુંએ આ કાઠિન્યભર્યા યોગના જ સેવનને આભારી છે. કાર્મિકસત્તાનું વૈચિત્ર્ય પ્રાબલ્ય, આત્મા અને કર્મનો કયા પ્રકારે કેવી રીતનો સંબંધ છે? ************** [ ૧૭ ] ******************************************************* *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy