SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ********************************* કૃષ્ણરાજી, સિદ્ધશિલા, ચૌદરાજલોકવર્તી શાશ્વતા અશાશ્વતા પદાર્થોની લંબાઈ--પહોળાઈ, ઉંચાઈ, ઉંડાઈ, ક્ષેત્રફળ, ઘનફળ, બાહા, ધનુ:પૃષ્ઠ પરિધિ-વ્યાસ વગેરે ગણિતના વિષયોની સવિસ્તર વ્યાખ્યા, પરમાણુથી માંડીને યોજનની વ્યાખ્યા, સમયથી માંડી અનંતકાલની ફિલોસોફી એ સર્વનું આ ગણિતાનુયોગમાં આયોજન કરવામાં આવ્યું છે. ************************************************ સાંપ્રતકાળે જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ સૂર્ય-ચંદ્ર પ્રજ્ઞપ્તિઓ, અનુયોગદ્વાર જીવાભિગમાદિ આગમ ગ્રન્થો, દેવેન્દ્ર-નરકેન્દ્ર પ્રકરણ, ક્ષેત્ર સમાસ, ક્ષેત્ર લોકપ્રકાશ, જ્યોતિષ્કરેંડક, શ્રી બૃહત્સંગ્રહણી પ્રમુખ સાહિત્ય ગ્રંથો, આ ગણિતાનુયોગનું પ્રતિપાદન કરે છે. ૩. ચરણકરણાનુયોગ :—આ અનુયોગ આચાર (આત્મિક વર્તન વ્યવસ્થા) પ્રધાન અનુયોગ છે, વિધિ-નિષેધ, ઉત્સર્ગ–અપવાદના નિયમ માર્ગોનું પૃથક્કરણ આ યોગ દર્શાવે છે, આ યોગ પણ ખાસ મહત્ત્વનો ગણ્યો છે, આત્માને ઉચ્ચકક્ષાએ લઈ જવામાં, ઘણો જ ઉપયોગી કહ્યો છે. અર્વાચીન કાળે ચરણસત્તરી કરણસિત્તરી આચાર દર્શક શ્રી ઉત્તરાધ્યન-આચારાંગ પ્રમુખ આગમગ્રન્થો તેમજ પંચાશક શ્રાદ્ધવિધિ પ્રમુખ મહાગ્રન્થોમાં રહેલા વિષયોનો આ અનુયોગમાં સમાવેશ થાય છે. ચારિત્રયોગની સ્થિરતામાં આ અનુયોગ પરમ સાધનભૂત છે. ક્રિયાકલાપમાં નિમગ્ન રહેનારા બાલજીવોને જેમ આ અનુયોગની અતીવ ઉપયોગિતા છે, તે પ્રમાણે જ્ઞાનીઓને પણ આ અનુયોગનું આલંબન લેવાની ખાસ આવશ્યકતા છે. ‘જ્ઞાનસ્ય હતું વિતિઃ' એ શાસ્ત્રીય સત્ય આ અનુયોગની આરાધનાથી જ ફળે છે. જ્ઞાનનો ક્રિયાના આળસુ, ક્રિયાના ચોર, આધ્યાત્મિકતાનો બાહ્યથી દાંભિકપણે પોકળ દાવો કરનારા, જ પોપટીઓ-ઉપરચોટો અભ્યાસ પઢનારા કેટલાક અભિજ્ઞો આ ચરણકરણ ક્રિયાના વિષયને ગૌણ કરી દઈ, જ્ઞાનથી જ મુક્તિ છે, મુહપત્તિ ચરવલો ફેરવવાથી મુક્તિ નથી. પ્રારબ્ધ જ કામ કર્યે જાય છે, આત્માને કશું ક્રિયા કરવાપણું રહેતું નથી.' આવી આવી મિથ્યા અને કપોલ કલ્પિત, દુર્ગતિને જ નોંતરનારી-જિનેશ્વરના શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ ભ્રાન્ત માન્યતાઓ મુગ્ધ જનતા પાસે પ્રગટ કરવાપૂર્વક કુયુક્તિઓ દ્વારા સમ્યક્રિયાનો અપલાપ કરે છે, અને દુર્વિદગ્ધ આત્માઓને અવળે પંથે ચઢાવવાની કોશિષો કરે છે, પરંતુ તેવાઓ ખ્યાલ રાખે કે ક્રિયા કરવાપણું તો સર્વજ્ઞોને પણ હોય છે, જ્યાં સુધી સૂક્ષ્મમાં સૂક્ષ્મ યોગ રહે છે ત્યાં સુધી ક્રિયા રહેલી હોય છે; તો પછી અત્યારનાં આપણા સાવદ્ય યોગથી ભરેલાં જીવનો માટે તો વિચાર જ શું હોઈ શકે? અરે! શરીરમાં ઉત્પન્ન થએલા વ્યાધિને દૂર કરવામાં સમર્થ વૈદ્યની યોગ્ય ઔષધિ સંબંધી શ્રદ્ધાન તેમજ જ્ઞાન થવા સાથે ઉદરમાં નાંખવાનો ઉદ્યમ--ક્રિયા સેવાય તો જ દુ:સાધ્ય વ્યાધિ દૂર થવા સાથે શરીર સ્વસ્થ બને છે; એ જેમ અનુભવસિદ્ધ છે તે પ્રમાણે જ ભાવરોગને દૂર કરનાર શ્રી સંયમમાર્ગ સંબંધી શ્રદ્ધાન તથા જ્ઞાન થવા સાથે દેશ-સંયમ કિવા સર્વ સંયમ ગ્રહણ કરી, ચરણ-કરણ ક્રિયાકાંડમાં આત્માને તન્મય બનાવાય ત્યારે જ ભાવરોગથી રહિત થવા સાથે અવિચળ–અનંત આત્મિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. એહિજ કારણથી આ ચરણકરણાનુયોગ પણ ખાસ આદરણીય છે. ************************************** ૪. ધર્મકથાનુયોગ :—આ ચતુર્થ અનુયોગ ધર્માચરણ-કથન પ્રધાન અનુયોગ છે. મહાન ************** [ ]*****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy